કુંડળીમાં ગ્રહોની ખરાબ દશા હોવાથી જીવન દુ:ખોથી ભરાઇ જાય છે. સૂર્યથી લઇને શનિ સુધી બૃહસ્પતિથી લઇને મંગળ સુધી ગ્રહો આપણા જીવન પર અલગ અલગ પ્રભાવ પાડે છે. આથી આ ગ્રહોને શાંત (grah dasha) રાખવા માટે તેમના અલગ અલગ ઉપાય છે. આજે આપણે જાણીએ કે કુંડળીમાં ગ્રહોની ખરાબ દશાનો કેવો પ્રભાવ પડે છે અને તેનું યોગ્ય નિવારણ (simple solutions) કેવી રીતે આવે.
સૂર્ય નારાયણને પ્રસન્ન કરવાના ઉપાય
નિત્ય પ્રાત: કાળ સૂર્યને જળ અર્પણ કરો. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. રવિવારે ગોળ અને ઘંઉનું દાન કરો. રવિવારે નમકનું સેવન ન કરો. રોજ સંધ્યાકાળે મહામૃત્યુંજય મંત્રનો 108 વાર પાઠ કરો.
ચંદ્રમાની ખરાબ દશા દૂર કરવા
પૂર્ણિમાનું વ્રત કરો. સોમવારે ચોખા, ખાંડ અને દૂધનું દાન કરો. નમ: શિવાયનો પ્રાત: અને સંધ્યા કાળે 108 વાર જાપ કરો. યથાશક્તિ શિવજીની ઉપાસના કરો. કાળા વસ્ત્રોથી દૂર રહો.
મંગળની ખરાબ દશાથી છુટકારો મેળવવાના ઉપાય
મંગળવારનું વ્રત કરો. મંગળવારે હનુમાનજીને સિંદૂર ચડાવો. રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. રાત્રે સુતા પહેલા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
બુધની ખરાબ દશા ટાળવાના ઉપાય
ગણેશજીની ઉપાસના કરો. બુધવારે લીલી વસ્તુઓનું દાન કરો. બુધનો બીજ મંત્ર કરો. કાંસાનો છલ્લો હાથમાં ધારણ કરો.
બૃહસ્પતિની ખરાબ દશા ટાળવા શું કરશો?
બૃહસ્પતિનું વ્રત કરો. સોનુ અને પીળી વસ્તુઓથી દૂર રહો. ચણાની દાળનું દાન કરો. પ્રાત: વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
શુક્રની ખરાબ દશા ટાળવાના ઉપાય
શુક્રવારે શિવલિંગ પર અત્તર અને જળ અર્પણ કરો. શુક્રવારે સફેદ મિઠાઇનું દાન કરો. હીરો ભૂલથી પણ ન ધારણ કરો. પ્રાત: મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. મહિલાઓનો આદર કરો. તેમના આશિષ મેળવો.
શનિની ખરાબ દશા ટાળવા માટે શું કરશો
સૂર્યનારાયણને અભિષેક કરો. સૂર્યની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિવારે છાયા દાન કરો.