માન્યતાઃ જમ્યા પછી થાળીમાં ક્યારેય ન ધોવા હાથ, જાણો કારણ

DHARMIK

અનેક લોકો જમ્યા બાદ થાળીમાં હાથ ધોઈ લે છે.પરંતુ ખાવાની થાળીમાં ક્યારેય હાથ ધોવા નહીં. ધાર્મિક માન્યતા અનુસાર જમ્યા પછી તે થાળીમાં હાથ ધોવાનું અશુભ માનવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે થાળીમાં હાથ ધોવાથી તેમાં બચેલા અન્નનો અનાદર થાય છે. ભોજનની થાળીમાં હાથ ધોવાથી માતા લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા નારાજ થાય છે. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

શાસ્ત્રોમાં અગ્નિને મુખ્ય દેવતા મનાય છે

શાસ્ત્રોમાં અગ્નિને મુખ્ય દેવતા કહેવાય છે. માનવામા આવે છે કે યજ્ઞમાં અર્પિત કરાતી સામગ્રી દેવતાઓને ભોજનના રૂપમાં પ્રાપ્ત થાય છે. આ માટે ભોજનનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે. આ સિવાય અનેક પુરાણોમાં પણ અન્નનું અપમાન કરવું એ પાપ માનવામાં આવે છે.
ભોજનની થાળીનું સમ્માન કરવું જરૂરી

ભોજનની થાળી હંમેશા ચટાઈ, પાટ કે બાજોટ પર સમ્માન સાથે રાખો. આ સિવાય તેને ક્યારેય એક હાથથી પકડવાની ભૂલ ન કરો. માનવામાં આવે છે કે થાળીને એક હાથથી પકડવાથી ખાવાનું પ્રેત યોનિમાં જાય છે. તો થાળીમાં ભોજન એંઠું છોડી દેવાનું પણ અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ભોજન પહેલા ભગવાનું ધ્યાન કરવાનું ઉત્તમ ગણાવ્યું છે. કહેવાય છે કે ખાવાનું ખાતી સમયે ક્રોધ, વાતચીત કે વિચિત્ર અવાજો કરવા નહીં.

Leave a Reply

Your email address will not be published.