સવાલ- હું મારા ભાઈના દોસ્ત જોડે સબંધ રાખું છું, તો શું અમને અમારા ઘરના લોકો અને એના ઘરના લોકો સ્વીકાર કરશે ?એક યુવતી (વડોદરા)
જવાબ- એ તો તમારા ઘરના લોકો જ સમય આવે યોગ્ય નિર્ણય લઈ શકે છે, પણ હા જો સામે પાત્ર વ્યવસ્થિત હશે તો એટલા પ્રોબ્લેમ પણ નહીં આવે
સવાલ- હું મારા પાડોશી છોકરી જોડે પેહલા સબંધમાં હતો, પણ હવે તેનું લગ્ન થઈ ગયું, ઘણીવાર તે અહીં આવે ત્યારે મને બોલાવવાની વાત તો દૂર હવે તે જોતી પણ નથી મારા સામું, તો હું શું કરૂ એને મનાવવા માટે. એક યુવક (કલોલ)
જવાબ – હવે તેનું પણ લગ્ન થઈ ગયું છે, તમે પણ એક સમજુ માણસ બનો, અને હવે તેને તેની લાઈફમાં જીવવા દો, ખોટુ કદાચ એના પતિને આ વાતની ખબર પડશે તો એને પ્રોબ્લેમ થશે.
સવાલ- મને મારા નજીકના સગાની દીકરી ગમે છે, મારે એના જોડ લગ્ન કરવા છે, તો હું એને કઈ રીતે કહી શકું ? એક યુવક ( લુણાવાડા)
જવાબ- જો હવે ઘણા સમાજ માં અંદરો અંદર લગ્ન થતા હોય છે જેથી તમે કોઈ વડીલ વ્યક્તિ દ્વારા વાત કરાવી શકો, પણ આ પેહલા એ જોવું પડે કે શું તમારા કાસ્ટમાં થાય છે અંદરોઅંદર લગ્ન..
સવાલ- મારી ગર્લફ્રેંડ મારા જોડ હોઈ ત્યારે તે બોવજ શરમાતી હોઈ છે પણ જ્યારે અમે વોટ્સપ ઉપર વાત કરીએ તો તે બોવજ બોલ્ડ થઈ જાય છે અને બધા ટોપિક ઉપર વાત કરે છે, શુ એ મને કોઈ સંકેત આપે છે ?? એક યુવક – મહેસાણા
જવાબ- ઘણી છોકરીઓ શરમના લીધે ઘણીવાર આપણે રૂબરૂ હોઈ તો ઘણુ બધુ નથી કહેતી જે આપણે સમજવાની શક્તિ રાખવી જોઈએ, બીજુ વોટ્સપમાં આપણે દૂર હોઈ તો એને પણ શરમ ઓછી આવતી હોઈ જેથી એ બધું કહી શકે