મારા યોગ ટ્રેનર જોડે મને એટલું બધું આકર્ષણ છે અને હું એના જોડ શારીરિક પણ થઇ છું પણ હવે એ મને

GUJARAT

પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું અને મારા બે વર્ષ પહેલાં જ લગ્ન થયા છે. અમારું માતા-પિતા બનવાનું હમણાં કોઇ જ પ્લાનિંગ નથી. મને અને મારા પતિને કોઇ પ્રોટેક્શન વાપરવાનું પસંદ નથી અને હું જાતીય સંબંધ બાંધ્યા પછી ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ લઇ લઉં છું. મને મારી બહેનપણીએ કહ્યું છે કે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વારંવાર લેવાથી શરીરને નુકસાન પહોંચે છે. શું આ વાત સાચી છે? મહિનામાં કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ કેટલીવાર લઇ શકાય? એક યુવતી (સુરત)

ઉત્તર : જો તમે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હો તો ગર્ભાધાન રોકતી ગોળીઓ આશીર્વાદરૂપ જ ગણાય પણ સમસ્યા ત્યારે ઊભી થાય જ્યારે ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સને સામાન્ય ગર્ભનિરોધક ગોળીઓની જેમ લેવું શરૂ થઇ જાય. તમારા કેસમાં આવું જ થઇ રહ્યું છે. ઇન્સ્ટન્ટ કોન્ટ્રાસેપ્ટિવ જેવી ગોળીઓ આવ્યા પછી મહિલાઓને ટેન્શન નથી રહેતું.

હવે પરિસ્થિતિ તેમના હાથમાં આવી ગઇ છે અને તે જ સ્થિતિ તેમને મુક્તિનો અહેસાસ કરાવે છે, ફ્રીડમ ફીલ કરાવે છે. મહિલાઓ માટે ગર્ભનિરોધક ગોળીઓ શોધાયા પછી જે નહોતું થઇ શક્યું એ કામ આ પિલ્સે કરી આપ્યું છે. આ પિલ્સમાં સ્ત્રીના હોર્મોન્સ એસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટેરોનના ઊંચા ડોઝ હોય છે જે સેક્સ પછી પણ ગર્ભધાન રોકી દે છે.

આ ઉપરાંત માઇફેપ્રિસ્ટોન નામની એન્ટિ હોર્મોન્સ દવા પણ ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ બનાવવામાં વપરાય છે. જો આ ગોળીઓ નિયમિત લેવામાં આવે તો કદાચ એની નકારાત્મક અસર થઇ શકે છે. આ ગોળી ઇમરજન્સીમાં જ લેવી જોઇએ. જો વારંવાર લેવામાં આવે તો એનાથી શરીરને નુકસાન પહોંચે છે.

પ્રશ્ન : હું 30 વર્ષની પરિણીત મહિલા છું. મારા લગ્નને સાત વર્ષ થઇ ગયા છે પણ હજી સંતાન નથી. મારા પતિ ટુરિંગ જોબમાં છે અને તેઓ મહિનામાં પંદર દિવસ બહારગામ હોય છે. મારી સમસ્યા એ છે કે હું મારા યોગ ટ્રેઇનર પ્રત્યે આકર્ષણ અનુભવું છું અને મને તેની સાથે સમય પસાર કરવો બહુ ગમે છે. અમે હજી લક્ષ્મણરેખા નથી ઓળંગી પણ અમે બંને સતત એકબીજાને મળવાનાં બહાનાં શોધતાં રહીએ છીએ. જોકે, હવે મને એ વાતનો ડર લાગી રહ્યો છે કે મારા પતિને અમારા સંબંધો પર શંકા થઈ તો હું શું કરીશ? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : તમારા લગ્નને સાત વર્ષ થઇ ગયા છે પણ હજી આ સ્થિતિ છે એ પરથી કહી શકાય છે આટલા સમય પછી પણ પતિ-પત્ની તરીકે તમારા સંબંધ હજી નક્કર નથી અને આ વાતનો સંતાન સાથે કોઇ સંબંધ નથી. હકીકતમાં સારા સંબંધોની એક ખાસિયત એ છે કે તમે જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે રિલેશનમાં હો ત્યારે બીજા કોઈ પ્રત્યે તમને આકર્ષણ નથી થતું. જોકે માનવમન થોડું અવળચંડુ છે. એવું નથી કે જીવનમાં લાઈફ પાર્ટનર સિવાય બીજા કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણનો અનુભવ થાય તો તમારા ચરિત્રમાં સમસ્યા છે. હકીકતમાં આકર્ષણ થવું એ કોઈ અજુગતી વાત નથી પણ મહત્ત્વનું એ છે કે તમે આ આકર્ષણને તમે કેવી લો છો.

કોઈના પ્રત્યે લાગણી થતી હોય તો તેને છૂપાવવી મુશ્કેલ છેએવું ના વિચારશો કે બીજા કોઈ પ્રત્યે આકર્ષણ હોવાનો અર્થ એ છે કે તમને હવે તમારા લાઈફ પાર્ટનરમાં રસ નથી રહ્યો. તમારે એ સમજવાની જરુર છે કે તમે તમારા યોગ ટ્રેઇનરની નજીક હો ત્યારે તમને એક અલગ જ અહેસાસ કેમ થાય છે? જ્યારે તમારા ઘરમાં બધું બરાબર ના હોય ત્યારે તેનો ફાયદો કોઈ બહારનો ના ઉઠાવી જાય તે પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે તમે તે વ્યક્તિમાં જે કંઈ પણ જોઈ રહ્યા છો તે તેના વ્યક્તિત્વની એક બાજુ છે, તેની બીજી બાજુ તો તમે હજુ જોઈ જ નથી.

તમે સાત-સાત વર્ષથી તમારા પતિ સાથે રહો છો એટલે તમે તમારા પતિના મૂડના અને સ્વભાવના દરેક પાસાથી માહિતગાર છો પણ તમે જે વ્યક્તિથી આકર્ષણ અનુભવો છો એનાં સંપૂર્ણ વ્યક્તિત્વથી માહિતગાર નથી. જો પતિ સાથેના તમારા સંબંધો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય અને તમારી વચ્ચે સંવાદની કમી હોય તો તમારે પહેલા તો તેને ઠીક કરવા જોઈએ, જેથી તમારે તે રિલેશનની બહાર બીજું કંઈ વિચારવાની જરૂરિયાત ઉભી ના થાય. આમ, દરેક પગલું માત્ર જોશથી નહીં પણ હોંશથી પણ ઉઠાવવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *