મારા આવતા વર્ષે લગ્ન થવાના છે. મારી યોની સામાન્ય કરતા નાની છે.તો આનાથી મારા લગ્ન જીવન અને સેક્સ લાઇફમાં કોઇ તકલીફ તો નહીં થાય ને

GUJARAT

પ્રશ્ન : હું 23 વર્ષની યુવતી છું. મારો અભ્યાસ હમણાં જ પૂર્ણ થયો છે. મારું મિત્રવર્તુળ બહુ મર્યાદિત છે અને અંગત કહેવાય એવી કોઇ નજીકની મિત્ર પણ નથી. મારા બે મહિના પછી લગ્ન છે પણ મને લગ્નની પહેલી રાત વિશે કોઇ જ માહિતી નથી. આ કારણે લગ્ન વિશે વિચારીને મને બહુ ડર લાગે છે. મારો આ ડર દૂર કરવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : લગ્ન પહેલાં જાતીય જીવન વિશે સામાન્ય સમજણ હોવી જરૂરી છે. જો એ ન હોય તો લગ્નજીવનની શરૂઆતમાં જ સમસ્યા ઊભી થઇ શકે છે. આજની યુવા પેઢી પ્રમાણમાં સ્માર્ટ હોય છે અને મોટેભાગે એને જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ.

જો તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સચોટ વૈજ્ઞાનિક માહિતી આપનારાં પુસ્તકો વાંચો. આ વિષયની માહિતી મેળવવા માટે સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. આવાંઆવ ને મળવા વાદળી વાદળા..

પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે. તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચે લાગણીનો તંતુ રચાય એ માટે પ્રયાસ કરો. લગ્ન વિશેનો ડર મનમાંથી કાઢી નાખો. જો તમારે આ લગ્ન પછી જાતીય જીવન અને ફેમિલી પ્લાનિંગ વિશે સાચું અને નક્કર માર્ગદર્શન જોઇતું હોય તો તમે કોઇ સારા ડોક્ટરની મદદ લઇ શકો છો. યોગ્ય ડોક્ટર કાઉન્સિલિંગ કરીને તમને મૂંઝવતા તમામ સવાલોનો ઉકેલ આપી શકશે અને લગ્ન વિશેનો તમારો ડર દૂર કરી શકશે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૦ વર્ષની છે, મારા આવતા વર્ષે લગ્ન થવાના છે. હું દરરોજ માસ્ટરબેશન કરું છું. મારી વજાઇના સામાન્ય કરતા નાની છે. તો આનાથી મારા લગ્ન જીવન અને સેક્સ લાઇફમાં કોઇ તકલીફ તો નહીં થાય ને ? મહેરબાની કરીને મારી આ મૂંઝવણ દૂર કરો.

જવાબ : તમને શી રીતે ખબર પડી કે તમારી વજાઈના નાની છે? સામાન્ય રીતે વજાઈનાનું શું માપ હોય છે? સાચી વાત એ છે કે ૧૮ વર્ષ પછી વજાઈના ઉત્તેજિત પેનિસને સમાવી શકે એવી સક્ષમ થઈ જ જાય છે. એમાં સાઈઝ અને માપનો કોઈ નિયમ નથી. શરૂઆતમાં ઉત્તેજના અને ડરના કારણે તમારા શરીરના સ્નાયુ સેક્સ કરતી વખતે ખેંચાયેલા રહેશે. વજાઈનાના સ્નાયુ પણ ખેંચાયેલા રહેશે.

એટલે પેનિસ પ્રવેશ વખતે પીડા થશે. એનો ડર કાઢી નાંખશો તો પીડા નહીં થાય. વજાઈનાના પ્રવેશમાર્ગમાં લેબિયા મેજોરા અને માઈનોરા નામે ઓળખાતા બે પડની અંદર હાયમન તરીકે ઓળખાતો કૌમાર્યપટલ હોય છે. પહેલી વખતના સેક્સમાં એ તૂટે છે. હાયમન ખૂબ નાજુક સ્નાયુનો હોવાથી ક્યારે તૂટી ગયો એની ખબર પણ નથી પડતી.

ક્યારેક હાયમન મજબૂત હોય તો એ તૂટે તેની સાધારણ પીડા થાય છે. થોડાંક ટીપાં લોહી પણ નીકળી શકે. પરંતુ એ પીડા થોડા જ સમયમાં શમી જાય છે. માટે ચિંતા ન કરશો તમને માસ્ટરબેશનથી શારીરિક રીતે કોઈ મુશ્કેલી નહીં નડે. હા, માનસિક રીતે તમને પતિ સાથેના સેક્સમાં પૂરો સંતોષ ન મળે એવું બની શકે. કારણ કે માસ્ટરબેશન વખતે તમે એક એવા પુરૂષની કલ્પના કરો છો જે તમારી મરજી મુજબ તમારી સાથે વર્તન કરે છે. પતિ તદ્દન તમારી મરજીથી વર્તન ન પણ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *