માર્ચમાં 4 રાશિ પર મહેરબાન રહેશે બુધ, સૂર્ય અને શુક્ર

Uncategorized

માર્ચના મહિનામાં અનેક મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. ગ્રહોનું રાશિ પરિવર્તનની અસરનો સીધો પ્રભાવ માનવીય જીવન પર પડે છે. માર્ચમાં બુધ, સૂર્ય અને શુક્રનું રાશિ પરિવર્તન કરશે. બુધ, સૂર્ય અને શુક્રના રાશિ પરિવર્તન કરવાથી કેટલીક રાશિનો ભાગ્યોદય થવો નક્કી છે. આ રાશિને માટે માર્ચનો મહિનો વરદાન સમાન સાબિત થશે. તો જાણો માર્ચમાં કઈ રાશિને ભાગ્યનો સાથ મળશે.

મિથુન રાશિ

આ રાશિના જાતકો માટે માર્ચ મહિનો સમૃદ્ધિ આપનારો સાબિત થશે. દામ્પત્ય જીવનમાં સારું સુખ મળશે. આ સમયે કાર્યક્ષેત્રમાં આગળ વધવાનો અવસર મળશે. આ ઉપરાંત જીવનસાથી સાથે પણ તમે સારો સમય વીતાવી શકશો. સંતાનપક્ષથી સુખદ સમાચાર મળી શકે છે. નોકરી અને વેપારમાં સતત તરક્કી જોવા મળી શકે છે. આ સિવાય અચાનક ધનલાભના સંકેત પણ મળી રહ્યા છે.

કર્ક રાશિ

આ સમયે એટલે કે માર્ચ મહિનામાં તમે તમારા અધિકારીઓ સાથે સારા સંબંધ બનાવી શકશો. કરિયરમાં નવા અવસર મળી શકે છે. જેને કારણે તમે તમારા સપના પૂરા કરી શકશો. જીવનસાથી સાથે તાલમેલ મિલાવી શકવાના કારણે તમે ખુશ રહેશો. પારિવારિક જીવન સુખમય બની રહેશે. આર્થિક સમૃદ્ધિમાં પણ વધારો થશે. નોકરી અને વ્યાપારમાં લાભ બનવાના યોગ પણ બની રહ્યા છે.

વૃશ્વિક રાશિ

માર્ચ મહિનામાં તમે તમારી કામની જગ્યાએ વાહવાહી મેળવી શકશો. જીવનસાથીનો ભરપૂર સહયોગ પણ તમને મળી શકે છે. આ સમયમાં તમને ધનલાભ થશે અને આર્થિક પક્ષ મજબૂત થશે. કાર્યોમાં અચાનક સફળતાના યોગ બની રહ્યા છે. નોકરી અને વેપારને માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. બુધ, સૂર્ય અને શુક્રના રાશિ પરિવર્તનથી ભરપૂર ખુશી બની રહેશે.

મીન રાશિ

માર્ચ મહિનામાં 3 ગ્રહોના કારણે આ સમયે ભાગ્યનો સાથ મળી રહેશે. તમામ સિતારા તમને સાથ આપશે. શિક્ષા ક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરી શકશો. જીવનસાથીની સાથે તમે મતભેદ કરવાનું ટાળો તે જરૂરી છે. તમારા માન સમ્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. જેનાથી તમારું સ્ટેટસ પણ વધશે.

Leave a Reply

Your email address will not be published.