મારા પતિને ઘણી વખત મારા પીરિ-યડ્સમાં જાતીય જીવન માણવાની ઇચ્છા થાય છે પણ મને એમ લાગે છે કે આમ કરવાથી અપશુકન થશે.

about

પ્રશ્ન : હું 35 વર્ષીય મહિલા છું. મારા પતિ એડવર્ટાઇઝિંગ એજન્સી સાથે સંકળાયેલા ફોટોગ્રાફર છે. તેમને અનેક મોડલ્સના વારંવાર કોલ આવતા હોય છે. આના કારણે મને વારંવાર તેમની ગેરહાજરીમાં તેમનો ફોન ચેક કરવાની આદત પડી ગઇ છે. મને ખબર છે કે મારી આ કુટેવ યોગ્ય નથી પણ હું આ છોડી નથી શકતી. શું મારું આ વર્તન યોગ્ય છે? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : પતિ-પત્નીના સંબંધો સંપૂર્ણપણે પ્રેમ – વિશ્વાસ અને સમજદારી પર આધારિત હોય છે. તે જ કારણ છે કે જ્યારે આ બંધન નબળું પડી જાય છે તો અનેક પ્રયત્નો પછી પણ તેને પહેલાની માફક મજબૂત બનાવી શકાતો નથી. પરિણીત જીવનમાં પ્રેમ જરૂરી છે, પરંતુ સંબંધને સ્ટ્રોંગ અને સફળ બનાવવા માટે પતિ અને પત્નીનો એકબીજા પ્રત્યે ઇમાનદાર રહેવું ખૂબ જરૂરી છે.

તમને જ્યારે તમારા લગ્નજીવનમાં ઇનસિક્યોરિટી ફિલ થતી હોય ત્યારે તમને તમારા પાર્ટનરની પ્રાઇવસીનું ઉલ્લંધન કરવામાં પણ સંકોચ નથી થતો. તમારી વાત કરીએ તો પાર્ટનરની અનુમતિ વગર તેનો ફોન ચેક કરવો તે તેમની પ્રાઇવસીનો ભંગ છે અને સારી વાત તો એ છે કે તમને અહેસાસ છે કે તમારું આ વર્તન યોગ્ય નથી. જો તમારો તમારા સંબંધ પરથી વિશ્વાસ ઓછો થઇ ગયો હોય,

તો તમારા પતિ પર ફરી વિશ્વાસ કરવા માટે તેનો ફોન ચેક કરવો ખોટું નથી. આમ કરવાથી તમારા રિલેશનમાં વિશ્વાસ અને સુરક્ષાની ફરી સ્થાપના થાય છે. જોકે, આ વાત આદત બની જાય તો એ ખોટું છે. જ્યારે સંબંધો સરખી રીતે ચાલી રહ્યાં હોય ત્યારે જો તમે તમારા સાથીનો ફોન સંતાઇને ચેક કરો તો આવનારા સમયમાં તમને ખરાબ પરિણામ જોવા મળશે. જ્યારે તમારા પતિને ખબર પડશે કે તમને તેના પર ભરોસો નથી તો તેમને દુઃખ થશે અને તેની તમારા સંબંધ પર નકારાત્મક અસર થશે. સંબંધમાં પ્રેમથી વધુ વિશ્વાસ હોવો જોઇએ.

જો તમે તમારા સાથીનો ફોન વાંરવાર ચેક કરશો તો તેમના મનમાં શંકા પેદા થશે. જો તમારે તમારા પાર્ટનરનો ફોન ચેક કરવો હોય તો તમે તેને પૂછીને ચેક કરી શકો છો.

પ્રશ્ન : હું 27 વર્ષની યુવતી છું. મારા હમણાં બે વર્ષ પહેલાં જ લગ્ન થયા છે. મારા પિયરમાં ધાર્મિક વાતાવરણ હતું જ્યારે મારા સાસરિયાં ફોરવર્ડ છે. આ વાતની અસર મારા અને મારા પતિની વિચારસરણીમાં જોવા મળે છે. આમ તો હું બધી રીતે સાસરે સેટ થઇ ગયું છું પણ અંગત જીવનમાં થોડી સમસ્યા છે. મારા પતિને ઘણી વખત મારા પીરિયડ્સમાં જાતીય જીવન માણવાની ઇચ્છા થાય છે પણ મને એમ લાગે છે કે આમ કરવાથી અપશુકન થશે. આના કારણે અમારી વચ્ચે ઘણી વખત તકરાર થાય છે. મારે શું કરવું જોઇએ? એક યુવતી (સુરત)

ઉત્તર : મનમાંથી જુનવાણી વાતો કાઢવી એ જ તમારી સમસ્યાનો ઇલાજ છે. ચુસ્ત ધાર્મિક પરિવારોમાં હજી પણ પીરિયડ્સ માટે નકારાત્મક વિચારો છે અને એને અપશુકન તરીકે જોવામાં આવે છે. હકીકતમાં પીરિયડ્સ ખરાબ નથી.

પીરિયડ્સ દરમિયાન જાતીય જીવન માણવામાં કંઇ ખરાબ નથી. માત્ર પુરુષોને જ નહીં પણ પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને પણ સેક્સની ઇચ્છા થવી સ્વાભાવિક છે. એ સમયે શરીરમાં હોર્મોન્સ ચરમસીમા પર હોય છે જેને લીધે સેક્સની ઇચ્છા થાય છે.

જોકે એ સમયે જાતીય જીવન માણતી વખતે હાઇજિનનું ધ્યાન રાખવામાં આવ્યું હોય એ આવશ્યક છે. આ સમય દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરીને જાતીય સંબંધ બાંધવાથી સમસ્યા નથી સર્જાતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *