મંગળસૂત્રની વિવાદાસ્પદ જાહેરાત પર સબ્યસાચીની મુશ્કેલી વધી, કરાઇ આ કાર્યવાહી

GUJARAT

પ્રખ્યાત ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીના નવા મંગલસૂત્રની એડ સાથે જોડાયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સોશિયલ મીડિયા પર આ એડની ભારે ટીકા થઇ હતી હવે આ એડ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. બોમ્બે હાઈકોર્ટના વકીલે આ એડ અંગે ડિઝાઈનરને કાયદાકીય નોટિસ ફટકારી છે. નોટિસમાં એડવોકેટ આશુતોષ દુબેએ મંગલસૂત્રની જાહેરાતમાં અર્ધ નગ્ન મોડલ બતાવવા સામે વાંધો ઉઠાવ્યો છે.

હિન્દુ સમુદાયનું અપમાન

નોટિસમાં એડવોકેટ કહે છે કે તમારી પ્રમોશનલ સોશિયલ મીડિયા પોસ્ટમાં મોડલ્સ અંતરંગ સ્થિતિમાં છે. જેમાં મહિલા મોડલ કાળી ચોલી અને મંગળસૂત્ર પહેરેલી જોવા મળે છે. સ્ત્રીનું માથું શર્ટલેસ પુરૂષ મોડેલ પર ટેકવેલુ છે જે સમગ્ર હિન્દુ સમુદાય તેમજ હિન્દુ વિવાહ માટે અપમાનજનક છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા

ફેમસ ડિઝાઈનરને શુક્રવારે તેના નવા કલેક્શન માટે ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું હતું. ફેશન ડિઝાઇનરે તેનું નવું જ્વેલરી કલેક્શન લોન્ચ કર્યું છે. આમાં તેણે મંગળસૂત્રની કેટલીક તસવીરો શેર કરી છે. આ નવી જાહેરાતના એક પિક્ચરમાં, એક પ્લસ-સાઇઝ મોડલ કાળી બ્રા, બિંદી અને બે મંગળસૂત્ર પહેરી પુરૂષના ખભે માથુ ટેકવતી જોઈ શકાય છે. આ એડમાં એક વ્યક્તિ શર્ટલેસ પોઝ આપી રહ્યો છે.

આ જાહેરાતોનો થયો હતો વિવાદ
આમિર ખાનની CEATની દિવાળી એડ, ફેબિન્ડિયાની જશ્ન-એ-દિવાળી અને માન્યવરની જાહેરાત ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ સોશિયલ મીડિયા પર ગુસ્સાનો શિકાર બની હતી. માન્યવરની એડમાં આલિયા ભટ્ટને લગ્નમાં કન્યાદાનની હિંદુ પ્રથા પર સવાલ ઉઠાવવા બદલ ટ્રોલ કરવામાં આવી હતી.

તે જ સમયે, ફેબિન્ડિયાને ફેસ્ટિવ વેર કલેક્શન માટે બિંદી વિના મોડેલ્સ બતાવવા બદલ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આમિર ખાનની CEATટાયરની જાહેરાતમાં દિવાળી દરમિયાન રસ્તા પર ફટાકડા ન ફોડવાની વિનંતી કરવામાં આવતા ટ્રોલ થવુ પડ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published.