મને સમાગમ બાદ ખુબજ રોવાનું મન થાય છે, શું મને કોઈ તકલીફ હશે ??

GUJARAT

પ્રશ્ન : મારી પાંચ વર્ષની દીકરીનું વજન સરખામણીમાં ઓછું છે. મારા બહુ પ્રયાસ પછી પણ વજન નથી વધી રહ્યું. હું તેનું વજન કઇ રીતે વધારું? એક મહિલા (વડોદરા)

ઉત્તર : બાળકોનું વજન ઓછું હોવું તે તેમના માતા-પિતા માટે ચિંતાનું કારણ બની જાય છે. કેટલાક બાળકોનું વજન તો પૂરતો ખોરાક લેવા છતાં વધતું નથી. માતા-પિતાને ફરિયાદ રહેતી હોય છે કે તેમનું બાળક પાતળું, નબળું અને અંડરવેટ છે. જો તમે પણ આવું લાગતું હોય તો તેમના ભોજનમાં કેટલીક વસ્તુઓ સામેલ કરીને વજન વધારવામાં મદદ કરી શકો છો.બાળકનું વજન સંતુલિત રીતે વધે એ માટે ખોરાકનો રોલ બહુ મહત્ત્વનો હોય છે. બાળકોનું વજન વધારવું હોય તો ઘી અને માખણ ખવડાવવું ખૂબ જરૂરી હોય છે.

જો બાળકનું વજન ઓછું છે તો તેમને મલાઇવાળું દૂધ પીવડાવો. સૂપ, સેન્ડવિચ, ખીર અને શીરો જેવી વાનગીઓ પણ બાળક માટે સ્વાસ્થ્યપ્રદ સાબિત થાય છે. બાળકને ફણગાવેલા કઠોળ નિયમિત રીતે આહારમાં આપો. બાળક નિયમિત સમયે જમી લે એ જરૂરી છે એટલે તેને કસમયે નાસ્તો ન આપો અને તેના જમવાનો સમય જાળવો. જો આટલું કરશો તો તમને ચોક્કસ વજનમાં વધારો જોવા મળશે. નિયમિત કેળાંનું સેવન પણ વજન વધારવામાં મદદરૂપ થાય છે. કેળાં પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી6 અને કોર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. તેમાં કેલેરીની માત્રા પણ સારા પ્રમાણમાં હોય છે, જેનાથી બાળકનું વજન વધવામાં મદદ મળે છે.

પ્રશ્ન : મારી સમસ્યા બહુ વિચિત્ર છે. મને જાતીય સંબંધ બાંધ્યા પછી રડવું આવે છે. મને માનસિક સમસ્યા હશે? એક યુવતી (સુરત)

ઉત્તર : જાતીય સંબંધ પછી દરેક વ્યક્તિ અલગ અલગ લાગણીઓ થતી હોય છે. જો જાતીય સમાગમ પછી મૂડ બગડે છે અથવા મન વ્યાકૂળ રહે છે તો ડરવાની જરૂર નથી. આ સમસ્યા ઘણાં લોકોને હોય છે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સેક્સ્યુઅલ મેડિસિન દ્વારા આપેલી માહિતી મુજબ આ પરિસ્થિતિને પોસ્ટ સેક્સ બ્લ્યૂઝ કહેવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મરજીથી માણેલા જાતીય સંબંધ પછી વ્યક્તિ દુઃખી રહે છે. આ ખૂબ જ મુશ્કેલીવાળો અનુભવ હોય છે. આ પરિસ્થિતિમાં કેટલાક બેચેન બની જાય છે તો કેટલાક રડવા લાગે છે.

તમારી લાગણી પાછળનું એક કારણ તમારા હોર્મોન્સ પણ હોઇ શકે છે. જ્યારે તમે સેક્સ કરો છો ત્યારે મગજ ડોપામીન અંત:સ્ત્રાવ રિલીઝ કરે છે જેનાથી તમે ઇમોશનલ થઇ જાઓ છો. આ કોઇ ગંભીર સમસ્યા નથી પણ આમ છતાં તમે મનોચિકિત્સકનો સંપર્ક કરી શકો છો. જો આવાં વર્તનને તમારા પતિ સમજી ન શકતા હોય તો કોઇ સારા મનોચિકિત્સકની મુલાકાત લેતી વખતે પણ તેમને તમારી સાથે રાખો. સ્વાભાવિક છે કે આ વાતની અસર તમારા પતિ સાથેના અંતરંગ સંબંધ પર પડતી જ હશે પણ એને છુપાવવાના બદલે પરિવારના સમાજદાર વડીલ સાથે એની ચર્ચા કરો. શક્ય છે કે તમારો દૃષ્ટિકોણ તમારા પતિને તમારા સાસુ કે પછી ઘરની અન્ય વડીલ મહિલા વધારે સારી રીતે સમજાવી શકશે.

Leave a Reply

Your email address will not be published.