મારા ટૂંક સમયમાં લગ્ન થવાના છે,પણ મારે પ્રેગ્નન્સી તરત નથી રાખવી તો અમને કોન્ડોમ સિવાય બીજા વિકલ્પ આપો…

GUJARAT

પ્રશ્ન : મારા લગ્નને એક વર્ષ થયું છે. હું મારા લગ્નજીવનમાં સુખી છું. થોડાક મહિનાઓ પહેલા મારી એક કોલેજની ખાસ ફ્રેન્ડ મારા ઘરે આવી હતી અને તે મારા પતિની પણ સારી મિત્ર બની ગઈ હતી. એકવાર તેણે નિર્દોષ ભાવે મારા કોલેજકાળ વખતનાં પ્રેમ પ્રકરણોનો ભાંડો મારા પતિ પાસે ફોડી દીધો હતો. એ સમયથી જ મારા અને મારા પતિના સંબંધોમાં થોડી સમસ્યા ઊભી થઇ છે. હવે મારે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમારી સ્થિતિ સમજી શકાય એવી હોય છે. મોટાભાગની યુવતીઓ પોતાની નજીકની મિત્ર સાથે પોતાની તમામ અંગત બાબતો શેયર કરતી હોય છે. હકીકતમાં આ મામલે સતર્કતા રાખવાની જરૂર હોય છે. મિત્ર ગમે તેટલી ખાસ કેમ ન હોય પણ કેટલીક વાતોની ચર્ચા ક્યારેય ન કરવી જોઇએ. ભૂલથી પણ ક્યારેય તમારા જાતીય જીવનની વિગતો એની સાથે ન ચર્ચો.

શક્ય છે કે ભવિષ્યમાં તે તમારી મિત્ર ન રહે. આ સંજોગોમાં એ તેની પાસે તમારી અંગત વાતોની માહિતી હોવાનો ગેરફાયદો ઉઠાવી શકે છે. યુવતીઓ પોતાની મિત્રને પોતાના બોયફ્રેન્ડ વિશેની તમામ માહિતી આપી દેતી હોય છે, જાતીય સંબંધોની વિગતો પણ. તેઓ આ વિગતો શેર કરતી વખતે સ્હેજ પણ વિચાર નથી કરતી કે જો બોયફ્રેન્ડ સાથે લગ્ન ન થયા તો તેની કેટલીક બદનામી થઇ શકે છે.

તમારી સાથે પણ આવું જ થયું. તમારી મિત્રએ નિર્દોષતાથી તમારા પ્રેમ પ્રકરણોની વિગતો તમારા પતિને કહી દીધી પણ આખરે સમસ્યા તમને જ થઇને. આ પરિસ્થિતિમાં અકળાઇ જવાના બદલે કળથી અને પ્રેમથી કામ લો. તમે તમારા પતિને સમજાવી શકો છો કે તમે આ સંબંધો માટે ગંભીર નહોતા. તમારે તમારા પ્રેમ અને કાળજીથી પતિનો વિશ્વાસ પરત જીતવાનો છે. હવે આ અનુભવ પરથી બોધપાઠ લઇને અંગત વાતની ચર્ચા ક્યારેય બીજી વ્યક્તિ સાથે ન કરતા

પ્રશ્ન : હું કોલેજમાં અભ્યાસ કરતી યુવતી છું. હું ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું. મારી રૂમ પાર્ટનર ઘણીવાર નિંદરમાં ઉત્તેજનાભર્યા અવાજો કરે છે અને રાત્રે એકાએક તે જાતીય રીતે ઉત્તેજિત થઈ જાય છે અને નવાઈની વાત એ છે કે તેને બીજા દિવસે કંઈ યાદ નથી હોતું. મને તેનું આ વર્તન બહુ વિચિત્ર લાગે છે. શું તેને કોઈ માનસિક બીમારી છે? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : તમને કદાચ થોડું સમજવામાં અટપટું લાગશે પણ સ્લીપ ઓર્ગેઝમ એક હકીકત છે. છોકરામાં આ સ્થિતિને સ્વપ્નદોષ કહેવામાં આવે છે, પરંતુ જ્યારે મહિલાઓને તેને અનુભવ થાય છે તો તેને સ્લીપ ઓર્ગેઝમ કહે છે.

સ્લીપ ઓર્ગેઝમ એક્ચ્યુઅલ ફિઝિકલ ઓર્ગેઝમ હોય છે. તમને જાણીને હેરાની થશે કે તેનો અનુભવ કરનારા મોટાભાગના લોકોને ઊંઘમાંથી જાગ્યા બાદ તે ઈરોટિક સપનું યાદ નથી હોતું. રિસર્ચ કરનારા લોકોએ જાણ્યું કે એવી મહિલાઓના શરીરમાં કેટલાક શારીરિક ફેરફાર પણ થયા હતા અને તેમના વજાઇનલ બ્લડ ફ્લોમાં પણ વધારો જોવા મળ્યો હતો.

સવાલ: હું 23 વર્ષની મહિલા છું અને મારા લગ્ન ટૂંક સમયમાં થવાના છે,મારે પેહલા 3 કે 4 વર્ષ પ્રેગ્નન્સી નથી રાખવી આની માટે મારા થનારા પતિ પણ કહે છે કે આપણેં પેહલા આપણી શારીરિક લાઈફ મન ભરીને એન્જોય કરીયે અને પછી જ સંતાન નું પ્લાંનિંગ કરીશુ. તો આની માટે અમે શું કરીયે…
એક યુવતી નડિયાદ

જવાબ: જો તમને હું સૌથી પેહલા આવનારા સમય માટે અભિનંદન પાઠવું છું, ઉપરાંત તમે અને તમારા પતિએ જે નિર્ણય લીધો એ પણ સરાહનીય છે કેમકે આ જમાનામાં લાઈફ પ્લાંનિંગ વગર શક્ય નથી, બીજું હાલ માર્કેટમાં સૌથી સારો વિકલ્પ જે હાજર છે એ છે કોપર ટી, કેમ કે આ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે બીજુ આના માટે તમે બેવ જઈને નજીકના સારા ગાયનેકોલોજિસ્ટ ને પણ મળી શકો છો

Leave a Reply

Your email address will not be published.