પ્રશ્ન : મારી દીકરીને ગર્ભાવસ્થાનો છઠ્ઠો મહિનો છે. એને અત્યારથી બી.પી. અને શરીર પર સોજા રહે છે. એ પૂરતો આરામ કરે છે અને કોઇ પ્રકારનું ટેન્શન નથી. આ સ્થિતિમાં એને ડિલિવરી વખતે કોઇ મુશ્કેલી તો નહીંં પડે ને? એક મહિલા (અમદાવાદ)
ઉત્તર : તમારી દીકરીને ગર્ભાવસ્થાનો છઠ્ઠો મહિનો છે. ઘણી સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન બ્લડપ્રેશર વધી જવું અને શરીરે સોજા આવવા જેવી સમસ્યાઓ થતી હોય છે. તમે પણ એક માતા છો, તેથી આ વાતનો તમને ખ્યાલ હોવો જોઇએ અને આવું થાય ત્યારે ગાયનેકોલોજિસ્ટને પહેલાં બતાવવાનું હોય એ પણ તમારે યાદ રાખવું જોઇએ.
તમે દીકરીને પૂરતો આરામ મળે અને કોઇ પ્રકારનું ટેન્શન ન થાય તેની કાળજી રાખો છો એ સારી વાત છે. આમ છતાં એક વાર તમે દીકરીને કોઇ ગાયનેકોલોજિસ્ટને બતાવી જુઓ અને એને બ્લ્ડપ્રેશર તથા શરીર પર સોજા કેમ છે, તે અંગે પૂછી લો. એ તમારી દીકરીને તપાસીને જે કંઇ સમસ્યા હશે, તેનો ચોક્કસ ઉકેલ જણાવશે.
ગર્ભાવસ્થામાં ઘણી મહિલાઓને પગમાં સોજા આવવાની ફરિયાદ હોય છે. યુરિનમાં પ્રોટીનનું પ્રમાણ વધવાથી પગમાં સોજો વધી જાય છે. તે સિવાય વધારે સમય ઊભા રહેવાથી કે પગ લટકાવીને બેસવાથી પણ સોજા આવવાની સમસ્યા થઇ શકે છે.
જો સોજા આવવાની સમસ્યા હોય તો નવશેકા પાણીમાં થોડોક વખત પગ ડૂબાડીને પણ રાખી શકો છો અથવા તેલથી મસાજ પણ કરી શકો છો. કેટલીક મહિલાઓને ખાણી-પીણીમાં બદલાવ કે હોર્મોનમાં આવતા બદલાવના કારણે ચહેરા પર પણ સોજા આવે છે. કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જેના ચહેરા પર આ દિવસોમાં સોજા આવવા લાગે છે. ચહેરાના સોજાને ઓછા કરવા માટે ચહેરાની કસરત કરો. થોડાક દિવસ કસરત કરવાથી ચહેરા પરના સોજા ઓછા થઇ જશે.
પ્રશ્ન : નમસ્કાર, સર મારી ઉંમર ૨૩ વર્ષની છે, મારા પેનિસની સાઇઝ ૪ ઇંચ જેટલી છે. મને હંમેશાં એવું લાગે છે, કે હું લગ્ન બાદ મારી પત્નીને પેનિસની સાઇઝને લઇને ખુશ નહીં રાખી શકું, શું દરેક મહિલા પેનિસની સાઇઝને મહત્ત્વ આપે છે ? હું શું કરું ?
જવાબ : ખબર જ નથી પડતી, મોટાભાગના પુરુષોને કેમ એવું લાગે છે કે પેનિસની સાઇઝનું સેક્સમાં વધારે મહત્ત્વ હોય છે. પેનિસની સાઇઝ સાથે કોઇ લેવા દેવા હોતું નથી. તમને જણાવી દઇએ કે પેનિસની ૩.૫ થી ૪ ઇંચ આઇડિયલ સાઇઝ હોય છે, તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને હા, દરેક મહિલા પેનિસની સાઇઝને મહત્ત્વ આપતી નથી.