મારી કોલેજિયન સાળી અનેકને લઈને ફરે છે પણ મને જ મોકો આપતી નથી, એકવાર મળી જાય તો….

Uncategorized

રોજિંદા ક્રમ મુજબ નેહાએ સાંજની રસોઈ આટોપી બંને બાળકોને હોમવર્ક કરવા બેસાડયાં. નાનકા નિશીથે પૂછ્યું, મમ્મી આજે શું બનાવ્યું છે. નેહાએ સ્નેહભરી નજરે નિશીથ સામે જોઈને કહ્યું આજે તારા ભાવતા પાસ્તા અને બહેનને ભાવતું મટરપુલાવનું મેનુ છે. મટરપુલાવનું નામ સાંભળીને વિધિ પણ ઉઠળી પડતાં બોલી, વાહ મમ્મી, આજે તોે જમવાની મઝા પડી જશે.

અચ્છા, ચાલો હવે બેઉ જણ પપ્પા આવે ત્યાં સુધી હોમવર્ક પૂરું કરી લો. હું પણ નાહીને ફ્રેશ થઈ જાઉં પછી ટેબલ ગોઠવું છું. આમ કહી બંને સંતાનોના ગાલે હેતભરી ટપલી મારીને નેહા બાથરૂમમાં ગઈ. શાવર ચાલુ કરીને થોડીવાર પાણી નીચે ઊભા રહેવાથી તેને ટાઢક લાગી. સખત ગરમીમાં રસોઈ કરતાં કરતાં તે પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી. શરીરે સુગંધી સાબુ ચોળીને નેહાએ ફરી શાવર ચાલુ કર્યો. તેનું સમગ્ર બદન તાજગી અનુભવી રહ્યું હતું. હળવી બનચેલી નેહા ધીમે ધીમે હિન્દી ફિલ્મનું ગીત ગણગણવા લાગી ‘ધીરે ધીરે મચલ, અય દિલે બેકરાર, કોઈ આતા હૈ, યું તડપ કે ન તડપા મુઝે બાર બાર કોઈ આતા હૈ, ધીરે ધીરે મચલ.’ શાવર બંધ કરીને સુંવાળા ટુવાલ વડે નેહા તેનો ગૌર દેહ લુછી રહી હતી, ત્યારે તેની નજર સહજપણે બાથરૂમમાં જડેલા આયના પર ગઈ. શીધ્રસ્નાતા નેહા પોતાના જ રૂપ પર મોહી પડી. તેના હોઠ પર હળવું સ્મિત ફરી વળ્યું. પછી પોતાની જાતથી જ શરમાઈ ગઈ હોય તેમ તેણે નજરને અરીસાથી દૂર કરી પતિને ગમતા ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કર્યાં બાથરૂમમાંથી નીકળી તેણે ડાઈનીંગ ટેબલ ગોઠવવા માંડયું, ત્યાં ડોરબેલ રણકી ઉઠી. નેહાએ દોડીને દરવાજો ઉઘાડયો અને સ્મિત સાથે પતિને આવકાર્યો. ગુલાબી રંગમાં શોભી ઉઠતી નેહાને જોઈને વીરેનની આંખો પણ ચમકી ઊઠી.

વીરેન ફ્રેશ થયો એટલી વારમાં નેહાએ ભોજનનીં તૈયારી કરી લીધી. બાળકો પણ દોડી આવીને ડાઈનીંગ ટેબલ સામે ગોઠવાઈ ગયાં. ગરમ ગરમ પાસ્તા અને પુલાવ ખાતાં ખાતાં વીરેનની ઓફિસની, બાળકોની શાળાની અને નેહાની દિનચર્યાનચી વાતો થવા લાગી. ડિનર ક્યારે પૂરું થયું એની ખબર જ ન પડી.

નેહાના પરિવારનો આ રોજિંદો ક્રમ હતો. તે તેના સંસારમાં ખૂબ સુખી હતી. પ્રેમાળ પતિ, જોેતાવેંત વહાલ ઉપજે એવા બે સંતાનો, મુંબઈ જેવા શહેરમાં બે બેડરૂમનો ફ્લેટ અને આર્થિક સંપન્નતા. મધ્યમવર્ગના માતા-પિતાની પુત્રીને સુખી રહેવા આનાથી વધુ શું જોઈએ? વળી વીરેન પણ સમયસર ઘરે આવી જતો. મુંબઈ જેવા શહેરમાં રહેવા છતાં તેને બિયર-દારૂ તો શું પાન-સિગારેટની લત પણ નહોતી લાગી. તેને માટે તેનો પરિવાર જ સર્વસ્વ હતું. તેમનો સુખી સંસાર જોઈને ઘણાં લોકોે ઈર્ષ્યા કરતાં તો કોઈક તેમની પાસેથી ઉદાહરણ પણ લેતું. નેહા પણ પોતાના સંસારમાં ઓતપ્રોત થઈને બધું ભૂલી ગઈ હતી.

ડિનર પૂરું થયા પછી નેહાએ ટેબલ સાફ કર્યું. વીરેન અને બાળકોએ થોડીવાર ટી.વી. જોયું અને પછી બંને સંતાનોને સુવડાવીને નેહા પણ પોતાના રૂમમાં ગઈ. વીરેન પણ ગુલાબી વસ્ત્રોમાં સજ્જ નેહાની રાહ જોઈ રહ્યો હતો. નેહાને જોઈને વીરેને શાયરાના અંદાજમાં તેની તારીફ કરી તો નેહાના ગાલે શરમના શેરડા પડયા. બે સંતાનોની માતા બન્યા પછી પણ કુંવારી છોેકરી જેવી લાગતી પત્નીને વીરેને ચુંબનથી નવડાવી દીધી. પતિના મજબૂત બાહુપાશમાં જકડાયેલી નેહા આંખો મીંચીને વીરેન પર ઢળી પડી. થોડીવાર પ્રોેમાલાપ કર્યા પછી સુવાની તૈયારી કરતાં વીરેનને અચાનક યાદ આવ્યું કે તેમની બેંગલોર બ્રાંચમાં કામ કરતો નયન કાલે મુંબઈ આવવાનો છે. બોસે તેને એરપોર્ટ પરથી લાવવાનું અને તેના માટે ભાડે રાખેલા ફ્લેટ પર છોડી આવવાનું કામ વીરેનને સોંપ્યું હતું.

વ્યવહારકુશળ વીરેને બોસને કહ્યું હતું કે રાત્રિના સમયે બેંગલોરથી આવીને તરત હોટેલમાં જમાડવા લઈ જવાને બદલે તે નયનને પોતાના ઘરે ડિનર માટે લઈ જશે અને પછી તેને તેના ફ્લેટ પર મુકી આવશે. વળી બેંગલોરનું નામ સાંભળીને નેહા પણ ખુશ થઈ જશે. જે શહેરમાં જન્મીને તે મોટી થઈ હતી, જ્યાં તેણે શાળા અને કોલેજને અભ્યાસ કર્યો હતો, તે ખૂબસૂરત શહેરમાંથી આવેલી વ્યક્તિને જોઈને નેહા પણ રોમાંચિત થઈ ઉઠશે, એમ વિચારી વીરેને નયનના ડિનરની જવાબદારી પોતાના માથે લીધી હતી. મદહોશીનું ઘેન ઉતર્યા પછી નિંદ્રાધીન થવાની તૈયારી કરતી નેહાને સંબોધતા વીરને કહ્યું, ‘નેહા, ઊંઘી ગઈ કે શું?’ ‘નીંદર તો આવવા લાગી છે, પણ વાંધોે નહીં, બોલો શું વાત છે?’ નેહાએ પતિને તંદ્રામાં પ્રશ્ન કર્યો. ‘કાલે અમારી બેંગલોર બ્રાંચથી નયન આવી રહ્યોે છે. હવે તે મુંબઈમાં જ કામ કરવાનો છે, પણ એકલો હોવાથી મેં તેને આપણા ઘરે ડિનર લેવાનું આમંત્રણ આપ્યું છે.’ નયને પત્ની સામે જોઈને કહ્યું.

વાસ્તવમાં તે નેહાની આંખમાં બેંગલોરનું નામ સાંભળીને આવતી ખુશીની ચમક જોવા ઈચ્છતો હતો. બન્યું પણ એવું જ. આ શહેરનું નામ પત્નીને રોેમાંચિત કરવા પૂરતું હતું. નેહાએ પતિને કહ્યું ‘સવારના મને જણાવી દેજો કે ડિનરમાં શું બનાવવું છે. હું નિશીથ -વિધિને શાળાએ મોકલીને જરૂરી સામાન લઈ આવીશ. હવે તમે નિશ્ચિંત થઈને સુઈ જાઓ.’ વીરેન તો પડખું ફેરવીને નિંદ્રદેવીની શરણે થઈ ગયો, પણ બેંગલોર સાથે જોેડાયેલા નયનના નામે નેહાની ઊંઘ ઊડાડી મુકી. શાંત જળમાં જાણે કોઈએ અચાનક પત્થર ફેંક્યો હોય તેમ નેહા હચમચી ઉઠી. આ નયન કોણ હશે? તેનો કોલેજકાળનો ગાઢ મિત્ર, તેના હૃદય પર પ્રેમપૂર્વક કોરાયેલું નામ, તેના જીવનનો પ્રથમ પ્રેમ નયન તો નહીં હોય? જો આવતી કાલે તેના ઘરે મહેમાન બનનારો નયન એ જ હશે તો તે તેનો સામનો શી રીતે કરશે? તેની સાથે નજર કેવી રીતે મેળવશે? ડિનર પીરસતી વખતે ક્યાંક તેના હાથ કાંપી ઉઠશે તો? વાત કરતી વખતે તેનો કંઠ રૂંધાઈ જશે કે તેને જોઈને આંખોમાં આંસુ તગતગી ઉઠશે તો? બેચેન બની ગયેલી નેહા રાતભર પડખાં ફેરવતી રહી. તેની નજર સમક્ષ કોલેજકાળ ચલચિત્રની જેમ ફરી રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *