મારા પતિના અવસાન બાદ તેમના એક મિત્રએ મને પ્રપોઝ કર્યું હું શું કરું તમે મને કહો

GUJARAT

પ્રશ્ન : મારા હાલમાં જ લગ્ન થયાં છે. લગ્ન પહેલાં હું બહુ પાતળી હતી પણ છેલ્લા કેટલાક સમયથી મારું વજન વધી રહ્યું છે. મારી ફ્રેન્ડે મને કહ્યું છે કે જો જાતીય જીવન વધારે સક્રિય હોય તો વજન વધે છે. શું ખરેખર એવું છે? શું જાતીય જીવન વધારે સક્રિય હોય તો મહિલાઓનું વજન વધી શકે છે? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : સ્ત્રીઓના વજન અને જાતીય જીવન વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. હકીકત એ છે કે મોટાભાગની મહિલાઓ લગ્ન બાદ શરીરની જાળવણી પ્રત્યે બેદરકાર બની જાય છે જેની સીધી અસર તેમના વજન પર પડે છે. એક સંશોધન પરથી તો સાબિત થયેલ છે કે અડધો કલાકના જોશથી ભરેલ જાતીય જીવન દ્વારા સરેરાશ એક્સો પચાસથી બસો પચાસ કેલરી ઘટાડી શકાય છે.

જાતીય ક્રિયાઓ એ શ્રેષ્ઠ કસરત છે તે અંગે કોઇ બેમત નથી. ભલે તમે એરોબિક કસરત ન કરતા હો તેમ છતાં સક્રિય જાતીય જીવન તમારા હૃદયને સક્ષમ બનાવે છે. સુખી જાતીય જીવન માણનાર લોકો હતાશા અને તણાવનો ભોગ નથી બનતા અને હતાશાનો ભોગ નહીં બનેલા લોકોનો ખોરાક પણ પ્રમાણમાં સામાન્ય હોય છે. મોટાભાગે લોકો એકલા પડે ત્યારે ગમે તે આરોગતા હોય છે અને જે લોકો પ્રેમાળ જાતીય સંબંધોમાં ગળાડૂબ હોય છે તેમને ભાગ્યે જ એકલતા સતાવતી હોય છે. તંદુરસ્ત જાતીય જીવન તણાવને ભગાડે છે.

જ્યારે કેટલાક લોકોનો ખોરાક તણાવ કે માનસિક તાણનો ભોગ બન્યા બાદ વધી જાય છે. આ ઉપરાંત જાતીય ક્રિયાઓ એ એવી કસરત છે જે કોઇપણ વ્યક્તિને બોરિંગ કે કંટાળાજનક નથી લાગતી. મારા મત મુજબ એક્ટિવ જાતીય જીવન એ શરીરને સમતોલ રાખવાનો શ્રેષ્ઠ આહાર છે. લગ્ન પછી તમારું વજન વધી રહ્યું છે એ પાછળ તમારી ખાનપાનની બદલાયેલી આદતો અને થોડું બેઠાડું જીવન જવાબદાર છે. તમે નિયમિત એક્સરસાઇઝ કરશો તો વજનને સારી રીતે કાબૂમાં રાખી શકશો.

પ્રશ્ન : મારા પતિના અવસાનને છ મહિના થયાં છે. મારે એક દીકરો છે. મારા પતિના એક મિત્ર મારી સાથે લગ્ન કરવાં ઇચ્છે છે, જે માટે મારાં સાસરિયાં પણ તૈયાર છે. મને એ સામાજિક રીતે યોગ્ય નથી લાગતું. હું શું કરું? એક મહિલા, સુરેન્દ્રનગર

ઉત્તર : તમારા પતિના અવસાનને છ મહિના થયા છે. તમે એક પુત્રની માતા હોવા છતાં જો તમારા પતિના મિત્ર તમને સ્વીકારવા તૈયાર હોય અને તમારાં સાસરિયાંની પણ અનુમતિ હોય તો આ લગ્ન કરી લેવા જોઇએ. અલબત્ત, માત્ર છ જ માસના સમયગાળામાં તમે પતિને વિસારે પાડીને લગ્ન કરો એ દુનિયાને થોડું અતિશયોક્તિભર્યું લાગે,

પરંતુ તમારે તમારો તથા તમારા દીકરાનો વિચાર કરવાનો છે અને જ્યારે તમારાં સાસરિયાં પણ આ લગ્ન કરાવી આપવા માટે તૈયાર હોય તો પછી વધારે વિચાર કરવાની જરૂર નથી. જો તમે પોતાની મેળે આ નિર્ણય લીધો હોત તો કદાચ સમાજમાં એ ટીકાનું કારણ બને એવી સ્થિતિ ઊભી થઇ હોત પણ જો તમારાં સાસુ અને સસરા પણ તમને ટેકો આપી રહ્યા હશે તો સમાજમાં કોઇ નકારાત્મક ચર્ચા નહીં થાય. તમે સમાજના વિચારો અને પ્રતિભાવની ચિંતા કરવા કરતા તમે પોતે શું ઇચ્છો છો એ પહેલાં સમજવાનો પ્રયાસ કરો. જો તમને માનસિક રીતે વાંધો ન હોય તો લગ્ન કરવામાં કોઇ વાંધો નથી.

Leave a Reply

Your email address will not be published.