પ્રશ્ન : હું 28 વર્ષનો યુવક છું. મારી હમણાં જ સગાઇ થઇ છે. મારી ફિયાન્સે બહુ શરમાળ છે અને તે પોતાનાં દિલની વાતને શબ્દોમાં રજૂ નથી કરી શકતી. તેના મનમાં શું છે એ કઇ રીતે જાણી શકાય? એક યુવક (અમદાવાદ)
ઉત્તર : દિલની વાત વ્યક્ત કરવા માટે શબ્દો જ ઉત્તમ વિકલ્પ છે પણ ઘણી વખત કોઇ યુવતી શબ્દોમાં પોતાની વાત રજૂ ન કરી શકતી હોય તો એની બોડી લેંગ્વેજ પર ધ્યાન આપવાથી તેના દિલની વાત જાણી શકાય છે.
હવે જ્યારે તમારી સગાઇ થઇ ગઇ છે ત્યારે તમે એ જાણવા ઇચ્છો કે તમારી ફિયાન્સે તમને પ્રેમ કરે છે કે નહીં? જો તમારે આ જાણવું હોય તો તેની વાત કરવાની શૈલી પર ધ્યાન કેન્દ્રિત કરો. જો એ તમારી આંખો સાથે આંખો મેળવીને વાત કરે એનો અર્થ એવો થાય છે કે એ તમને પ્રેમ કરે છે અને તેને તમારા પર ભરોસો છે. આ બાબત તેના આત્મવિશ્વાસનો પુરાવો પણ છે, પરંતુ જો તે પુરુષ સાથે વાત કરતી વખતે વારંવાર નજર ઢાળી દે એનો મતલબ એ થાય કે તે સંબંધિત પુરુષ પ્રત્યે આકર્ષાઈ છે.
જો યુવતી વારંવાર તમારામાં ખામી શોધે અને તેના વિશે જ વાત કરતી રહે તો ચેતી જાઓ. આવા સંબંધોમાં ઝડપથી તિરાડ પડવાની શક્યતા રહે છે. આવી સ્ત્રી તમારી ખામી શોધીને તમને ઉતારી પાડવા માગે છે. આ સિવાય કોઇ યુવતી જો બન્ને હાથ કમર પર રાખીને વાત કરે તો માની લેવું કે તે તમારી ઉપર અધિકાર જમાવવાનો કે તમને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહી છે.
તેનો એક હાથ કમર પર હોય એનો મતલબ એ કે તે તમને પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જો તે હાથ બાંધીને ઊભી હોય તો સમજી જાઓ કે તેને તમારામાં રસ નથી.
સમસ્યા : મારી ઉંમર ઓગણચાલીસ વર્ષની છે. મારી જાતીય જિંદગી ખૂબ જ સારી કહી શકાય તેમ છે. પરંતુ મને છેલ્લા એક મહિનાથી ડાયાબિટીસનું નિદાન થયેલ છે. મને ખબર છે ડાયાબિટીસના દર્દીઓને નપુંસકતા આવતી હોય છે. મારે માત્ર એ જાણવું છે કે મારું જાતીય જીવન ના બગડે એ માટે શી કાળજી લેવી જોઇએ?
ઉકેલ : ઇન્દ્રિયમાં નપુંસકતા આવવા માટે ડાયાબિટીસ એક ખૂબ જ મોટું કારણ છે. ડાયાબિટીસ નહીં ધરાવનાર પુરુષોની સરખામણીએ જોઇએ તો ડાયાબિટીસ ધરાવનાર પુરુષોને નપુંસકતા આવવાની શક્યતા ત્રણ ગણી વધુ રહેલી છે. સેક્સમાં સમસ્યાનો અનુભવ માત્ર પુરુષોને જ થાય તે સત્ય નથી. ડાયાબિટીસને કારણે મહિલાઓના જાતીય જીવનમાં પણ તકલીફ ઉદ્્ભવી શકે છે. આનો મતલબ એ થયો કે ડાયાબિટીસને જો કાબૂમાં રાખવામાં આવે તો સેક્સમાં તકલીફ થવાની શક્યતા પચાસ ટકા કરતાં પણ ઓછી થઇ જાય છે.
હવે ડાયાબિટીસને કાબૂમાં કેવી રીતે રાખવો? ડાયાબિટીસને કાબૂમાં રાખવો કોઇ અશક્ય વસ્તુ નથી. તેને મિત્ર તરીકે રાખવો કે દુશ્મનની જેમ રાખવો એ તમારા હાથમાં છે. સૌ પ્રથમ તો નિયમિત દવા લો. ખાવામાં ચરી પાળો અને નિયમિત એક પણ દિવસ પાડ્યા વગર દરરોજ પિસ્તાળીસ મિનિટ ચાલવાનું રાખો. જો આ ત્રણેય વસ્તુ નિયમિત કરશો તો ડાયાબિટીસ તમારા શરીરમાં મિત્રની જેમ રહેશે અને ત્રણમાંથી એક પણ વસ્તુની આળસ કરી તો તે તમારો દુશ્મન બનશે અને આખા શરીરને નુકસાન કરશે. આંખો, કિડની, લિવર, ઇન્દ્રિય જેવાં તમામ શરીરનાં અંગ ઉપર અનકન્ટ્રોલ ડાયાબિટીસના કારણે નુકસાન થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીઓનું જાતીય જીવન પહેલાં જેવું જ રહે તે માટે નીચે મુજબ કાળજી લેવી જોઇએ. * ડાયાબિટીસને કાબૂમાં રાખો. તેનાથી નપુંસકતા આવી જ જશે તે વાતનો ડર મનમાંથી દૂર કરી નાખો. * સેકસ-લાઇફને બીબાંઢાળ, રુટિન ન બનવા દેશો. યોગ્ય આહાર, વ્યાયામ ને ચાલવા ઉપર ધ્યાન આપો. * એકાદ-બે વાર જાતીય જીવનમાં ફેલ થાવ તો ચિંતા ના કરશો. જો ખરેખર પ્રોબ્લેમ ઊભો થાય તો સેક્સોલોજીસ્ટને મળવામાં સંકોચ ના રાખશો. * શિશ્નની ચોખ્ખાઇ મહત્ત્વની છે, કેમ કે ડાયાબિટીસમાં ચેપ ઝડપથી લાગી શકે છે. ડાયાબિટીસ અને હૃદયરોગ ધરાવનાર માટે હમણાં એક નવી દવા બજારમાં આવી છે. તેનું નામ છે. પી.ડી.ઇ-5 (PDE-5) છે. આ એક પાઉચમાં પાઉડર સ્વરૂપે આવે છે. તે સવારે ભૂખ્યા પેટે અડધો ગ્લાસ પાણીમાં એક પેકેટ નાખીને લેવાની હોય છે. આના કારણે ઇન્દ્રિયમાં, હૃદયમાં અને મગજમાં લોહી લાવતી નળીમાં બ્લોકેજ થતાં અટકે છે કે જેથી ભવિષ્યમાં નપુંસકતા આવવાની, બાયપાસ કરવાની શક્યતા ઓછી થઈ જાય છે. હૃદયમાં સ્ટેન્ટ મુકાવેલ અને ભૂતકાળમાં બાયપાસ ઓપરેશન કરાવેલી વ્યક્તિઓએ પણ દરરોજ લેવી જોઇએ કે જેથી ભવિષ્યમાં આમ ફરી થવાની શક્યતા ખૂબ જ ઓછી થાય છે. આ PDE-5 પેકેટ થોડાં મોંઘાં જરૂર છે, પણ ફાયદો ખૂબ જ છે. આની કોઇ જ આડઅસર નથી.