મારા પતિનું લિંગ લાબું નથી,પણ અમે સમાગમ કરીયે ત્યારે મને પેટમાં દુખાવો થાય છે,શું કારણ હોઈ શકે

GUJARAT

પ્રશ્ન : હું 30 વર્ષની મહિલા છું. મારે ત્રણ વર્ષની દીકરી છે. મારી તકલીફ એ છે કે ડિલિવરી પછીનું મારું વજન ઘટ્યું જ નથી. પ્રેગ્નન્સીમાં મારું વજન 18 કિલો જેટલું વધી ગયું હતું.

હું થોડું વધારે કેલરીવાળું ભોજન કરું કે તરત વજન વધી જાય છે. મારી અને મારા પતિની ઉંમર સાવ સરખી છે. તેમની લાઇફસ્ટાઇલ અત્યંત ખરાબ છે. મારા કરતાં તે વધુ અનહેલ્ધી ખોરાક ખાય છે, છતાં તેમના શરીરમાં પચી જાય છે, મારા માટે શું કરું? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : દરેક વ્યક્તિનું શારીરિક બંધારણ અલગ અલગ હોય છે. સ્ત્રી અને પુરુષનું મેટાબોલિઝમ અલગ જ હોય છે કારણ કે પુરુષનાં શરીરમાં ચરબી કરતા સ્નાયુઓ વધારે હોય છે. સ્ત્રીનું શરીર જીવન દરમિયાન અનેક શારીરિક પરિવર્તન સામનો કરે છે. સ્ત્રીનાં શરીરમાં જેટલી હોર્મોનલ ઊથલપાથલ થાય છે એટલી પુરુષોમાં થતી નથી.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ તો સમજાશે કે કેમ સ્ત્રીનું શરીર જલદી વધે છે. જો તમને લાગતું હોય કે તમારું મેટાબોલિઝમ મજબૂત નથી તો લાઇફસ્ટાઇલ સુધારવાથી, એક્સરસાઇઝ કરવાથી, પોષણક્ષમ ખોરાક ખાવાથી કે સમય પર સુવાથી એને મજબૂત બનાવી શકાય છે. તમે બેલેન્સ્ડ ડાયટ લો. નિયમિત દરરોજ અડધો કલાક એક્સરસાઇઝ કરો.

એનર્જી વધારો અને ખુશ રહેતા શીખો. તમારા શરીર પર બદલાવ દેખાવા લાગશે. શરીરમાં સ્નાયુઓ મજબૂત હોય અને ફેટની ટકાવારી ઓછી હોય તો વજન થોડું વધારે હોય તો એ ચિંતાનો વિષય નથી.

સવાલ : હું ૨૭ વર્ષની મહિલા છું અને બે વર્ષ પહેલાં મારી જ ઉંમરનાં એક પુરુષ સાથે મેં મેરેજ કર્યા હતા. તેઓ ફુલ્લી ઈરેક્ટ હોય ત્યારે એવી સ્થિતિમાં તેમનું પેનિસ ચાર કે સાડાચાર ઈંચથી વધારે લાંબું હોતું નથી. આમ છતાં જ્યારે પણ અમે સેક્સ કરીએ છીએ ત્યારે મને મારા સ્ટમકમાં દુઃખાવો થાય છે. એનું કારણ શું હોય શકે?

ઉકેલ : તમારા દુખાવાનું કારણ જાણવા માટે તમારે કોઈ ગાયનેકોલોજિસ્ટને મળવું જોઈએ. ઈન્ટરકોર્સની જુદી-જુદી પોઝિશન્સ વિશે જાણકારી મેળવવા માટે ઈન્ટરનેટ પર સર્ચ કરો. તમે વુમન ઓન ટોપ પોઝિશન ટ્રાય કરી શકો છો અને ત્યારે નોટ કરો કે, તમને દુખાવો થાય છે કે નહીં. તમને સેટિસ્ફાય કરવા માટે પેનિસની સાઈઝ પૂરતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *