મારા પતિને મોટાભાગે નાઇટશિફ્ટ જ હોઈ છે, તો મને એક યુવક ગમવા લાગ્યો છે તો શું હું એના જોડ….

GUJARAT

પ્રશ્ન : મારી દીકરી 18 વર્ષની છે. અત્યાર સુધી તે બહુ ડાહી અને સમજદાર હતી પણ હવે તેનો સ્વભાવ ધીરે ધીરે બદલાવા લાગ્યો છે. તેને વધારેને વધારે ઘરની બહાર રહેવું ગમવા લાગ્યું છે. તે હવે ઘરકામમાં મદદ કરવાનું ટાળે છે અને તે ઘરકામને નકામું કામ ગણે છે અને દરેક વાતમાં પોતાનું ધાર્યુ કરાવે છે. મને ઓફિસના કામ માટે રાત્રે મોડું થાય છે તો તેને કેમ રાત્રે બહાર જવાની પરવાનગી નથી એવી પાયા વગરની દલીલ કરે છે. આ છોકરીને કેમ સમજાવવી એની ખબર નથી પડતી. મારે શું કરવું જોઇએ? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : તમારી દીકરી તેનાં જીવનના અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઇ રહી છે. આ સંજોગોમાં તમારી જવાબદારી થોડી વધી જાય છે. તમે ભલે તમારી દીકરી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખ્યો હોય પણ સંતાનોને માતા-પિતાની પણ જરૂર છે જ. કાચી માટી જેવાં સંતાનને ઘડાનું સ્વરૂપ આપવા માટે જરૂર પડ્યે ટપારવાનું કામ પણ માતા-પિતા બનીને કરવાનું છે.

સંતાન સાથેના સંબંધમાં સંતુલન જાળવવાનું મહત્ત્વનું છે. દીકરી હોય કે દીકરો, બન્નેને તેમની જવાબદારીઓનું ભાન કરાવવું બહુ જરૂરી છે. સંતાનને આઝાદી આપવાની સાથે સાથે એ વાતનો અહેસાસ કરાવવો જરૂરી છે કે આઝાદી પોતાની સાથે જવાબદારી પણ લાવે છે. સ્વતંત્રતા આપવાની સાથે જો તમે સંતાનોને જવાબદાર ન બનાવો તો ઘણી બધી માનસિક અને વર્તણૂકની તકલીફો થવાની જ. માતા-પિતાની જવાબદારી ત્યારે જ સાર્થક થાય જ્યારે તમે પેરન્ટ્સ તરીકે તેમના માટે શું કરો છો અને કેમ કરો છો એનું મહત્ત્વ પણ સમજાવી શકો.

સવાલ: હું 38 વર્ષની મહિલા છું અને મારા પતિ મોટાભાગના નાઈટશિફ્ટમાં જ કામ કરતા હોઈ છે અને મને રાત્રે તેમની એકલતા સાલે છે તો હું શું કરું, મારા જ ઘરમાં આવતો એક યુવક મને ગમવા લાગ્યો છે પણ મારા સંતાનોના લીધે હવે રિલેશન રાખતા મને બીક લાગે છે એથી હું રિલેશનમાં પાછી પાડું છુ, હું શું કરું મને જણાવો
એક મહિલા [ સુરત ]

જવાબ: 38 વર્ષની ઉંમરે તમે નવું લફરું કરવા માંગો છો ?? કે જયારે તમારી એક ઉંમર સંતાનોના કોલેજ ભવિષ્યની છે તો એને સાચવો,બની શકે તો પોતાના પતિને કહીને નાઈટ શીફ્ટની જગ્યાએ દિવસની શિફ્ટ કરાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *