પ્રશ્ન: હું નોકરી કરતો યુવાન છું. એક ગરીબ યુવતીને પ્રેમ કરું છું. એના ઘરમાં એના પિતા, સાવકી માતા અને ત્રણ બહેનો છે. ભાઈ નથી. જો હું એ યુવતી સાથે લગ્ન કરી લઉં તો એની બહેનોનાં લગ્નની જવાબદારી મારે નિભાવવી પડશે? એક યુવક
ઉત્તર: લગ્ન પછી તમે માત્ર તમારી પત્ની અને તમારા પરિવારની જવાબદારી માટે જ જવાબદાર છો. પત્નીની બહેનોના લગ્નની જવાબદારી લેવા માટે તમે બંધાયેલા નથી. હા, તમારી ઈચ્છા હોય તો એમને થોડીઘણી મદદ કરી શકો છો.
પ્રશ્ન: હું ૨૫ વર્ષની પરિણીતા છું. મારા લગ્નને એક વર્ષ થઈ ગયું છે. હજુ સુધી મને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી. હું જલદી મા બનવા માગું છું જ્યારે મારા પતિ પોતાના વ્યવસાયને જ સર્વસ્વ માને છે. રાતદિવસ એમાં જ વ્યસ્ત રહે છે. ઘણો સારો વ્યવસાય છે. પણ એ વધુ આગળ જવા માગે છે. ઘરે આવીને ખાઈપીને સૂઈ જાય છે. સSક્સમાં એમને કોઈ રસ નથી. મારી ઇચ્છા હોય તો યંત્રવત્ પતાવી દે છે. ઘણીવાર મારે એમની સાથે ઝઘડો થઈ જાય છે. હું ક્યારેય મા બની શકીશ? એક સ્ત્રી
ઉત્તર: તમારા પતિ યુવાન છે. વ્યવસાયને વધુ વિકસાવવા માટે એમના મનમાં જે ઉત્સાહ અને લગન છે એ ઘણી સારી બાબત છે. તમારે એમાં એમને સહકાર આપવો જોઈએ. એના બદલે તમે એમની સાથે ઝઘડો છો, આજે દરેક વ્યવસાયમાં ઘણી હરીફાઈ હોય છે. માટે જો તે સંઘર્ષ કરી રહ્યા હોય તો તમે સ્વાર્થી ન બનો. પતિની જેટલી પણ નિકટતા મળે એની ભરપૂર મજા માણો. સંતાન મેળવવા માટેની તમારી ચિંતા પણ યોગ્ય નથી. હજુ તમારા લગ્નને માત્ર એક વર્ષ થયું છે. ઉતાવળ ન કરો. જો થોડા વધુ સમય સુધી તમે ગbhધારણ ન કરી શકો તો નવરાશ હોય ત્યારે તમારા પતિની કોઈ ડોક્ટર પાસે તપાસ કરાવી સારવાર કરાવી શકો છો.
પ્રશ્ન: હું ૩૬ વર્ષની પરિણીતા અને ત્રણ બાળકોની માતા છું. મારા પતિ શરાબી છે એટલે હું પરેશાન રહું છું. થોડા સમય પહેલાં હું મારી બહેનના દિયરના લગ્નમાં એના ઘરે ગઈ હતી. ત્યાં મારી મુલાકાત બહેનના બીજા દિયર સાથે થઈ, જે એક સૈનિક છે અને પરિણીત છે. એણે મને જણાવ્યું કે ૨૦ વર્ષ પહેલાં એ મારી સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ લગ્ન થઈ ન શક્યાં. આજે પણ એ મને ચાહે છે. હું એનાથી ઘણી પ્રભાવિત થઈ. વાતવાતમાં એણે મારી પાસેથી ભવિષ્યમાં સંBધ જાળવી રાખવાનું વચન લઈ લીધું. હું સુરતમાં રહું છું અને એ અમદાવાદમાં. અમારું મળવાનું કેવી રીતે શક્ય બનશે? એક સ્ત્રી
ઉત્તર: તમારે તમારી બહેનના દિયરનો વિચાર મનમાંથી કાઢી નાખવો પડશે કારણ કે તમારી ઉંમર રખડવાની નથી. તમારે તમારાં ત્રણ બાળકોનો ઉછેર કરવાનો છે. જો તમે જ આડા માર્ગે ચડી જશો તો એમનું શું થશે? તમે તમારી ભાવનાઓ પર કાબૂ રાખો નહીંતર પાછળથી પસ્તાવું પડશે.
પ્રશ્ન: મારી કોલેજના એક યુવક મને પ્રેમ કરે છે પણ તે મારી બહેનપણી જોડ પેહલા બોલતો હતો અને તેને આને વાપરી પણ છે તો શુ હવે તે મને પણ વાપરી નાખીને છોડી દેશે ?? એક યુવતી
જવાબ : જો તમને ખુદ ને ખબર છે કે તમારા બહેનપણી જોડ શું થયું તો શું હવે તમે પણ તેના જોડ તેવું જ કામ કરાવવા માટે જવા તૈયાર છો