મારા દીકરાની છાતી વધી રહી છે,શું એને કોઈ સમસ્યા હશે ???

GUJARAT

પ્રશ્ન : મારી સમસ્યા બહુ વિચિત્ર છે. મને જાતીય સંબંધ બાંધ્યા પછી રડવું આવે છે. મને માનસિક સમસ્યા હશે? એક યુવતી (સુરત)

ઉત્તર : જાતીય સંબંધ પછી દરેક વ્યક્તિ અલગ અલગ લાગણીઓ થતી હોય છે. જો જાતીય સમાગમ પછી મૂડ બગડે છે અથવા મન વ્યાકૂળ રહે છે તો ડરવાની જરૂર નથી. આ સમસ્યા ઘણાં લોકોને હોય છે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સેક્સ્યુઅલ મેડિસિન દ્વારા આપેલી માહિતી મુજબ આ પરિસ્થિતિને પોસ્ટ સેક્સ બ્લ્યૂઝ કહેવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મરજીથી માણેલા જાતીય સંબંધ પછી વ્યક્તિ દુઃખી રહે છે.

આ ખૂબ જ મુશ્કેલીવાળો અનુભવ હોય છે. આ પરિસ્થિતિમાં કેટલાક બેચેન બની જાય છે તો કેટલાક રડવા લાગે છે. તમારી લાગણી પાછળનું એક કારણ તમારા હોર્મોન્સ પણ હોઇ શકે છે. જ્યારે તમે સેક્સ કરો છો ત્યારે મગજ ડોપામીન અંત:સ્ત્રાવ રિલીઝ કરે છે જેનાથી તમે ઇમોશનલ થઇ જાઓ છો. આ કોઇ ગંભીર સમસ્યા નથી પણ આમ છતાં તમે મનોચિકિત્સકનો સંપર્ક કરી શકો છો.

જો આવાં વર્તનને તમારા પતિ સમજી ન શકતા હોય તો કોઇ સારા મનોચિકિત્સકની મુલાકાત લેતી વખતે પણ તેમને તમારી સાથે રાખો. સ્વાભાવિક છે કે આ વાતની અસર તમારા પતિ સાથેના અંતરંગ સંબંધ પર પડતી જ હશે પણ એને છુપાવવાના બદલે પરિવારના સમાજદાર વડીલ સાથે એની ચર્ચા કરો. શક્ય છે કે તમારો દૃષ્ટિકોણ તમારા પતિને તમારા સાસુ કે પછી ઘરની અન્ય વડીલ મહિલા વધારે સારી રીતે સમજાવી શકશે.

પ્રશ્ન : મારો દીકરો તરુણાવસ્થામાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લાં થોડાક સમયથી તેનો છાતીનો જાણે ઉપસી રહ્યો હોય એમ લાગે છે. શું તેને કોઇ જાતીય સમસ્યા હશે? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : તરુણાવસ્થામાં છોકરા અથવા તો છોકરીનાં શરીરમાં અનેક પરિવર્તન આવે છે. આ સમયગાળા દરમિયાન ઘણા છોકરાઓ આવી સ્થિતિમાંથી પસાર થાય છે. છોકરાઓમાં છાતીનો ઉભાર વધી જવાની સ્થિતિને અંગ્રેજીમાં ગાયનેકોમેસ્ટિયા કહેવામાં આવે છે. 17થી 18 વર્ષની વય સુધી રાહ જુઓ. છાતીનો ભાગ વધુ મોટો ન લાગે એ માટે ખાસ ટાઇટ ગંજી આવે છે એ પહેરાવાનું રાખો. 17-18 વર્ષની વય પછી હોર્મોન્સમાં સંતુલન આવે છે. જો પછી પણ પરિસ્થિતિમાં બદલાવ ન આવે તો હોર્મોન સ્પેશ્યાલિસ્ટને બતાવી ઓપરેશનથી આ તકલીફનું નિરાકરણ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.