મારે એ જાણવું છે કે વાયગ્રા શું છે ?? અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ??

GUJARAT

હું ૨૦ વર્ષનો યુવાન છું. મારું શિશ્ન થોડું વાકું છે અને તે ઉત્તેજિત થાય છે ત્યારે ડાબી તરફ વળી જાય છે. શું હું નોર્મલ રીતે સંભોગ કરી શકીશ કે મારે એ માટે બીજી કોઈ સારવાર કરવી પડશે?
એક યુવાન (ગોધરા)

મોટા ભાગના પુરુષોનું શિશ્ન સામાન્ય રીતે ડાબી તરફ ઢળેલું હોય છે. તેના વિશે કશી ચિંતા કરવાની જરૂર નથી. તમે બિલકુલ નોર્મલ રીતે સંભોગ માણી શકશો.

હું સૂરતની એક મિલમાં કામ કરું છું, મારે એ જાણવું છેે કે અઠવાડિયામાં બે કરતાં વધારે વખત સેક્સ માણવાથી શરીરની રોગપ્રતિકારકશક્તિ ઘટી જાય છે એ વાત સાચી છે? હસ્તમૈથુન માટે પણ આ વાત લાગુ પડે છે?
એક યુવાન (સૂરત)

ના, આ તદ્ન ખોટી વાત છે અને તેના વિશે સ્પષ્ટતા થઈ જવી જરૂરી છે. એક સંભોગ દરમિયાન વપરાતી કેલરીનું પ્રમાણ અડધો ગ્લાસ ભરેલા લીંબુ શરબતમાં રહેલી કેલરી કરતાં વધારે નથી હોતું. હસ્તમૈથુન એ સંભોેગનો જ એક પ્રકાર છે. આથી હસ્તમૈથુના સંદર્ભમાં પણ આ વાત ખોટી સાબિત થાય છે.

હું ૫૦ વરસનો બે બાળકનો પિતા છું, મારે એ જાણવું છે કે વાયેગ્રા શું છે?
એક પુરુષ (ખંભાત)

વાયેગ્રાને તબીબી ભાષામા ંસિલ્ડેનાફિલ સાઈટ્રેટ કહે છે. શિશ્ન સંબંધિત નબળાઈ માટેની એ મોંથી ગળવાની દવા છે. જે પુરુષોને શિશ્નોત્થાન ટકાવી રાખવામાં મુશ્કેલી પડતી હોય તેમને ટ્રીટમેન્ટના ભાગરૂપે વાયેગ્રા આપવામાં આવે છે. આ દવાને એક પ્રકારનું સેક્સ ટોનિક કહી શકાય. વાયેગ્રા શિશ્નનું ઉત્થાન કરી શકતી નથી, પણ ઉત્થાન પામેલા શિશ્નને એની એ સ્થિતિમાં લાંબો સમય સુધી ટકાવી રાખે છે. તે ૨૫,૫૦ અને ૧૦૦ મિલિગ્રામના કદમાં ઉપલબ્ધ છે. યોેગ્ય પ્રિસ્ક્રિપ્શન હોય તો જ મેડિકલ સ્ટોર્સમાં ગ્રાહકને વાયેગ્રા પ્રાપ્ત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.