મારા દીકરાના બાથરૂમમાંથી કોન્ડોમ મળી આવ્યો તો શું એ એની ગર્લફ્રેન્ડ જોડે….

GUJARAT

પ્રશ્ન : મારા લગ્નને છ વર્ષ થઇ ગયા છે અને અમારે ત્રણ વર્ષનો દીકરો છે. મારી સમસ્યા એ છે કે થોડા છ મહિનાથી હું જ્યારે શારીરિક સંબંધો બાંધવાની પહેલ કરું છું ત્યારે મોટાભાગે મારી પત્ની અનિચ્છા જ દર્શાવે છે. એની પાછળનું કારણ શું હોઇ શકે? એક યુવક (રાજકોટ)

ઉત્તર : પતિ અને પત્નીની માનસિક, ભાવનાત્મક અને શારીરિક જરૂરિયાતો અલગ અલગ હોય છે. બાળકના આગમન પછી બંને પર જવાબદારીનો બોજ વધી જાય છે ત્યારે સૌથી પહેલી અસર જાતીય જીવન પર પડે છે. ઘણી વખત એક અતિસંવેદનશીલ પુરુષ સતત પોતાની ઈચ્છાની અવગણનાથી એટલા આઘાતમાં સરી પડે છે.

સ્વસ્થ જાતીય જીવન પુરુષને તેના પુરુષ હોવાનો અહેસાસ કરાવે છે અને તેનામાં જીવન પ્રત્યેનો ઉત્સાહ વધારે છે. જોકે જે રીતે પત્નીએ પતિની શારીરિક જરૂરિયાત સમજવી જોઇએ એ રીતે પતિએ પણ પત્નીની ભાવનાત્મક જરૂરિયાત સમજવી જોઇએ. હકીતમાં સમય અને મૂડનો ‘ના’ અને ‘હા’ સાથે ઊંડો સંબંધ છે.

આ બાબતમાં પુરુષોનો મૂડ ઘણો અટપટો હોય છે. કેટલાક પુરુષ જ્યારે ઈચ્છા થાય ત્યારે નિમંત્રણ આપે છે અને પત્નીએ મજબૂરીથી ‘ના’ પાડવી પડે છે. ઘણી વખત શારીરિક અસ્વસ્થતા અથવા લાચારીના લીધે પણ એક પત્નીને ‘ના’ પાડવાની ફરજ પડે છે. ક્યારેક કોઈ કારણ ન હોય તો પણ પતિને પત્નીના વર્તનથી લાગે છે કે તે સેક્સ માટે ‘ના’ પાડી રહી છે. સંપૂર્ણ સહકાર આપતી પત્ની પણ ક્યારેક ‘ના’ કહી દે તો પતિએ સમજવું જોઈએ કે કોઈ કારણ ચોક્કસ છે. તે માત્ર બહાનું નથી અને આ સમયે પણ પ્રેમ એ સમજના માધ્યમથી તે કારણ શોધીને ફરી પત્નીનો સહકાર મેળવી શકે છે.

પ્રશ્ન : હું 52 વર્ષની ગૃહિણી છું અને મારા દીકરાની ઉંમર 20 વર્ષ છે. તેને એક ગર્લફ્રેન્ડ છે. બંને એક વર્ષથી રિલેશનશિપમાં છે. મારા દીકરાની ગર્લફ્રેન્ડ જ્યારે ઘરે આવે છે ત્યારે તેઓ કલાકો સુધી તેના રૂમમાં ભરાઇ રહે છે. મને તેનાં ટોઇલેટમાંથી કોન્ડોમ પણ મળ્યું હતું. મને લાગે છે કે મારો દીકરો અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે જાતીય સંબંધ પણ છે. મારા પતિ કડક સ્વભાવના છે અને તેમને જો આ વાતની ખબર પડી જશે તો ઘરમાં ખળભળાટ મચી જશે.

મેં મારા દીકરાને સારી રીતે સમજાવાનો પ્રયાસ કર્યો છે પણ એ મારી વાતને ગંભીરતાથી નથી લેતો. હું નથી ઇચ્છતી કે આના કારણે બાપ-દીકરા વચ્ચે સમસ્યા સર્જાય. મારે શું કરવું જોઇએ? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એમ છે. કડક પતિ અને યુવાનીના ઉંબરા પર ઉભેલા દીકરા વચ્ચે તમારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો તમારો દીકરો એડલ્ટ છે અને તેને ચોક્કસ સેક્સ્યુઅલ રિલેશન વિશે જાણકારી હશે.

જોકે ઘરમાં કેવું વર્તન હોવું જોઇએ એ માટે ચોક્કસ નિયમો હોવા જ જોઇએ. જો તમારો દીકરો અને ગર્લફ્રેન્ડ કલાકો સુધી રૂમમાં ભરાઇ રહેતા હોય તો એ વર્તન યોગ્ય નથી. તમારે દીકરાને શાંતિથી ઘરના નિયમો સમજાવી દેવા જોઇએ. જો આમ છતાં તે તમારી વાત ન માનતો હોય તો એને છાવરવાને બદલે તમારા પતિને આખી વાત જણાવીને ધીરજપૂર્વક મામલાનો ઉકેલ લાવવાનો સલાહ આપો.

Leave a Reply

Your email address will not be published.