મારા પતિને મારી સાથે પ્રેમ કરવામાં નહીં પણ માત્ર જાતીય સંબંધ બાંધવામાં જ રસ છે

GUJARAT

પ્રશ્ન : મારી ઉંમર 28 વર્ષ છે. છેલ્લા બે સમયથી મને ગર્ભ રહે છે પરંતુ ટકતો નથી. પહેલીવાર તો લગભગ જાણબહાર જ ગર્ભપાત થઇ ગયો અને બીજી વખત મેં ડોક્ટરની સલાહ પ્રમાણે જ બધું કર્યું હતું પણ આમ છતાં હું મારા બાળકને બચાવી શકી નહોતી. આટલી કેસ હિસ્ટ્રી પછી હાલમાં મેં ડોક્ટરી તપાસ કરાવી ત્યારે અમુક ટેસ્ટ કરાવ્યા પછી સમજાયું કે મને ક્રોમોઝોમલ પ્રોબ્લેમ્સને કારણે એટલે કે જિનેટિક ડિફેક્ટને કારણે મિસકેરેજ થયેલું. મને સમજવું છે કે જીવનમાં હું ફરી વાર મા બની શકીશ કે નહીં? એક મહિલા (વડોદરા)

ઉત્તર : જ્યારે ગર્ભપાત થાય છે ત્યારે એ જાણવું જરૂરી છે કે આ ગર્ભપાત પાછળનું શું કારણ છે. આ કારણ જાણ્યા પછી જ એનો ઉપાય શક્ય છે. જ્યારે તમારું પહેલું ગર્ભપાત થયું હતું ત્યારે તમારે આ કરવાની જરૂર હતી. છતાં પણ સારી બાબત એ છે કે હવે તમને ખબર પડી ગઇ છે કે આ સમસ્યાનું મૂળ શું છે. ક્રોમોઝોમલ ડિફેક્ટને જિનેટિક ડિફેક્ટ પણ કહે છે, જે મોટા ભાગે પરિવારમાં જ લગ્ન કર્યા હોય એ વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. આમાં પ્રેગ્નન્સીના પહેલા ૩ મહિનામાં જ ગર્ભપાત થવાની શક્યતા રહેલી હોય છે.

આ સમસ્યા તે વ્યક્તિને થાય છે જેના પરિવારમાં આ સમસ્યા પહેલેથી જ હોય અથવા જે સ્ત્રી 35 વર્ષથી વધુ ઉંમરે પ્રેગ્નન્ટ બની હોય. જ્યારે સ્ત્રીને ગર્ભપાત થાય ત્યારે અમુક પ્રકારના ટેસ્ટ વડે તે જાણી શકાય છે કે તેના ગર્ભપાત પાછળ આ ક્રોમોઝોમલ ડિફેક્ટ કારણભૂત છે કે નહીં. સ્ત્રીનાં શરીરમાં X ક્રોમોઝોમ્સ રહેલા હોય છે અને પુરુષના શરીરમાં X અને Y ક્રોમોઝોમ્સ રહેલા હોય છે. આ ક્રોમોઝોમ્સની સંખ્યા શરીરમાં 46 જેટલી હોય છે. સ્ત્રીનો અંડકોષ 23 X-ક્રોમોઝોમ્સનું બનેલું હોય છે અને પુરુષના શુક્રાણુ 23 X અથવા 23 Y ક્રોમોઝોમ્સ ધરાવે છે.

આ બન્ને મળે ત્યારે તે એગ 46 ક્રોમોઝોમ્સ ધરાવતું બને છે અને ધીમે-ધીમે તેમાંથી જીવ આકાર લે છે. હવે જ્યારે આ એગમાં આ ક્રોમોઝોમ્સની સંખ્યા 46ની બદલે 45 કે 47 એમ ઓછી કે વધુ થઈ જાય ત્યારે કુદરત તેને સ્વીકારતી નથી અને એનો થોડી વૃદ્ધિ બાદ નાશ કરે છે. આખી પ્રોસેસને ક્રોમોઝોમલ ડિફેક્ટને કારણે થયેલ ગર્ભપાત કહે છે. તમારે ભવિષ્યમાં બાળક માટે જિનેટિક કાઉન્સેલિંગ માટે જવું જરૂરી છે. એ રિપોર્ટ જોયા વગર કંઈ કહી શકાય નહીં. કાઉન્સેલર તમારા રિપોર્ટના આધારે તમને જે સૂચવે એ તમારે નક્કી કરવું.

પ્રશ્ન : મારાં લગ્નને પાંચ વર્ષ થઇ ગયાં છે. અમારા લગ્નના પહેલા બે વર્ષ તો બહુ સારી રીતે પસાર થયા પણ છેલ્લા કેટલાક સમયથી મને લાગે છે મારા પતિને મારી સાથે પ્રેમ કરવામાં નહીં પણ માત્ર જાતીય સંબંધ બાંધવામાં જ રસ છે. તેઓ ફટાફટ જાતીય સંબંધ બાંધીને પોતાની દુનિયામાં ખોવાઇ જાય છે. તેમના આવા વર્તનને કારણે મને બહુ હતાશા અનુભવાય છે. શું તેમને કોઇ બીજી યુવતીમાં રસ હશે? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : જાતીય સંબંધ માત્ર શારીરિક નહીં પણ માનસિક લાગણી પણ છે. તમને જે સમસ્યા છે એ ઘણી મહિલાઓને હોય છે. જ્યારે પતિ કે પત્ની ફોરપ્લે અને આફ્ટરપ્લેને મહત્ત્વ આપ્યા વગર માત્ર જાતીય સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરે ત્યારે આવી સ્થિતિ ઉભી થાય છે. ઘણીવાર ઇન્ટરકોર્સ પછી તરત કપલ પોતપોતાની દુનિયામાં ખોવાઇ જાય છે.

જાતીય જીવનની સંપૂર્ણ મજા ત્યારે જ માણી શકાય છે જ્યાર એક-એક ક્ષણની મજા માણવામાં આવે. જો તમને પણ આવી આદત હોય તો આજે જ બદલી નાખો કારણ કે એનાથી સંબંધોમાં અંતર આવી શકે છે. જાતીય જીવન માણ્યા પછી એકબીજા સાથે રહેવાથી સંબંધ વધારે સુદૃઢ બને છે. સેક્સ કર્યા પછી ક્યારેક થાક પણ અનુભવાય છે. આ થાકને દૂર કરવા માટે પણ આફટર પ્લે જરૂરી છે. પ્રેમભર્યા શબ્દો અને સ્પર્શથી કાનમાં કહેવાતા પ્રેમના બે બોલ થાકને ઉતારીને કપલને તરોતાજા કરી દે છે.

આ રીતે આફ્ટર પ્લે સ્ત્રીને સેક્સ બાદનું રિલેક્સેશન આપે છે અને તે માનસિક, શારીરિક અને દૃષ્ટિએ જરૂરી છે. જેવી રીતે ફોર પ્લે સેક્સની ઘડીઓને વધુ રોમાંચિત બનાવે છે તેવી જ રીતે આફટર પ્લે સેક્સ પછીની પળોને ખાસ યાદગાર બનાવીને સંબંધોને મજબૂત બનાવે છે. જો તમને આ મુદ્દે સમસ્યા હોય તો તમારા પતિ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરો. જો તમે માનસિક રીતે હતાશ હશો તો તમને પતિને અફેર હશે એવી આધાર વગરની શંકા સતાવતી રહેશે. જો તમારી આ શંકાનો કોઇ નક્કર આધાર ન હોય તો તમારા મનને સમજાવો અને સમસ્યાના સાચા ઉકેલની દિશામાં કામ કરો.

Leave a Reply

Your email address will not be published.