પ્રશ્ન : હું 24 વર્ષીય યુવતી છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તનની સાઇઝ મને નાની લાગે છે અને મને ડર છે કે આના કારણે મારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી થશે. મારા સ્તન સુડોળ અને આકર્ષક લાગે છે એ માટે કોઇ ઘરગથ્થુ ઉપાય હોય તો જણાવવા વિનંતી. એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : સ્ત્રીઓનાં સૌંદર્યનું એક મહત્ત્વનું પરિબળ સ્તનસૌંદર્ય છે. દરેક યુવતીની ઇચ્છા હોય છે કે તેનાં સ્તન સુડોળ અને સ્વસ્થ હોય. કેટલાક કારણોસર ઘણી યુવતીઓનાં સ્તનનો આકાર ખૂબ નાનો હોય છે. સ્તનનું કદ મોટાભાગે આનુવંશિક હોય છે અને કોઇ કોસ્મેટિક સર્જરી વગર એમાં મોટો ફેરફાર કરવાનું શક્ય નથી. જોકે એવા કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે જેને અમલમાં મૂકવાથી સ્તનસૌંદર્યમાં ચોક્કસ વધારો કરી શકાય છે.
ઓલિવ ઓઇલથી સ્તન પર દિવસમાં બે વાર માલિશ કરવાથી એ વિકસિત થવા માંડે છે. રોજ 3-4 કળી લસણ ખાવાથી બ્રેસ્ટનું ઢીલાપણું દૂર થાય છે અને તે દૃઢ બને છે. વડનાં ઝાડની લટકતી ડાળીને સૂકવીને અને પછી પાણી સાથે વાટીને એનો બ્રેસ્ટ પર લેપ કરવાથી સ્તન પુષ્ટ અને કડક થઈ જાય છે.
દાડમની છાલ વાટીને સ્તન પર સતત સાત દિવસ સુધી સૂતાં પહેલાં લગાવવાથી ઢીલાં સ્તનની સમસ્યા દૂર થાય છે. આ સિવાય સ્તન પર નિયમિત રીતે ગરમ અને ઠંડાં પાણીનો શેક કરવાથી પણ સારું પરિણામ મળે છે.
કસરત પણ સ્તનને સુડોળ બનાવે છે. આ માટે રોજ માત્ર 5 મિનિટ કસરત કરો. આ કસરતમાં પ્રેશર અને પામ એક્સરસાઈઝનો સમાવેશ કરવો જોઇએ. તમારી બ્રાની ખરી સાઈઝ પણ સ્તનનાં સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
તમારા કપ સાઈઝને ફિટ થતી બ્રા પહેરો. તમારી બ્રાના સ્ટ્રેપ્સ પણ વ્યસ્થિત અને આરામદાયક હોવા જોઈએ. આહાર પણ તમારા સ્તનનાં સ્વાસ્થ્ય પર અસર કરે છે અને એ માટે ખોરાકમાં ફાઈબર અને પ્રોટીનનો સમાવેશ કરો. ઓટ અને બ્રાઉન રાઈસનો પણ આહારમાં સમાવેશ કરી શકો છો. આનાથી પણ ફાયદો થશે.
પ્રશ્ન : શું એ વાત સાચી છે કે ઊભા રહીને જાતીય સંબંધ બાંધવાથી ગર્ભ રહેતો નથી? એક યુવક (વલસાડ)
ઉત્તર : આ એક ખોટી માન્યતા છે. શુક્રાણુઓ અને સ્ત્રી બીજનાં મિલનથી જ ગર્ભધારણ થાય છે, પછી જાતીય સંબંધ કોઈપણ રીતે બંધાયો હોય. આ રીતે એક વાત સાબિત થાય છે કે જાતીય ક્રિયાનો સીધો સંબંધ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ સાથે જોડાયેલો છે. ગર્ભ રહેવાનું વિજ્ઞાન સ્ત્રીના અંડકોષનાં આયુષ્ય અને પુરુષનાં શુક્રાણુઓ સાથે જોડાયેલું છે.