સવાલ : હું જાણવા માગું છું કે, કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ વિના ફોર્સ્કિનને લુબ્રિકન્ટ કરવી શકય છે? મારા ફોર્સ્કિનની ટિપ પર પ્રિકમનું થિન લેયર હોવાથી ફોર્સ્કિનને પાછળ ખેંચી શકાતી નથી. મેં સોપ અને પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવાની કોશિશ કરી હતી, પરંતુ એનાથી ધાર્યું રિઝલ્ટ મળ્યું નથી. મારે શું કરવું જોઈએ?
ઉકેલ : પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કર્યા બાદ પણ જો તમારી સમસ્યાનો ઉકેલ ન મળી રહ્યો હોય તો, તમારે સર્કમ્સિઝન ઓપરેશન કરાવવાની જરૂર છે કે નહિ એ જાણવા માટે તમારા ડોકટરની સલાહ લો.
પ્રશ્ન : મને છેલ્લા કેટલાક સમયથી જાતજાતની સમસ્યા સતાવતી હતી એટલે ડોક્ટરની સલાહ પ્રમાણે હોર્મોન ટેસ્ટ કરાવ્યા હતા. રિપોર્ટ પ્રમાણે મારામાં સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનની ઊણપ છે. આનાથી કોઇ મોટી સમસ્યા થશે? શું હું સ્ત્રી જેવો થઇ જઇશ? એક યુવક (અમદાવાદ)
ઉત્તર : આજના આધુનિક સમયમાં જેટલી સુવિધાઓ વધી છે મનુષ્ય જીવન એટલુ જ તણાવગ્રસ્ત થતુ ગયું છે. જેની સીધી અસર સ્વાસ્થ પર જોવા મળે છે. ટેસ્ટોસ્ટેરોનને સેક્સ હોર્મોન પણ કહેવામાં આવે છે જે સેક્સ ડ્રાઇવ વધારવાનું કામ કરે છે. આની ઊણપથી તમે સ્ત્રી જેવા નહીં થઇ જાઓ પણ શારીરિક સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
આ હોર્મોનની ઊણપથી એવુ લાગે છે કે, બોડીમાં બિલકુલ એનર્જી નથી. ટેસ્ટોસ્ટેરોન ઓછા થવાથી ઉંઘ ઓછી થઇ જાય છે અને ઇન્સોમેનિયા અથવા રાત્રે બેચેનીનો અનુભવ થયા કરે છે.
ટેસ્ટોસ્ટેરોન સ્નાયુ બનાવવામાં પણ મદદ કરે છે. એવામાં તેની ઊણપને લીધે સ્નાયુઓમાં પણ નબળાઇ જેવા પરિવર્તન આવવા લાગે છે. આ માટે નિયમિત કસરત સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. સેક્સ હોર્મોનની ઊણપની અસર યાદશક્તિ પર પણ જોવા મળે છે. આવા પુરુષોમાં એકાગ્રતાની કમી જોવા મળે છે.
આ લક્ષણ ત્યારે જ જોવા મળે છે જ્યારે બોડીમાં ટેસ્ટોસ્ટેરોનની ઊણપ મોટા પ્રમાણમાં હોય. આવી પરિસ્થિતિમાં મેડિટેશન, કસરત અને મસાજ તમને ફાયદો આપે છે. શરીરમાં સેક્સ હોર્મોનનું પ્રમાણ ઘટવાથી કેલરીનું ચરબીમાં રુપાંતર થવા લાગે છે. મેદસ્વીતા પણ બોડીમાં ટેસ્ટોસ્ટેરોનની ઊણપને દર્શાવે છે. જોકે યોગ્ય તબીબી સારવાર લઇને આ સમસ્યાને દૂર કરી શકાય છે.