પ્રશ્ન : હું 41 વર્ષની મહિલા છું. મેં છ મહિના પહેલાંં જ મહિલા નસબંધીનું ઓપરેશન કરાવ્યું છે અને મને લાગે છે કે મારી જાતીય જીવન માણવાની ક્ષમતા ઓછી થઇ ગઇ છે. શું આમ થઇ શકે? એક મહિલા (અમદાવાદ)
ઉત્તર : તમારી સમસ્યાનો ઉકેલ જાણવા માટે પહેલાંં મહિલા નસબંધી ઓપરેશન શું છે એ સમજવાનો પ્રયાસ કરીએ. હકીકતમાં અંડાશયનું કામ એગ બનાવવાનું અને હોર્મોન ઉત્પન્ન કરવાનું હોય છે. અંડાશયમાં એગ પેદા થયા બાદ ફલોપિયન ટ્યૂબમાં પહોંચે છે. જો ત્યાં સ્પર્મ હાજર હોય તો બંને મળે છે અને ફલિત થઈ મહિલા ગર્ભધારણ કરે છે.
જો ફલોપિયન ટ્યુબ કાપવામાં આવે અથવા બાંધી દેવામાં આવે તો એગ અને સ્પર્મ વચ્ચે સંપર્ક શક્ય બનતો નથી અને હોર્મોન સીધા જ લોહીમાં ભળે છે. આ જ હોર્મોન સ્ત્રીમાં કામેઈચ્છા જાગૃત કરવા માટે જવાબદાર છે. આમ, ફલોપિયન ટ્યૂબ બંધ થઈ જવાથી કે ઓપરેશન કરી દેવાથી મહિલામાં રહેલી કામેચ્છા પર કોઈ અસર પડતી નથી.
જો તમને એમ લાગતું હોય કે ઓપરેશનને કારણે કામેચ્છા ઓછી થઇ છે તો તમારો ભ્રમ હોઇ શકે. કામેચ્છા ઓછી થવાના બીજા પણ કારણો જવાબદાર હોઈ શકે છે. ગર્ભનિરોધ માટે મહિલાઓની સર્જરી ભારતમાં વધારે લોકપ્રિય છે. દુનિયાભરની સરખામણીમાં અહીં ગર્ભનિરોધ માટે કુલ મહિલાઓમાંથી 39 ટકા મહિલાઓ ઓપરેશન કરાવે છે.
ભારતમાં સ્ત્રી નસબંધી લોકપ્રિય છે પણ હકીકત એ છે કે સ્ત્રી નસબંધીની સાપેક્ષમાં પુરુષ નસબંધી કરાવવી વધારે સરળ અને સુરક્ષિત છે. પુરુષો પ્રક્રિયાની અમુક મિનિટ બાદ સંપૂર્ણ રીતે ફિટ થઇ જાય છે, જ્યારે મહિલાઓને ફિટ થતા સમય લાગે છે. આમ છતાં મોટાભાગના પુરુષો મહિલાઓ પાસે નસબંધી કરાવવાનો આગ્રહ રાખે છે.
સમસ્યા : મારી ઉંમર ત્રેવીસ વર્ષ છે અને પત્નીની ઉંમર એકવીસ વર્ષની છે. મારા લગ્ન થયાને હજી બે મહિના થયા નથી. અમારે બે વર્ષ સુધી બાળક જોઇતું નથી. આપની કોલમમાં વાંચ્યું છે કે 18 દિવસ પછી સેક્સ કરવાથી ગર્ભ રહેતો નથી. અમે માસિકના 12મા દિવસે સેક્સ માણેલું. મને લાગે છે કે પત્નીને ગર્ભ રહી ગયો છે. તેને પેટમાં દુ:ખાવો થાય છે. જો ગર્ભ રહી ગયો હોય તો તેને મટાડવા શું કરવાનું? ડોક્ટર પાસે ગયા વગર જ ગર્ભ પડી જાય તેવી દવા જણાવશો?
ઉકેલ : સૌ પ્રથમ તો આપ માસિકની તારીખ સુધી રાહ જુઓ. જો સાતેક દિવસ ઉપર ચડી ગયા હોય તો પેશાબની તપાસ કરાવો. તેમાં પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે તો સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર પાસે ચેકઅપ કરાવો. હા, હવે એવી દવાઓ ઉપલબ્ધ છે કે જેનાથી શરૂઆતના દિવસનો ગર્ભ દૂર કરી શકાય છે, પરંતુ આ બધી દવા સ્ત્રીરોગ નિષ્ણાતની દેખરેખ નીચે જ લેવી પડે. જો આપ ગર્ભ ના રહે તેમ જ ઇચ્છતા હો તો નિરોધનો ઉપયોગ કરી શકો. નિરોધ માફક ન આવે તો ગર્ભનિરોધક ગોળી આપની પત્ની લઇ શકે છે.
આ ગોળી નિયમિત લેવાથી અસરકારક નીવડે છે. તેની પહેલા જેવી આડઅસર જોવા નથી મળતી. આ બંને માફક ના આવે તો ત્રીજો રસ્તો પણ છે. તેમાં સંભોગ પૂર્વે સ્ત્રીના યોનિમાર્ગમાં મૂકવાની દવા. મેં ક્યારેય એમ નથી લખ્યું કે માસિકના અઢારમા દિવસ પછી સંબંધ રાખવાથી બાળક નથી રહેતું. મેં લખ્યું છે કે આ દિવસો રિલેટિવલી ગર્ભ ના રહે તેવા દિવસો છે. માસિકના બારમા દિવસથી સોળમા દિવસમાં જાતીય સંબંધ રાખવાથી બાળક રહેવાની શક્યતાઓ મહિનાના બીજા દિવસો કરતાં વધારે રહેલી હોય