મારા પતિ મને ઢોરમાર મારે છે,અને મારા સાસુ મને ફરી તેમના જોડ લઇ જવા ફરે છે,હું શું કરું

GUJARAT

સવાલ- હું એક 22 વર્ષની પરણીત સ્ત્રી છું, અમારા લગ્ન હજુ 4 મહિના પહેલા જ થયા, પણ સુહાગરાતના દિવસથી જ મારે અને મારા પતિ વચ્ચે સેક્સના સંબંધોને લઈને ચકમક થાય છે, એમને મુખમૈથુન ગમે છે તો એ એના માટે રોજ જીદ કરે છે,જ્યારે તેઓ તો મને હોઠ સિવાય ક્યાંય કિસ પણ નથી કરતા. તો હું શું કામ એમને કઈ કરું.. ?
એક મહિલા( વડોદરા)

જવાબ- તમારી વાત એક રીતે યોગ્ય છે પણ હવે તમે પતિ પત્ની છો અને હમણા જ નવા નવા લગ્ન કર્યા છે તો બેવ સમજીને આ સંબંધ તમારો આગળ વધારો. તમે તમારા પતિને ફૂલ ઉતેજીત કરશો તો એ પણ તમારું કહેલું બધું કરશે જ મારું તો એવું માનવું છે.

પ્રશ્ન : મારા પતિનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે. તેને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે મને ઢોરમાર મારે છે. હું કંટાળીને મારા માતા-પિતાના ઘરે આવી ગઇ છું અને તેઓ પણ મને સાચવવા તૈયાર છે. હવે પતિ અને સાસુમા મને મનાવીને ફરી ઘરે લઇ જવા ઇચ્છે છે. મને તેની વાત પર બિલકુલ વિશ્વાસ નથી. શું મારે ઘરે પરત ફરવું જોઇએ? એક મહિલા (વડોદરા)

ઉત્તર : તમે પરિસ્થિતિ સામે હાર માનવાને બદલે આત્મવિશ્વાસપૂર્વક પતિથી અલગ થઇ જવાનો નિર્ણય લીધો એ સમયની પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય નિર્ણય હતો. હવે જ્યારે પતિ અને સાસુમા તમને મનાવીને ઘરે લઇ જવા ઇચ્છે છે ત્યારે તમે આ નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવો એ સ્વાભાવિક છે. તમારા પતિ અને સાસુમા તમને પાછાં ઘરે આવી જવા કહે છે ત્યારે આંધળો વિશ્વાસ કરી લેવો યોગ્ય નથી,

પરંતુ ખરેખર જો ભૂલ સમજાઈ હોય તો વ્યક્તિને પશ્ચાતાપનો એક મોકો જરૂર આપવો જોઈએ. તમારી સમસ્યા એ છે કે પશ્ચાતાપ થયો છે ખરો એ કેવી રીતે નક્કી કરવું? તમે થોડો સમય રાહ જોઇને પરિસ્થતિનું વધારે સારી રીતે આકલન કરી શકો છો.

તમે તમારા પતિની દિનચર્યા ચકાસો. જો તમને વિશ્વાસ પડતો હોય તો તમે ફરીથી ઘરે પરત ફરવાનું વિચારી શકો છો. જોકે એ પહેલાં તમારી સ્વતંત્રતા જળવાય એવી શરતો મૂકવી જરૂરી છે. તમે જે આર્થિક પગભરતા કેળવી છે એને તમે કદી નેવે મૂકશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *