મારા પતિને અમુક ફિક્સ પોઝિશનમાં જ સબંધ રાખવાનો ગમે છે,હું બીજી કહું તો માનતા નથી હું તેમને કેમનો સમજાવું

GUJARAT

પ્રશ્ન : મારી સમસ્યા એ છે કે મને જીવનમાં રોજિંદી ઘટમાળ કરતા કંઇક અલગ કરતી વખતે કે પછી જીવનમાં કોઇ અગત્યનો નિર્ણય લેતી વખતે બહુ ડર લાગે છે. આના કારણે ઘણી સારી તકો મારા હાથમાંથી સરકી ગઇ છે. આ સમસ્યાને દૂર કરવા માટે મારે શું કરવું જોઇએ? એક યુવક (સુરત)

ઉત્તર : ડરની લાગણીથી બચવાનો સૌથી સારો રસ્તો છે એની અવગણના કરવાનો. ડરને મહત્ત્વ આપવાને બદલે તેનો ઉલ્લેખ કરવાનું પણ છોડી દઇએ તો તે આપણાથી દૂર રહે છે. આ એક પાસું છે. કોઇ પ્રકારના ખચકાટ કે સંકોચને આપણે આપણો ડર કહીએ છીએ. ડરને દૂર કરવા માટે તેનો સામનો કરવો પણ એક ઉપાય હોઇ શકે છે.

હંમેશાં ડરનો સામેનો કરીને આગળ વધવાનું વલણ અપનાવાથી સમસ્યાનો ઉકેલ શોધી શકાય છે. ડરને એક વખત દૂર ખસેડી દીધા પછી તે તમારો પીછો નથી કરતો. જો ડર કોઇ હારને કારણે લાગતો હોય તો એવું માની લો કે અન્ય અનેક કિસ્સામાં પણ તે આપણી હારનું કારણ બની શકે છે. ડર જેવી એક બોરિંગ અને નબળી લાગણીને મનમાં લઇને ચાલવાથી રસ્તો ઊલટાનો લાંબો લાગશે અને નિષ્ફળતા મળે એવું પણ બની શકે છે. તેને પાછળ છોડી દો.

પ્રશ્ન : મારા પતિને મારી સાથે અમુક ચોક્કસ રીતે અને તેઓ ઇચ્છે ત્યારે જ સંબંધ માણવાનો આગ્રહ રાખે છે. મને એ રીતે નથી ફાવતું અને કોઇ વાર હું ના કહું અથવા મારી ઇચ્છા વ્યક્ત કરું તો એ માનતા નથી. મારે આ રીતે એમની સાથે કેમ જીવવું? હું શું કરું? એક મહિલા (વડોદરા)

ઉત્તર : તમારા પતિની એ બાબત કે તેઓ ઇચ્છે તે રીતે અને તે સમયે તમારે એમને સાથ આપવો જ એ યોગ્ય નથી. તમને ક્યારેક ન ફાવે અથવા તમે તમારી ઇચ્છા વ્યક્ત કરો તો તમારી વાત પણ એમણે સ્વીકારવી જોઇએ. તમને એ પ્રશ્ન સતાવે છે કે આ રીતે એમની સાથે કેવી રીતે જીવવું તો એ માટે તમારે થોડી સમજદારી દાખવવાની જરૂર છે.

પતિ જ્યારે સારા મૂડમાં હોય ત્યારે તમે એમને આ અંગે પ્રેમથી વાત કરો અને જણાવો કે તમારી પણ ઇચ્છા-અનિચ્છા હોય છે. તમને પણ કેટલીક બાબતોમાં નથી ફાવતું. તેમણે એ ધ્યાન રાખવું જોઇએ કે તમે એમનાં પત્ની છો અને તમારી ઇચ્છાનું માન પણ રાખવું જોઇએ. તમે એમને પ્રેમથી સમજાવશો તો એ જરૂર પોતાનો ખોટો આગ્રહ છોડી દેશે.

Leave a Reply

Your email address will not be published.