મારા પતિના ફોનમાં કોઈ અન્ય યુવતીના કિસિંગ કરતા ફોટોગ્રાફ છે,હું એમને તો પણ છૂટાછેડા આપવા નથી માંગતી,

GUJARAT

પ્રશ્ન : હું 42 વર્ષનો પુરુષ છું. મને આમ તો કોઇ સમસ્યા નથી પણ રાત્રે વિઝનમાં બહુ તકલીફ પડે છે. છેલ્લાં 12 વર્ષથી ચશ્માં પહેરું છું. રાત્રે જેમ-જેમ અંધારું છવાતું જાય એમ એમ મારું વિઝન ઘટતું જાય છે. મારું બ્લડપ્રેશર અને બ્લડસુગર બંને નોર્મલ છે. મારી આ સમસ્યા પાછળ શું કારણ હશે? એક પુરુષ (રાજકોટ)

ઉત્તર : તમે જે લક્ષણો વર્ણવ્યાં છે એ પરથી ચોક્કસ નિદાન થઈ શકે એમ નથી. છતાં બે શક્યતાઓ છે. એક છે નાઇટ વિઝન એટલે કે રતાંધળાપણું ને બીજી છે રેટિનાઇટિસ પિગ્મેન્ટોઝાની તકલીફ. આ એક જિનેટિક પ્રોબ્લેમ છે ને એમાં આંખના પડદાને જ નુકસાન થાય છે ને ધીમે-ધીમે દૃષ્ટિ ઘટતી જાય છે.

તમને અત્યારે માત્ર રાતે જ જોવામાં તકલીફ પડે છે એટલે શક્યતા છે કે રતાંધળાપણાને કારણે જ એમ હોય. જો બોડીમાં વિટામિન એની કમીને કારણે આ હશે તો વિટામિન્સ સપ્લિમેન્ટ્સ લેવાથી ઘણો જ ફાયદો થશે. તમે ઝડપથી આંખના નિષ્ણાત ડોક્ટર પાસે સંપૂર્ણ આઇ ચેક-અપ કરાવી લો. યોગ્ય સારવાર તકલીફ વધતી અટકાવી શકે છે.

સવાલ: હું 36 વર્ષની છું અને વ્યવસાયે હું શિક્ષિકા છું, હાલમાં સારો એવો મારો પગાર છે અને મારા પતિ પણ જોબ કરે છે, મારા પતિ એમના ફોનમાં સિક્ર્યુરીટી લોક રાખે છે,હું એમને ના નથી પાડતી પણ મને હમણાં એમનો ફોન ઓપન હતો તો મેં એમના ફોનમાં એક છોકરી જોડે એમના કિસિંગ કરતા ફોટોગ્રાફ જોવા મળ્યા,પણ હું એમના જોડ આ ઉંમરે છુટાછેડા નથી લેવા માંગતી, હું શું કરૂ,
એક મહિલા

જવાબ: જો તમે એમના જોડ છૂટાછેડા લેવા નથી માંગતા એ ખુબજ સારી વાત છે આના માટે હું તમને અભિનંદન આપું છું, પણ તમેં ખુલ્લા મને તમારા પતિને આ વિષે જણાવો,અને તમે બેવ સારી જોબ કરો છો,સમજુ ઘરના છો તો બેવ એકબીજા જોડ વસ્ત કરીને આ વસ્તુનો યોગ્ય નિવેડો લાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *