મારી ખાસ સહેલીએ મારા કોલેજના પ્રેમપ્રકરણનો ભાંડો પતિ સામે ખોલી નાખ્યો,હું શું કરું એ બહેનપણીનું….

GUJARAT

પ્રશ્ન : હું 38 વર્ષની મહિલા છું. છેલ્લા કેટલાક સમયથી મારું માસિક નિયત સમય કરતા મોડું આવે છે. આવું કેમ થતું હશે? એક મહિલા (સુરત)

ઉત્તર : માસિકમાં વિલંબ થવાનાં ઘણાં કારણો હોય છે. વધારે પડતી માનસિક તાણ પણ માસિકની અનિયમિતતા માટે જવાબદાર હોઈ શકે. નિષ્ણાત તબીબો કહે છે કે જે યુવતીઓ હંમેશાં માનસિક તણાવ હેઠળ રહેતી હોય તેમને વાળ ખરવા, રાત્રે ઊંઘ ન આવવી, ત્વચામાં પરિવર્તન આવવું, વજન વધ-ઘટ થવું જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

આનું કારણ એ છે કે આપણા મગજના જે ભાગમાં હોર્મોન્સ પેદા થતાં હોય છે તેના ઉપર માનસિક તણાવની ઘેરી અસર પડે છે. તેને કારણે હોર્મોન્સ પેદા થવામાં અડચણ આવે છે. આનાં પરિણામે માસિક પણ અનિયમિત થાય છે. કોઈક કેસમાં માસિક આવવાનું બંધ થઈ જાય એવું પણ બને. બહેતર છે કે આવી સ્થિતિમાં ટેન્શનને અંકુશમાં લેવામાં આવે.

કેટલીક વખત વધારે કસરત કરવાથી પણ માસિકમાં વિલંબ થઇ શકે છે. જ્યારે કસરત વધારે પ્રમાણમાં કરવામાં આવે ત્યારે તેમાં ભરપૂર ઊર્જાનો વપરાશ થાય છે. આવી સ્થિતિમાં શરીર સ્વયં પોતાનું ઓછું જરૂરી જણાતું કાર્ય અટકાવી દે છે. શરીરની આવી પ્રતિક્રિયામાં માસિકનો સમાવેશ પણ થાય છે. જોકે મહત્ત્વની વાત એ છે કે જો સંબંધિત યુવતી કસરતનું પ્રમાણ ઓછું કરી નાખે તો તેનું માસિક અગાઉની જેમ નિયમિત થઈ જાય છે.

ચોક્કસ પ્રકારની દવાઓ પણ માસિકના સમયને બદલી નાખે છે. તેવી જ રીતે જે મહિલાઓની કામની શિફ્ટ વારંવાર બદલાતી હોય તેમને પણ માસિકની અનિયમિતતા નડે છે. તમે લાઇફસ્ટાઇલ અને ભોજનની આદતોમાં ફેરફાર કરી જુઓ. આટલું કરવાથી તમારી સમસ્યામાં ચોક્કસ રાહત મળશે. જો આમ છતાં તમારી સમસ્યા ઓછી ન થાય તો કોઇ સારા ડોક્ટરને કન્સલ્ટ કરો. ઘણીવાર હોર્મોન્સનાં સ્તરમાં વધારો-ઘટાડો થવાની આવી સમસ્યા થતી હોય અને દવાની મદદથી સારવાર કરીને સમસ્યા દૂર કરી શકાય છે.

પ્રશ્ન : મારા લગ્નને એક વર્ષ થયું છે. હું મારા લગ્નજીવનમાં સુખી છું. થોડાક મહિનાઓ પહેલા મારી એક કોલેજની ખાસ ફ્રેન્ડ મારા ઘરે આવી હતી અને તે મારા પતિની પણ સારી મિત્ર બની ગઈ હતી. એકવાર તેણે નિર્દોષ ભાવે મારા કોલેજકાળ વખતનાં પ્રેમ પ્રકરણોનો ભાંડો મારા પતિ પાસે ફોડી દીધો હતો. એ સમયથી જ મારા અને મારા પતિના સંબંધોમાં થોડી સમસ્યા ઊભી થઇ છે. હવે મારે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમારી સ્થિતિ સમજી શકાય એવી હોય છે. મોટાભાગની યુવતીઓ પોતાની નજીકની મિત્ર સાથે પોતાની તમામ અંગત બાબતો શેયર કરતી હોય છે. હકીકતમાં આ મામલે સતર્કતા રાખવાની જરૂર હોય છે. મિત્ર ગમે તેટલી ખાસ કેમ ન હોય પણ કેટલીક વાતોની ચર્ચા ક્યારેય ન કરવી જોઇએ. ભૂલથી પણ ક્યારેય તમારા જાતીય જીવનની વિગતો એની સાથે ન ચર્ચો.

શક્ય છે કે ભવિષ્યમાં તે તમારી મિત્ર ન રહે. આ સંજોગોમાં એ તેની પાસે તમારી અંગત વાતોની માહિતી હોવાનો ગેરફાયદો ઉઠાવી શકે છે. યુવતીઓ પોતાની મિત્રને પોતાના બોયફ્રેન્ડ વિશેની તમામ માહિતી આપી દેતી હોય છે, જાતીય સંબંધોની વિગતો પણ. તેઓ આ વિગતો શેર કરતી વખતે સ્હેજ પણ વિચાર નથી કરતી કે જો બોયફ્રેન્ડ સાથે લગ્ન ન થયા તો તેની કેટલીક બદનામી થઇ શકે છે.

તમારી સાથે પણ આવું જ થયું. તમારી મિત્રએ નિર્દોષતાથી તમારા પ્રેમ પ્રકરણોની વિગતો તમારા પતિને કહી દીધી પણ આખરે સમસ્યા તમને જ થઇને. આ પરિસ્થિતિમાં અકળાઇ જવાના બદલે કળથી અને પ્રેમથી કામ લો. તમે તમારા પતિને સમજાવી શકો છો કે તમે આ સંબંધો માટે ગંભીર નહોતા. તમારે તમારા પ્રેમ અને કાળજીથી પતિનો વિશ્વાસ પરત જીતવાનો છે. હવે આ અનુભવ પરથી બોધપાઠ લઇને અંગત વાતની ચર્ચા ક્યારેય બીજી વ્યક્તિ સાથે ન કરતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *