મારા પતિંને એક અફેર છે તો હું શું કરું ??? તેમને મારુ લગ્નજીવન બગાડ્યું ….

GUJARAT

પ્રશ્ન : મારાં લગ્નને 6 મહિના થયાં છે. મારી પત્ની આકર્ષક અને સરળ સ્વભાવની છે. મારા પરિવારમાં તે સારી રીતે સેટ પણ થઇ ગઈ છે. મારી સમસ્યા એ છે કે અમારાં લગ્નને 6 મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં અમે જાતીય જીવન નથી માણી શક્યા. મારી પત્નીને જાતીય જીવન માણવામાં બિલકુલ રસ નથી અને એ મને હંમેશાં ટાળતી રહે છે. શું તે મને પસંદ નહીં કરતી હોય? હું બહુ કન્ફ્યુઝ છું. મારી આ સમસ્યાનો ઉકેલ શું છે? એક યુવક (વાપી)

ઉત્તર : એક જમાનો હતો જ્યારે લગ્ન પછી પણ છોકરા-છોકરીઓ એકબીજાને સ્પર્શ કરતા ડરતાં હતાં. લગ્નના શરૂઆતના દિવસોમાં જાતીય સંબંધ દરમિયાન એક ગભરાટ કે ધ્રુજારી રહેતી હતી. હવે એવો જમાનો નથી પણ આમ છતાં તમારી પત્ની જાતીય સંબંધ બાંધવામાં રસ ન દર્શાવતી હોય તો એની પાછળ કોઇ ચોક્કસ કારણ હશે. હકીકતમાં લગ્ન પછીના શરૂઆતના મહિનાઓમાં જાતીય સંબંધ બાંધ‌વાની દૃષ્ટિએ કપલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ હોય છે. શરૂઆતમાં એક એક્સાઈટમેન્ટ હોય છે જે ધીમે ધીમે ઓછું થતું જાય છે.

જોકે લગ્નના છ મહિના તો દંપતી માટે ગોલ્ડન સમય ગણાય છે જો આ દિવસોમાં જ પત્ની તમારાથી દૂર રહેતી હોય તો એની પાછળ ચોક્કસ કારણ હોઇ શકે છે. સૌથી પહેલાં તો તમારી પત્ની સાથે સારી રીતે વાત કરીને એના દિલની વાત સમજવાનો પ્રયાસ કરો. તમારી પત્નીના વલણ પાછળ કોઈ માનસિક કે શારીરિક કારણ હોઇ શકે છે. કપલ વચ્ચે કમ્યુનિકેશન ન હોય, ડિપ્રેશન હોય, બાળપણમાં જાતીય સતામણી થઈ હોય અને એક પક્ષથી આકર્ષણ જ ન હોય તો લગ્નજીવનમાં આ સમસ્યા ઊભી થાય છે. આ બાબતે સ્પષ્ટ વાતચીત કરીને વચ્ચેનો રસ્તો કાઢો. એક વાત સમજી લો કે જાતીય જીવન એ લગ્નજીવનનું એન્જિન સમાન છે જેની હંમેશાં તમારે કાળજી કરવી પડશે.

પ્રશ્ન : મારા પતિ ઘણા સમયથી એક યુવતી સાથે સંબંધ ધરાવે છે. પહેલાં તો તેઓ આ સંબંધ વિશે રદિયો જ આપતા હતા, પણ હવે તેમણે સ્વીકાર્યું છે કે તેમની વચ્ચે મૈત્રી છે. આવી રીતે તેમણે મારું જીવન કેમ ખરાબ કર્યું? મારે એમને શું કહેવંુ? એક યુવતી, અમદાવાદ

ઉત્તર : તમારા પતિને અન્ય યુવતી સાથે સંબંધ હતો તે વાતને તેમણે પહેલાં ન સ્વીકારી અને હવે સ્વીકારી તે દર્શાવે છે કે તેમણે જાણીજોઇને તમારાથી આ વાત છુપાવી હતી. હવે લગ્ન પછી તેમણે મૈત્રી હોવાનું સ્વીકારવાથી તમારે એ અંગે તો કંઇ કહેવાનું રહેતું નથી. હા, તમે એમની સાથે એ સ્પષ્ટતા કરી શકો કે જો માત્ર મૈત્રી જ હોય તો કોઇ પ્રકારનો વાંધો લેવાની જરૂર નથી, પણ જો એ બંને વચ્ચે મૈત્રીથી વિશેષ સંબંધ હોય તો પછી તેનો ઉકેલ લાવવો જરૂરી છે. એ માટે પતિ પાસેથી બધી વાત જાણી અને જરૂર લાગે તો વડીલોને વાત કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.