પ્રશ્ન : મારા લગ્ન એક વર્ષ પહેલાં માત્ર 21 વર્ષની વયે થઇ ગયા હતા. મારા અને મારા પતિ વચ્ચે આઠ વર્ષનો તફાવત છે. મારા પતિ મને વધારે પડતા મેચ્યોર અને પ્રેકટિકલ લાગે છે. મને લાગે છે કે હું તેમને એક વર્ષ પછી પણ સમજી નથી શકી. હું જાહેરમાં તેમનો હાથ પકડું એ પણ તેમને પસંદ નથી. તેમને બહાર જવાનું નથી ગમતું પણ તેઓ મને ક્યારેય બહાર જવાથી નથી રોકતા. તેમના આ પ્રકારના વર્તનને કારણે હું લગ્નજીવનનાં એક વર્ષમાં જ કંટાળી ગઈ છું. શું કરું? એક યુવતી (વડોદરા)
ઉત્તર : તમારા જેવી પરિસ્થિતિમાંથી અનેક દંપતિ પસાર થતા હોય છે. પતિ અને પત્ની વચ્ચે જ્યારે વયનો તફાવત થોડો વધારે હોય ત્યારે બંનેની વિચારસરણી અલગ હોય એ સ્વાભાવિક છે. તમે આખી પરિસ્થિતિને તમારા દૃષ્ટિકોણથી જ જુઓ છો, પણ ક્યારેક તમારી પતિની નજરે પરિસ્થિતિને મૂલવવાનો પ્રયાસ કરો. તમને જે રીતે પતિનું વર્તન અકળાવે છે એવી જ રીતે તમારાં પતિને પણ તમારા વર્તન અને વિચાર અલગ લાગતા હશે.
તમને જે રીતે તમારાં પતિ વધારે પડતા મેચ્યોર અને પ્રેકટિકલ લાગે છે એવી જ રીતે કદાચ તમારાં પતિને પણ તમારું વર્તન બાલિશ લાગતું હશે. આ સમસ્યાનો ઉકેલ મનમાં વિચારો કરવાથી નહીં આવે પણ તમારે એકબીજા સાથે વાત કરીને એકબીજાની લાગણી જાણવાનો પ્રયાસ કરવો પડશે. તમારા લગ્નને હજી તો એક જ વર્ષ થયું છે.
હજી તો તમારે એકબીજા સાથે લાંબી મજલ કાપવાની છે. તમારો સવાલ વાંચીને લાગે છે કે તમારા અરેન્જ્ડ મેરેજ હશે એટલે કદાચ લગ્ન પહેલાં પણ તમને એકબીજાને સમજવાનો સમય નથી મળ્યો. તમારે હજી તમારા સંબંધને થોડો સમય આપવાની જરૂર છે. સમયની સાથે સાથે લાગણીઓમાં પરિવર્તન આવશે અને તમે જ્યારે એકબીજાની લાગણીઓને સારી રીતે સમજવા લાગશો અને લગ્નજીવનમાં કંટાળાનું સ્થાન આનંદ અને ઉલ્લાસની લાગણી લઇ લેશે.
સવાલ : હું ૨૯ વર્ષની હેપ્પીલી મેરિડ યુવતી છું. ચાર મહિના પહેલાં મારા હસબન્ડ બહાર ગયા હતા. ત્યારે મેં મારા એક્સ બોયફ્રેન્ડ સાથે અનપ્રોટેક્ટેડ સેક્સ કર્યું હતું. રિસન્ટલી મેં મારી વજાઈનાની હાયમેનની આસપાસ કેટલાક વ્હાઈટ બબલ્સ નોટિસ કર્યા હતા અને એનાથી મને ખૂબ જ દુખાવો થાય છે, ખાસ કરીને સેક્સ કરતી વખતે. છેલ્લાં કેટલાક સમયથી આ બબલ્સ વધ્યા છે. મને એ વાતની ચિંતા થઈ રહી છે કે, આ સેકસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીસનું લક્ષણ છે, પ્લીઝ કહો કે, મારે શું કરવું જોઈએ?
ઉકેલ : કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટને મળો. તમે જે કંઈ વર્ણવ્યું છે એના પરથી લાગે છે કે, આ ર્હિપસ ઈન્ફેકશન છે. તમે જેની સાથે સેક્સ માણ્યું હતું એની સાથે તેમજ તમારા હસબન્ડની સાથે પણ સેક્સ માણતી વખતે કોન્ડોમનો આગ્રહ રાખો.