મારા પિરિયડ અને લગ્નની તારીખ બેવ એકસાથે આવવાના છે તો હું શું કરું….

GUJARAT

સમસ્યા: મારી ઉંમર 23 વર્ષની છે અને મારી ભાવિ પત્નીની ઉંમર 21 વર્ષની છે. લગ્નને હજી એકાદ વર્ષની વાર છે. મારી પહેલી મૂઝંવણ એ છે કે પહેલાં અમે ગાલે ને હોઠે ચુંબન કરતા હતા, પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું સ્તન પર ચુંબન કરુ છું. આનાથી અમને કોઇ પ્રોબ્લેમ નથી થતો, પણ અમે ચિંતીત છીએ કે આમ કરવાથી ભવિષ્યમાં અમારા બાળકોને કે અમને કોઇ પ્રોબ્લેમ તો નહીં થાય ને? મારી બીજી મૂંઝવણ છે કે અમે અત્યાર સુધી સેક્સ નથી માણ્યું અને હું રોજ નિયમિત વ્યાયામ કરું છું. તો શું વ્યાયામની સાથે સેક્સ માણવાથી મારી બોડી ઉપર કોઇ આડઅસર થઈ શકે? તો કૃપા કરી યોગ્ય સલાહ આપવા વિનંતી.

ઉકેલ: નવપરિણીતો અને જેના ટૂંક સમયમાં લગ્ન થવાના છે તેવા યુવક-યુવતિઓએ પણ આજના ઈન્ટરનેટ યુગમાં જાતીય શિક્ષણ વૈજ્ઞાનિક સાહિત્યમાંથી કે ક્વોલિફાઇડ સેક્સોલોજિસ્ટ પાસેથી મેળવવું આવશ્યક છે. કેટલીવાર જાતીય અજ્ઞાનને કારણે પતિ-પત્ની એકબીજા સાથે કોઇ ચોક્કસ ર્સ્પશ, ચુંબન કરવા માંગતા હોવા છતાં તેમ કરવામાં ગભરાટ, શરમ-સંકોચ અનુભવતા હોય છે. જેમ કે, ઇન્દ્રિયને સ્પર્શ શકાય? સ્તન પર ચુંબન કરી શકાય અથવા ચુંબન કરવાથી ગર્ભ રહેશે? વગેરે સાહજિક અને સામાન્ય ગણાતી ક્રિયાઓ પણ અજ્ઞાનને કારણે કરતાં ડરતા હોય છે અથવા શરમ અનુભવતા હોય છે.

નવપરિણીતોને મારી સલાહ છે કે તેઓ એકબીજા સાથે પોતાની જાતીય ઇચ્છાઓ, કલ્પનાઓ, ટેવ-કુટેવ વગેરેની મુક્ત મને ચર્ચા કરે. પાર્ટનરના કયા અંગ જોવાથી કે સ્પર્શ કરવાથી કોમોત્તેજના અનુભવાય છે અને કેવી ચેષ્ટા કરે તો ઉત્તેજના અવુભવાય છે તેવી નિખાલસ ચર્ચાની આદત લગ્નજીવનની શરૂઆતથી પાડો એ ભવિષ્યના જાતીય જીવન માટે ઇચ્છનીય છે. બાકી શરીરના કોઇ પણ ભાગ ઉપર સ્પર્શ કરવાથી, ચુંબન કરવાથી આપને આપના પાર્ટનરને કે આવનાર બાળકને, આજે કે ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહીં થાય.

વ્યાયામ શરીર માટે ખૂબ જ જરૂરી છે પછી તે બાળક હોય, જુવાન હોય, આઘેડ ઉંમરે પહોંચતી વ્યક્તિ હોય અથવા વૃદ્ધ માણસ હોય. વ્યાયામથી શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રહે છે અને જે આખા શરીર માટે સારું તે સેક્સ માટે પણ હિતકારી જ છે. જો તમે દરરોજ બે કિલોમિટર ચાલશો તો તમને ભવિષ્યમાં નપુંસકતા આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેઓ આળસુ વ્યક્તિ કરતા વધુ વખત, વધુ સારી રીતે જાતીય જીવન માણી શકતા હોય છે અને તેમના સાથીને પણ મોટે ભાગે પૂરતો જાતીય સંતોષ આપી શકતા હોય છે.

પ્રશ્ન : પીરિયડ્સ અને લગ્નની તારીખ એકસાથે આવે છે. હું શું કરું? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : કોઇપણ યુવતી માટે લગ્નનો દિવસ બહુ ખાસ હોય છે. જો આ દિવસની સાથે કોઈ પણ છોકરી માટે લગ્નનો દિવસ ખૂબ જ વિશેષ હોય છે અને કોઈ પણ કારણોસર તે તે ખાસ દિવસ બગાડવા માંગતી નથી.પીરિયડ્સ કોઈ પણ સ્ત્રીનાં શરીરમાં થતી કુદરતી પ્રક્રિયા છે અને દર મહિને છોકરીઓને આ દિવસોમાંથી પસાર થવું પડે છે. જો તમારી પીરિયડની તારીખ અને લગ્નની તારીખ એકસરખી છે, તો થોડા દિવસ પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ. ડોકટરની દવા સાથે તમે પીરિયડ્સની તારીખ ચારથી પાંચ દિવસ સુધી લંબાવી શકો છો પરંતુ કોઈ નિર્ણય લેતા પહેલાં ડોક્ટર સાથે વાત કરો. જો દવા લીધા પછી પણ જો લગ્નના દિવસે અચાનક જ પીરિયડ શરૂ થઇ જાય તો સમસ્યા ઉભી થઇ શકે છે. આ કારણોસર સેનિટરી પેડ્સ અથવા માસિક કપ તમારી સાથે રાખો જેથી તેનો સમયસર ઉપયોગ થઈ શકે

Leave a Reply

Your email address will not be published.