પ્રશ્ન : હું 25 વર્ષીય પરીણિતા છું. મારા ચાર મહિના પહેલાં જ લગ્ન થયાં છે. મારી ત્વચા બહુ જ પાતળી છે. મારી સમસ્યા એ છે કે મારા ચહેરા અને ગરદન પર વારંવાર લવ બાઇટના નિશાન થઇ જાય છે. આના કારણે મને બહુ શરમ આવે છે. આ લવ બાઇટ ઝડપથી દૂર કરવા માટે મારે શું કરવું જોઇએ? એક મહિલા (અમદાવાદ)
ઉત્તર : એક પેશનટ કિસ એ એક હૂંફાળા સેક્સની સારી શરૂઆત છે. ઉત્કટ સ્પર્શ અને ઘણી બધી કિસ એને હૂંફાળા પ્રેમ માટે ઉશ્કેરવાનો સારો વિચાર છે. જોકે ઘણી વખત કિસ કરતી વખતે વધારે પડતા ઉત્સાહને કારણે લવ બાઇટનું નિશાન પડી જતું હોય છે. પાતળી ત્વચાવાળી વ્યક્તિને લવ બાઇટની સમસ્યા બહુ સતાવતી હોય છે. હકીકતમાં નાજુક નસ પર વધારે દબાણ આવે તો ત્યાં થોડું લોહી ભેગું થઇ જાય છે.
દબાણને કારણે આ નસમાંથી લોહી લીક થવા લાગે છે અને ત્યાં નિશાન પડી જાય છે. આ નિશાનને લવ બાઇટ કહેવાય છે. આ નિશાન મોટાભાગે બે અઠવાડિયા જેટલો સમય રહે છે અને પછી આપોઆપ ઠીક થઇ જાય છે. જો તમે એને ઝડપથી ઠીક કરવા ઇચ્છતા હો તો કેટલાક ઉપાય અજમાવવા જોઇએ. જે જગ્યાએ લોહી જમા થયું હોય એ જગ્યા પર ગરમ પાણીમાં કપડું ભીંજવીને એનાથી એ જગ્યા પર શેક કરો.
આનાથી લવ બાઇટ ઝડપથી નોર્મલ થઇ જશે. આ ગરમ પાણીનો શેક લવ બાઇટના 12થી 24 કલાકમાં જ કરી લેવો જોઇએ. જો લવ બાઇટને 24 કલાક કરતા વધારે સમય થઇ ગયો હોય તો એના પર આઇસ પેકથી શેક કરવો જોઇએ.
આનાથી રક્તવાહિની સંકોચાશે અને આ લવ બાઇટ દૂર કરવામાં મદદ મળશે. લવ બાઇટનું નિશાન હોય એ જગ્યા પર મસાજ કરવાની ભૂલ ન કરવી જોઇએ. મસાજ કરવાથી લવ બાઇટનું નિશાન વધારે ડાર્ક થશે કારણ કે મસાજના દબાણથી રક્તવાહિનીઓને વધારે નુકસાન પહોંચે છે.
પ્રશ્ન: મને અઢાર વર્ષ થયાં છે. મારો શારીરિક વિકાસ જોઇએ એવો થયો નથી. ખાસ કરીને ઉરપ્રદેશનો વિકાસ બિલકુલ નથી થયો. મને અન્ય કોઇ પ્રકારની તકલીફ નથી. મેં માર્કેટમાં મળતા ઓઇલ્સથી મસાજ કરી જોયું, પણ કંઇ ફરક નથી. મને માસિકસ્રાવ નિયમિત આવે છે. મારા શરીરનો યોગ્ય વિકાસ ન થયો હોવાથી મારા લગ્નમાં તકલીફ પડશે? એક મહિલા (અમદાવાદ)
ઉત્તર : સુંદર અને સુડોળ સ્તનથી હોટ અને આકર્ષક લૂક મળી શકે છે. દરેક સ્ત્રી ઈચ્છે છે કે વક્ષસ્થળ આકર્ષક હોય પણ સરખી દરકાર ન કરવાને કારણે તેનો વિકાસ નથી થઇ શકતો તેમજ એની સુંદરતા પણ ખોવાઈ જાય છે.
માટે જ તમારા સ્તનની કાળજી એ તમારા રોજિંદી સ્વાસ્થ્ય પદ્ધતિનો એક ફરજિયાત હિસ્સો હોવો જોઈએ તમને માસિકસ્રાવ નિયમિત આવે છે એનો અર્થ એ કે તમારા હોર્મોન્સ સક્રિય છે. ઘણી યુવતીઓનો શારીરિક વિકાસ લગ્ન પછી પણ થતો હોય છે અને આ વિકાસમાં ઉરપ્રદેશનો પણ સમાવેશ થાય છે.
તમે માર્કેટમાં મળતા આવા વિકાસ માટેના ઓઇલ્સ કે ક્રીમથી મસાજ કરવાનો પ્રયત્ન કર્યો છતાં તેનાથી ફરક નથી પડ્યો, તો આવા ખોટા અખતરા કરવાની જરૂર નથી. લગ્ન બાદ શારીરિક વિકાસ આપોઆપ થશે અને એના કારણે તમારાં લગ્નમાં કોઇ પ્રકારની સમસ્યા થવાની કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તમારો આહાર પણ તમારા સ્તનના સ્વાસ્થ્ય પર અસર કરે છે માટે તમારા ખોરાકમાં ફાઈબર અને પ્રોટીનનો સમાવેશ કરો. ઓટ અને બ્રાઉન રાઈસનો તમારા આહારમાં સમાવેશ કરી શકો છો. કસરત પણ તમારા સ્તનને સુડોળ બનાવે છે. રોજે માત્ર 5 મિનીટ કસરત કરો જેમાં પ્રેશર અને પામ એક્સરસાઈઝનો સમાવેશ કરો.