મારા પતિનો સાથ માણ્યા બાદ મારે એમના પાર્ટને હાથથી ખુબજ હલાવવું પડે છે બાકી મારા પતિ નારાઝ થઇ જાય છે,હું શું કરું

GUJARAT

પ્રશ્ન : મને છેલ્લા કેટલાક સમયથી વારંવાર કોરી ખાંસી આવે છે. રાત્રે આ સૂકી ખાંસીનું પ્રમાણે વધી જાય છે. આનું શું કારણ હશે? આ ખાંસી મટાડવાનો કોઇ ઘરગથ્થુ ઉપાય છે? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : ઘણી વાર મોસમ બદલાય ત્યારે કેટલાક લોકોને થોડી થોડી વારે ખાંસી આવ્યા કરે છે. આમાં ગળામાં કફ જેવું નથી હોતું, માત્ર કોરી ખાંસી જ આવે છે અને તે થોડા થોડા સમયે આવ્યા કરવાથી કંટાળી જવાય છે. વાસ્તવમાં, આ સૂકી ખાંસીની સમસ્યા છે. આવી સૂકી ખાંસી કોઇ પ્રકારની એલર્જી કે એસિડિટીને કારણે પણ થઇ શકે છે. તે થવાેનું કોઇ ચોક્કસ કારણ નથી હોતું.

રાત્રેે સૂકી ખાંસીનું પ્રમાણ વધી જાય છે. ઘણા સમયથી બ્લડ પ્રેશરની દવા લેવી, એસિડિટી, ઇન્ફેક્શન કે અસ્થમા, ફેફસાં સંબંધિત તકલીફ વગેરેને કારણે સતત ખાંસી આવી શકે છે. કેટલીક વાર કફવાળી ખાંસી થાય છે, પણ તે મટાડવા માટે એન્ટિબાયોટિકનો ઉપયોગ પણ કફને સૂકવી નાખે છે, જેથી અટકી-અટકીને ખાંસી આવે છે. જો આવું કોઇ કારણ હોય તો તેની સારવાર કરાવો.

આહારમાં દહીં, મઠ્ઠો, ભાત, મરીમસાલાયુક્ત ખાદ્યપદાર્થો, તળેલા ખાદ્યપદાર્થો, કોરું અને વાસી ભોજન, ઠંડું પાણી, કોલ્ડ ડ્રિંક્સ, આઇસક્રીમ વગેરેનું સેવન ન કરો. આના દેશી ઉપાય માટે મૂલેઠી, તુલસી, લવિંગ અને મરીને અડધા કે એક ગ્રામ લઇ એક ગ્લાસ પાણીમાં નાખી અડધો ગ્લાસ પાણી રહે ત્યાં સુધી ઉકાળો. આને દિવસમાં બે-ત્રણ વાર પીઓ. આમ છતાં ફેર ન પડે તો ડોક્ટરની સલાહ લો.

પ્રશ્ન: મારા પતિને એક વાર સાથ માણ્યા પછી વારંવાર માસ્ટરબેશન કરવા જોઇએ છે. જો એમ ન કરું તો એમને સંતોષ નથી થતો અને એ મારા પર નારાજ થઇ જાય છે કે હું એમને પૂરતો સાથ નથી આપતી. મને માસ્ટરબેશન કરવાનું વધારે પસંદ નથી. મારે એમને કેવી રીતે સમજાવવા? એક મહિલા (અમરેલી)

ઉત્તર : ઘણી વાર પુરુષોને માસ્ટરબેશનની આદત યુવાનીમાં જ પડી ગઇ હોય છે અને એ જ કારણસર ભલે તેઓ સાથ માણે છતાં તેમને માસ્ટરબેશન કર્યા વિના સંતુષ્ટિ થતી નથી. માસ્ટરબેશનની આદત હોય તો તેનાથી કંઇ નુકસાન થતું નથી. માત્ર એક પ્રકારનો સંતોષ વ્યક્તિ અનુભવે છે. તમારા પતિને સાથ માણ્યા બાદ માસ્ટરબેશન કરવા જોઇતું હોય તો એના માટે આટલી ચિંતા કરવાની જરૂર નથી.

તમને ન ગમતું હોય એ વાત જુદી છે, પણ જ્યારે પતિ તમને સંતોષ આપતા હોય ત્યારે પતિને પણ તેમની રીતે સંતોષ પ્રાપ્ત થાય એ જોવાની તમારી પણ ફરજ છે. આથી એમને સાથ માણ્યા બાદ જો માસ્ટરબેશન કરવાથી સંતોષ મળતો હોય તો તેમ કરવામાં તમારે આનાકાની ન કરતાં તેમને સાથ આપવો જોઇએ. જો તમને આ પસંદ ન હોય તો આ મામલે પતિ સાથે સ્પષ્ટ ચર્ચા કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *