મારા પાછળ એક શ્રીમંત ઘરની છોકરી ખાઇખાપુંચીને પાછળ પડી છે, મને હેરાન પરેશાન કરીને મૂકી દીધો છે,

GUJARAT

પ્રશ્ન: હું ૨૪ વર્ષનો પરિણીત યુવક અને ૧ વર્ષની દીકરીનો પિતા છું. મારો પરિવાર ગામડે રહે છે. મને એક છોકરી પ્યાર કરે છે અને લગ્ન કરવા માટે જિદ્દ કરી રહી છે. તેની જિદ્દના કારણે તેના ઘરનાં સભ્યો પણ હેરાન થાય છે. લગ્ન કરતાં પહેલાં મને પણ તેના તરફ આકર્ષણ હતું પણ તે શ્રીમંત પરિવારની છે અને હું મધ્યમવર્ગના પરિવારનો છું. હવે જોકે હું મારું ઘર વસાવી ચૂક્યો છું પણ તે પાગલ જેવો વ્યવહાર કરી રહી છે. જ્યારે ને ત્યારે ફોન પર મેસેજ કરે છે કે હું તેની સાથે લગ્ન કરી લઉં નહીં તો તે આત્મહત્યા કરી લેશે. મારે શું કરવું જોઈએ.
એક યુવક (વડોદરા)

ઉત્તર: તમે જોકે પરિણીત છો એટલે તમે તે છોકરીના પ્રસ્તાવ પર ધ્યાન ન આપો અને તેનાથી દૂર રહો. તેના ઘરથી દૂર ક્યાંક ઘર લઈ લો. મોબાઈલનો નંબર બદલી નાખો. આપોઆપ જ તેનો નશો ઊતરી જશે.

પ્રશ્ન: હું ૪૨ વર્ષની મહિલા છું. બે યુવાન દીકરીઓ છે. શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું, પરંતુ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે. શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી કે કદાચ તે જાતે જ સુધરી જશે,

પરંતુ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા. લડીઝઘડીને પણ જોઈ લીધું, પણ કોઈ અસર નથી થઈ. શું કરું, જેથી તે વ્યભિચાર છોડી દે ?
એક સ્ત્રી (રાજકોટ)

ઉત્તર: તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો. તો પછી એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો? ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને? જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત, તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત.

હજુ પણ કશું નથી બગડયું. તેમની સાથે ઝઘડો નહીં, તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે. આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય. જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *