હું મારાથી છ વર્ષ નાના છોકરાના પ્રેમમાં છું શું કરું?

Uncategorized

પ્રશ્ન : નમસ્તે સર, અમારા ઘર ઉપર ભાડે રહેતા એક છોકરા સાથે મને લાગણીનો સંબંધ બંધાઈ ગયો છે. વાત જાણે એવી બની હતી કે તે અમારા શહેરમાં ભણવા આવ્યો છે. તે જમવા પણ અમારા ઘરે આવે છે. આમ વારંવાર અમારે મળવાનું થતું રહે છે. વારંવાર મળતા હોવાથી તેની સાથે મિત્રતા બંધાઇ ગઇ હતી. ઘણીવાર તેને પૈસાની જરૂર હોય તો હું મારા પિતાને કહીને તેને મદદ પણ કરતી હતી. તે હંમેશાં મને કહેતો કે તે મારી સાથે જેટલી વાત કરે છે, મને જેટલી અંગતો વાતો જણાવે છે તેટલી વાત તેણે કોઇને નથી જણાવી.

હું છાને ખૂણે તેને પ્રેમ કરવા લાગી હતી. હું તેના કરતાં ઉંમરમાં છ વર્ષ મોટી હતી, તેથી મેં કદી તેને જણાવ્યું નહોતું કે હું તેને પ્રેમ કરું છું, પરંતુ એક દિવસ તેણે મને સામેથી જ પૂછયું હતું કે હું તેને કેમ આટલી મદદ કરું છું. જે દિવસે તેણે મને સામેથી પૂછ્યું કે હું કેમ તેનું આટલું ધ્યાન રાખું છું? તે દિવસે મેં તેને મારા મનની વાત જણાવી દીધી અને કહ્યું હું તેને મનોમન પ્રેમ કરું છું.

પણ હું તેને આ વાત નહોતી જણાવતી, કારણ કે અમારી કાસ્ટ અલગ હતી, તેના કહેવા પ્રમાણે તેમના ઘરના રૂઢિચુસ્ત હોવાને કારણે હું તેને આ વાત નહોતી જણાવતી, હું તેના કરતાં ઉંમરમાં પણ મોટી હતી. ત્યારબાદ અમે ઘણી વાર ફિઝિકલી ક્લોઝ આવ્યાં હતાં. હા, સેક્સ નહોતું કર્યું પણ તે સિવાય બધું જ કરી લીધું છે. તેનું ભણવાનું પૂરું થયું એટલે તે તેના ગામ જતો રહ્યો. હવે તે મને એમ કહી રહ્યો છે કે હું તેને ભૂલી જાઉં.

તેના પરિવારના લોકો આ સંબંધ નહીં સ્વીકારે અને પરિવારને દુઃખી કરીને તે કોઇ જ પગલું ભરવા નથી માંગતો. અહીં એક વાત જણાવું કે તેણે મને કદી આઇ લવ યુ કે એવું કશું જ નથી કહ્યું. બસ, મેં જ સામેથી મારા પ્રેમનો એકરાર કર્યો હતો. એ પછી અમે વધારે વાતો કરવા લાગ્યાં હતાં અને ધીમે ધીમે શારીરિક નિકટતા વધી ગઇ હતી. બાકી તેણે મને આઈ લવ યુ જ નહોતું કહ્યું એટલે લગ્નના કોલ આપવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી.

જ્યારે તે અભ્યાસ પુરો કરીને જતો હતો ત્યારે મેં તેને કહ્યું હતું કે મારે તારી સાથે જ લગ્ન કરવાં છે, એટલે તું તારાં માતાપિતાને આ વાત કરજે. હવે મારે આ વિશે શું કરવું જોઇએ?

જવાબ : પહેલી વાત તો તમારી વાત ઉપરથી નથી લાગતું તે છોકરાએ કદી તમને પ્રેમ કર્યો હોય. માટે અમારી સલાહ એ જ રહેશે કે તમે આ સંબંધને ભૂલી જાવ. જો તેણે તમારી સાથે લગ્ન કરવાં હોત તો તે કોઇ રસ્તો ચોક્કસ કાઢત, પણ તેણે એવું કાંઇ કર્યું નથી. તેથી તમે પણ સમજી જાવ અને તેને ભૂલી જાવ

પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૨૨ વર્ષ છે. મને વજાઇનાના ભાગમાં એક ફોલ્લી થઇ છે તે દુખે છે અને તકલીફ આપે છે. આ માટે કોઇ સારી દવા બતાવશો. મને ઘરમાં કોઇને કહેતાં શરમ આવે છે. શું કરવું?

જવાબ : આ રીતે ચેક કર્યાં વગર કોઇપણ દવા જણાવવી બિલકુલ યોગ્ય ન ગણાય. વળી વજાઈના એ ખૂબ જ સેન્સીટિવ ભાગ હોય છે. તેથી મેડિકલ ચેક-અપ વગર ડોક્ટરને પૂછયા વગર વજાઈના પર કોઇ દવા કે ક્રીમ લગાવવાથી ઇન્ફેક્શનની તકલીફ પણ ઊભી થવાની શક્યતા છે. માટે કોઇ સારાં ગાયનેક ડોક્ટરને બતાવી દો. ઘરમાં તમે બીજા કોઇને નહીં પણ તમારી માતાને તો આ વિશે જણાવી જ શકો છો.

Leave a Reply

Your email address will not be published.