પ્રશ્ન : મારા લગ્ન ટૂંક સમયમાં લગ્ન નક્કી થયા છે. મારા લવમેરેજ છે અને પરિવારજનો પણ આ લગ્ન માટે તૈયાર છે. મારો બોયફ્રેન્ડ મારી જ્ઞાતિનો નથી. હું લગ્ન પછી મારા સાસરિયાંમાં સારી રીતે સેટ થવા ઇચ્છું છું. ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા પછી સાસરિયાંનું દિલ જીતવા માટે મારે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : ભારતીય લગ્ન બે પરિવાર વચ્ચે સંબંધ બાંધે છે. જો આ લગ્ન ઇન્ટરકાસ્ટ હોય તો થોડુંક વધારે સમાધાન કરવું પડે છે પણ જો દિલથી પ્રયાસ કરવામાં આવે તો તમે દૂધમાં સાકર ભળે એવી રીતે સહેલાઇથી સાસરિયામાં સેટ થઇ શકો છો. દરેક પરિવારના પોતાના અલગ રીત-રિવાજ હોય છે. એને માન આપવાથી સંબંધોને સારા બનાવી શકો છે.
ઘણા લોકો લગ્ન પછી નવાં ઘરમાં જઇને એ પરિવારના રિવાજ અપનાવવામાં સંકોચ અનુભવે છે, ક્યારેક નારાજગી વ્યક્ત કરે છે. એ યાદ રાખો કે આ સામાન્ય પ્રક્રિયા છે, જે દરેક ઘરની અલગ અલગ હોય છે. તે શીખવાથી નવો અનુભવ મળશે. દરેક પરિવારની ખાવા-પીવાની રીત અલગ હોય છે. સાસરિયાની ખાવા-પીવાની અથવા બીજી કોઇ રીત અંગે અગવડ અનુભવાય તો એ યાદ રાખો કે સાથે બેસીને જમવાનું ઘણી વાર બનશે.
એવામાં ટીકા કરવાથી કે મોં મચકોડવાથી સંબંધો વણસી શકે છે. સાથે બેસીને જમવાથી પ્રેમ વધે છે, તેથી સમજદારી દાખવો. આ સિવાય કોઇ પરિવાર મોડર્ન પોશાકને અપનાવે છે, તો ક્યાંક વડીલોની મર્યાદા જાળવવાની હોય છે. શરૂઆતના તબક્કામાં તમે થોડો સમય પરિવારના રિવાજોને સમજવામાં પસાર કરો. જો તમને કોઇ નિયમ અયોગ્ય લાગે તો પણ માન-મર્યાદા જાળવીને અને તમારી વાત સારી રીતે વ્યક્ત કરી તેમની સલાહ અનુસાર પરિવર્તન લાવો.
સવાલ- મારા નજીકના એક સગાની દીકરી અમારા શહેરમા એકલી રૂમ રાખીને રહે છે હું ત્યાં આવતો જતો હોય તો અમારે સારી દોસ્તી થઈ ગઈ, જેના લીધે અમે એકબીજાને બધી વાત કહેવા લાગ્યા થોડા સમય પહેલા અમે વાત વાતમાં અલગ લાઇન ઉપર જતા (તમે સમજી શકો) અને આખી રાત આજ વાત કરી પછી આ વાતને હકીકત કરવા માટે અમે મળ્યા ત્યારે અમે આખી રાત રંગીન કરી પણ હવે મને ડર લાગે છે કે શું આ વાત મારા ઘરના લોકોને ખબર પડી જશે તો ?? એક યુવક
જવાબ- જો જે થયું તે તમારા બેવની સમજૂતિ થી થયું તો તમારા બેવમાંથી કોઈ કહેશે નહિ તો આ વાત કોણ બહાર પાડશે ?? ખોટી ચિંતા કરો માં અને તમે તમારા લાઇફ જીવો અને શાંતિથી રહો