મારી દીકરી એની બહેનપણીઓના ત્યાંજ આખો દિવસ રહે છે તો શું એ એની કોઈ બહેનપણી જોડ સજાતીય સબંધ નહિ રાખતી હોઈને ????

Uncategorized

પ્રશ્ન : હું એક છોકરા સાથે છેલ્લા 4 વર્ષથી રિલેશનશિપમાં છું. અમારી વચ્ચેના સંબંધો મજબૂત છે પણ મારી સમસ્યા એ છે કે મારા બોયફ્રેન્ડના બીજા ઘણાં ગાઢ મિત્રો છે. હાલમાં મેં જ્યારે મારા બોયફ્રેન્ડની વોટ્સએપ ચેટ વાંચી ત્યારે મને ખબર પડી તેણે રિલેશનશિપની અમારી સિક્રેટ વાતો તેનાં ઘણા મિત્રો સાથે શેર કરી છે.

મને તેનું આ વર્તન બિલકુલ પસંદ નથી પડ્યું. મેં જ્યારે તેને આ વિશે સવાલ કર્યો તો તેણે મને કહી દીધું કે તેને પોતાના ફ્રેન્ડ્સ પર વિશ્વાસ છે અને માટે તે લિમિટમાં રહીને બધી વાતો કરે છે. શું મારા બોયફ્રેન્ડનું આ વર્તન વિશ્વાસપાત્ર ગણાય? તે આ સંબંધ માટે ગંભીર તો હશે ને? મારે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમારો બોયફ્રેન્ડ તમારા અંગત સંબંધની ચર્ચા એક કરતા વધારે મિત્રો સાથે કરતી હોય એ બિલકુલ યોગ્ય નથી. જો તમને તમારા બોયફ્રેન્ડનું વર્તન સંદેહાસ્પદ લાગતું હોય તો તમારે પોતાનું વર્તન પણ ચકાસવાની જરૂર છે.

શું તમે દરરોજ તેનો ફોન ચેક કરો છો અથવા તેની પળે-પળ પર નજર રાખો છો? જો આ સવાલનો જવાબ ‘હા’માં હોય તો તમારે વિચારવાની જરુર છે. તમારા આવા વર્તનના કારણે તેને બંધનની અનુભૂતિ થતી હશે અને જ્યારે તે તેના ફ્રેન્ડ્સને મળવા જતો હશે તે વિશે તમને કંઈ કહેતો નહીં હોય.

કોઈ છોકરાને એવું પસંદ ન હોય કે તે ક્યાં જાય છે અને શું કહે છે તેના પર તેની પાર્ટનર બારીકાઈથી નજર રાખે. તમારા સિવાય પણ તમારા બોયફ્રેન્ડનું જીવન છે, અને તમારે તેના માટેની આઝાદી આપવી જોઈએ. તે જેવો છે તેવો તેને સ્વીકારવા તૈયાર રહેશો તો જ રિલેશનશિપ ટકી રહેશે. જો તમારો બોયફ્રેન્ડ અંગત વાતો મિત્રો સાથે કરતો હોય એ તમને ગમતું ન હોય તો આવા વિષય પર લડવા ઝઘડવાની બદલે તેની સાથે શાંતિથી વાત કરો.

જો તમને તેના પર વિશ્વાસ હોય તો ખોટી શંકાઓ ઉભી ન કરો અને તેને વધુ પ્રેમ કરો. આ વાત ખાસ ધ્યાન રાખો કે તમારો બોયફ્રેન્ડ તમારી માલિકીની વસ્તુ પણ નથી. કોઇ યુવક તમારો બોયફ્રેન્ડ હોય તો એનો મતલબ એ નથી કે તમે એને કંટ્રોલમાં રાખો, પણ તમે તેને પ્રેમ તો કરી શકો છો. તેની સાથે ખુલ્લા મને વાત કરો અને તેની લાગણી જાણીને તમારા સંબંધો જાળવો.

પ્રશ્ન : હું 50 વર્ષની મહિલા છું અને મારી દીકરી 26 વર્ષની છે. મારી દીકરી આમ તો બહુ સમજદાર છે પણ છેલ્લા કેટલાક સમયથી તેનું વર્તન બદલાઇ રહ્યું છે. તે બહુ વિચિત્ર વર્તન કરે છે. તે વિક-એન્ડમાં ઘરે રહેતી જ નથી અને દર શનિવારે તેમજ રવિવારે પોતાની બહેનપણીનાં ઘરે રહેવા માટે જતી રહે છે. મને તેની બહુ ચિંતા થાય છે. અમે તેને લગ્ન કરવા માટે સમજાવીએ છીએ ત્યારે તે સ્પષ્ટ શબ્દોમાં લગ્ન કરવાની ના પાડી દે છે. તે સજાતીય સંબંધોનાં ચક્કરમાં તો નહીં ફસાઇ હોય ને? મારી આ સમસ્યાનો ઉકેલ શું છે? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : તમારી ચિંતા સમજી શકાય એવી છે પણ સાથે સાથે તમારે તમારી દીકરીના દૃષ્ટિકોણને પણ સમજવો પડશે. જો તમારી દીકરી ઘરથી દૂર રહેવાનું પસંદ કરતી હોય તો એ માટેનું કારણ સમજવાનો પ્રયાસ કરો. તમે જ સ્વીકારો છો કે તમારી દીકરી સમજદાર છે પણ આમ છતાં છેલ્લા કેટલાક સમયથી તેનું વર્તન બદલાઇ રહ્યું છે તો આવું શું કામ થઇ રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરો. એક વાત સારી રીતે સમજી લો કે દરેક માનસિક સમસ્યાનો ઉકેલ લગ્ન નથી. જો વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ નહીં હોય તો ઉતાવળમાં તેનાં લગ્ન કરી દેવાથી સમસ્યા ઓછી થવાના બદલે વધી જશે.

તમારી દીકરી જો લગ્ન કરવાની ના પાડતી હોય તો એ પાછળનું કારણ જાણવા પ્રયાસ કરો. દીકરી પર લગ્નનું દબાણ કરવાને બદલે લગ્ન ન કરવાની તેની ઇચ્છા પાછળના કારણને સમજો અને તેને માનસિક રીતે તૈયાર કરો. જો તમારી દીકરી વિક-એન્ડ પોતાના પરિવાર સાથે ગાળવાના બદલે બહેનપણી સાથે ગાળવાનું પસંદ કરતી હોય તો એનો મતલબ એ નથી કે તે તેની બહેનપણી સાથે સજાતીય સંબંધ ધરાવે છે.

પહેલાં ઘરનું વાતાવરણ તપાસો અને દીકરી શું કામ ઘરે રહેવાનું પસંદ નથી કરતી એ જાણવાનો પ્રયાસ કરો. બની શકે તો તેની બહેનપણી સાથે નિકટતા કેળવીને તેનાં વર્તનનું કારણ જાણવા માટે પ્રયાસ કરો. ઘણીવાર યંગસ્ટર્સ પોતાના દિલની વાત માતા-પિતાને કહેવાને બદલે મિત્રોને કહેવાનું પસંદ કરતાં હોય છે. જ્યાં સુધી સજાતીય સંબંધનો સવાલ છે ત્યાં સુધી આ મામલે હકારાત્મક અભિગમ દાખવો. જો કદાચ એવું હોય તો ડરવાને બદલે એની લાગણી સમજવાનો અને તેને આ સંબંધની દૂરગામી અસરો સમજાવાનો પ્રયાસ કરો. જો ખરેખર એવું હોય તો અને તમારી દીકરી સજાતીય સંબંધથી છૂટકારો મેળવવા ઇચ્છતી હોય તો તેને તમામ જરૂરી માનસિક અને તબીબી સધિયારો આપો.

Leave a Reply

Your email address will not be published.