મારા પતિને અફેર એક છોકરી જોડ છે,જેના લીધે હું સમજાવી સમજાવીને થાકી ગઈ છું…

GUJARAT

પ્રશ્ન: હું ૪૦ વર્ષની પરિણીતા છું. સંયુક્ત પરિવારમાં રહું છું. દેરાણી નોકરી કરે છે. લગ્નને ૨ વર્ષ થવા આવ્યાં છે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી. ઘરનો બધો આધાર અમો પતિપત્ની પર છે. આમ છતાં સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા. પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો. કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે. પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા. વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે. હું શું કરું?
એક સ્ત્રી (જસદણ)

ઉત્તર : તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ. લાગે છે કે કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે. હજુ પણ કંઈ નથી બગડયું. તમે મોટાં છો, તેને કહી શકો છો.

જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો. આથી તમને કામમાં ઘણી રાહત મળશે. પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો, નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.

પ્રશ્ન: હું ૪૨ વર્ષની મહિલા છું. બે યુવાન દીકરીઓ છે. શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું, પરંતુ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે. શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી કે કદાચ તે જાતે જ સુધરી જશે, પરંતુ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા. લડીઝઘડીને પણ જોઈ લીધું, પણ કોઈ અસર નથી થઈ. શું કરું, જેથી તે વ્યભિચાર છોડી દે ?
એક સ્ત્રી (રાજકોટ)

ઉત્તર: તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો. તો પછી એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો? ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને? જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત, તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત. હજુ પણ કશું નથી બગડયું. તેમની સાથે ઝઘડો નહીં, તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે. આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય. જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *