મને સમાગમની ખુબજ ઈચ્છા થાય છે જયારે મારા બોયફ્રેન્ડને ખુબજ ઓછી ઈચ્છા થાય છે,હું લોન્ગ ડીસ્ટન્સ રિલેશનશિપમાં રહું છું

GUJARAT

પ્રશ્ન : મારી ગર્લફ્રેન્ડ બહુ મૂડી છે અને તેનો મૂડ વારંવાર ચેન્જ થતો રહે છે. તેના આ સ્વભાવને કારણે મને તેની સાથે વાત કરતા પણ ડર લાગે છે કારણ કે તેને સાવ નાની વાતમાં પણ ખોટું લાગી જાય છે. હું ખરેખર તેને બહુ પસંદ કરું છું અને તેની સાથેનો સંબંધ ટકી રહે એમ ઇચ્છું છું. મારે આવી ગર્લફ્રેન્ડને કઇ રીતે ટેકલ કરવી? એક યુવક (અમદાવાદ)

ઉત્તર : ગર્લફ્રેન્ડ કે પછી બોયફ્રેન્ડના મૂડને પારખવો એ સમય માગી લેતું કામ છે. જો તમે આ કળામાં પારંગત હોવ તો પછી સંબંધો ટકી રહે છે. જો ખરેખર તેમને ખબર ન હોય કે મૂડી ગર્લફ્રેન્ડને કેવી રીતે સમજાવવી તો પછી રિલેશનશિપમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. આ જ બાબત પુરુષોને અનુલક્ષીને કહેવામાં આવે તો પણ એટલી જ મહત્ત્વની છે કે પુરુષોના પણ મૂડ ક્યારેક ક્યારેક એવા હોય છે.

જેને સંભાળવા મુશ્કેલ પડે છે. જોકે, વિશેષ એક પ્રેયસી કે ગર્લફ્રેન્ડ સાથે કામ પાર પાડવું હોય તો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલાંં તો સ્વીકારી લો કે તમારી ગર્લફ્રેન્ડના મૂડ પર તમારુ કોઈ જ નિયંત્રણ નથી અને માટે હંમેશાં સમજદારીથી કામ લો. ક્યારેક ગર્લફ્રેન્ડ એવા મૂડમાં પણ હોઇ શકે છે. જે તમારા પર નકારાત્મક અસર પહોંચાડી શકે છે.

જ્યારે પણ આવું થાય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર પડતી હોય છે. ખાસ કરીને જ્યારે ગર્લફ્રેન્ડ મજાકમાં પણ કટાક્ષ કરે છે અથવા તો કોઈ ઘટના માટે તમારા પર દોષારોપણ કરે તો તમારે વ્યથિત થવાની બિલકુલ પણ જરૂર નથી. તમારે એવી કોશિશ કરવી જોઈએ કે કોઈપણ બાબતને વ્યક્તિગત રીતે ન લો. યાદ રાખો કે તેના મૂડને સરખો રાખવો એ હંમેશાંં તમારું જ કામ નથી.

તેની લાગણીઓની કદર કરો અને તેને થોડો સમય આપો પણ આ વાતનો એનો અહેસાસ પણ કરાવો. જો તમારી ગર્લફ્રેન્ડ કોઈ વાતને લઈને અપસેટ હોય તો તેનો મતલબ એ નથી કે, તમારે પણ તેના આવા જ મૂડને લઈને અપસેટ થવું જોઈએ. જો તે કોઈ બાબતથી નારાજ છે તો એક હદ સુધી તેને સમજાવો પછી તેને તેના જ મૂડ પર છોડી દો. ધીરે ધીરે બધું જ વ્યવસ્થિત થઈ જશે.

પ્રશ્ન મારો લોન્ગ ડિસ્ટન્સ બોયફ્રેન્ડ અને હું ભાગ્યે જ સેક્સ કરીએ છીએ. અમે અલગ-અલગ સિટીઝમાં રહીએ છીએ. તે જ્યારે મને મળવા માટે અમદાવાદમાં આવે ત્યારે જ અમે સેક્સ કરી શકીએ છીએ. જોકે, મુશ્કેલી છે કે મને સેક્સ માટે ભયંકર ઈચ્છા થાય છે જ્યારે તેને મારા જેટલી ઈચ્છા થતી નથી. હું ફક્ત આ જ કારણસર મારા સંબંધોનો અંત લાવવા માગતી નથી. જોકે, મારી સેકસ્યુઅલ લાઈફ નિરાશાજનક છે. મારે શું કરવું જોઈએ?

જવાબ કોઈ વ્યક્તિમાં સેક્સ માટેની ઈચ્છા કાયમી ધોરણે વધારે કે ઓછી હોવાનો ખ્યાલ ગેરમાર્ગે દોરનારો છે. કેમ કે, સેક્સની ઈચ્છા તબિયત, સંજોગો અને છેલ્લે ક્યારે સંતષ્ટિ મળી હતી તેના આધારે ઓછી વધતી થતી જ રહે છે. સેક્સ માટેની ઈચ્છા ન હોવાના અનેક કારણો છે. જેમ કે, મનમાં દબાવી રાખેલો ગુસ્સો, ભય કે અસંતોષની લાગણી, કામનો બોજ, શારીરિક થાક, હોર્મોનનું ઈમ્બેલેન્સ અને તબિયત બરાબર ન હોવી.

તમારે આ મામલે તેમની સાથે શાંતિથી વાત કરવી જોઈએ. તેમને કહેવું જોઈએ કે, તમારા માટે શારીરિક સંબંધ કેટલો મહત્ત્વનો છે, તમને એ કેટલું પસંદ છે. સામે પક્ષે તમારા પતિ કે પત્ની જો ના પાડે તો એ શા માટે ના પાડે છે એની પૂછપરછ કર્યા વગર ઉપર જણાવેલા કારણોમાંથી કોઈ એક કારણ તો નથી એની તપાસ કરો. એ કારણ તમે દૂર કરી શકતા હોવ તો કરી આપો.

કારણ દૂર ન કરી શકતા હોવ તો એનો ઉકેલ આવે ત્યાં સુધી ધીરજ રાખો. ક્યારેક એવું પણ બને છે કે સેક્સમાં પુરુષને પેનિસમાં અથવા પત્નીને વજાઈનામાં દુખાવો થતો હોય. એવું તો નથી એ જાણવા દિલ ખોલીને વાતો કરો. અને એવું કારણ હોય તો ગાયનેકોલોજિસ્ટને મળો. સામાન્ય રીતે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં બંને સેકસ માટે આતુર રહે છે, કારણ કે બંને ઘણા દિવસ પછી જ મળી શકતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *