મારી ગર્લફ્રેન્ડ પિરિયડ વખતે ખુબજ ચીડિયા સ્વભાવની થઇ જાય છે,હું કઈ કહું એને તો એ મને….

about

પ્રશ્ન : મારી વય 24 વર્ષની છે. હું છેલ્લા પાંચ વર્ષથી એક યુવકના પ્રેમમાં છું. મેં જ્યારે મારા ઘરમાં આ વાત કરી ત્યારે હોબાળો મચી ગયો. મારા માતા-પિતા મારી વાત સાંભળવા જ તૈયાર નથી. મારા પિતાએ મરવાની ધમકી આપવાની મારી બીજી જગ્યાએ પરાણે સગાઇ કરી દીધી. હું હજી અ‌વઢવમાં છું કે મારે શું કરવું? એક યુવતી (વડોદરા)

ઉત્તર : પરાણે કોઈકની સાથે લગ્નનું ચોકઠું ગોઠવી નાખવાની જિદ સાવ ખોટી છે, પછી એ તમારી જીદ હોય કે તમારા પિતાની. જો તમે એકબીજાને સમજાવી શકો એમ ન હો તો થોડોક સમય માટે લગ્નની વાત જ નેવે મૂકી દો. તમારી વય હજી 24 જ વર્ષની છે એટલે તમારી પાસે રાહ જોવાનો સમય છે.

સૌથી પહેલાં તો જો તમારે લગ્ન ન જ કરવા હોય તો જે જગ્યાએ પરાણે સગાઇ કરી છે ત્યાં સમગ્ર હકીકત જણાવીને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમે આ લગ્ન નથી કરવા ઇચ્છતા. તમે હજી એકાદ-બે વરસ લગ્ન માટે થોભી જશો તો વાંધો નહીં આવે. દબાણમાં બાંધેલા સંબંધો આખી જિંદગી બગાડે છે અને પરાણે કરેલાં લગ્ન પછી બંને પાત્રોની જિંદગી બગડી જાય છે. હકીકતમાં તમારે અત્યારે જીદ કરવાને બદલે થોડું ઢીલું મૂકવાની જરૂર છે. એકવાર તમારા પિતાને એવો અહેસાસ થશે કે તમે તેની વાત સમજી રહ્યા છો તો એ પણ થોડા નરમ બનશે. જો તમારા પિતા અને તમે બંને સમજદારીથી કામ લેશો તો ચોક્કસપણે કોઇ ઉકેલ નીકળશે.

પ્રશ્ન : મારી ગર્લફ્રેન્ડનો સ્વભાવ પીરિયડ્સ દરમિયાન ચીડિયો થઇ જાય છે. એ સમયે તેને મારી દરેક વાત ખરાબ લાગે છે અને અમારી વચ્ચે બહુ ઝઘડા થાય છે. એ સમયે તેની સાથે કઇ રીતે વર્તન કરું? એક યુવક (આણંદ)

ઉત્તર : પીરિયડ્સનો સમય મહિલાઓ અને યુવતીઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. આ દરમિયાન માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ તણાવ આવે છે અને સ્વભાવ ચીડિયો થઈ જાય છે. જેના કારણે ઘણી વખત પાર્ટનર વચ્ચે માથાકૂટ થઈ શકે છે. પાર્ટનરના મૂડને સરખો કરવા માટે લાઈટ મ્યૂઝિક પ્લે કરો. પાર્ટનરને ખૂબ પ્રેમ આપો. તેમને અનુભવ કરાવો કે તમને પણ તેની ચિંતા છે. દરેક વાત સાંભળવા તૈયાર રહો, પીરિયડ્સ દરમિયાન કેવું ફીલ થાય છે એ કોઇ મહિલા સિવાય કોઇ સમજી શકતું નથી.

આ સમયે તમારી ગર્લફ્રેન્ડને ખુશ રાખો અને તેની દરેક વાત સાંભળવા તૈયારી રાખો. પીરિયડ્સમાં શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. હોર્મોનમાં ચેન્જ આવવાથી મહિલા પાર્ટનરનો મૂડ સ્વિંગ થયા કરે છે. આ સ્થિતિને સમજો અને તેના પર ગુસ્સો ન કરો. આ સમયે તેની સાથે લડાઈ-ઝઘડો ન કરવો અને તેની તાકાત બનો. તેને પૂરો આરામ આપો. આ સમયે તેમને તમારા માનસિક સપોર્ટની જરૂર હોય છે.

પીરિયડ્સ દરમિયાન રક્તસ્ત્રાવ થતો હોવાના કારણે શરીરમાં લોહીની સાથે સાથે પાણીની ઉણપ થઈ જાય છે. આવી સ્થિતિમાં પાર્ટનરને ખૂબ વધારે પાણી, જ્યૂસ અને અન્ય પ્રવાહી પદાર્થ પીવડાવો. બોડી જેટલી વધારે હાઈડ્રેટેડ રહેશે દુખાવો તેટલો ઓછો થશે. જો તમે બે-ચાર દિવસ તમારી ગર્લફ્રેન્ડને સાચવી લેશો તો એ તમારા પર ખુશ થઇ જશે અને તમારા સંબંધો વધારે મજબૂત બનશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *