મને મારી બૉડીનો દરેક પાર્ટ અને કર્વ ગમે છે : ઇલિયાના ડિક્રુઝ

BOLLYWOOD

ઘણા સમયથી બર્ફી ફિલ્મની એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ બોલિવૂડ ફિલ્મથી દૂર છે. એક્ટ્રેસ અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં જ ઇલિયાનાએ એક રેડ બિકિનીમાં ફોટો શેર કર્યો છે.

તેની સાથે લખેલા કેપ્શને અનેક ચાહકોના દિલ જીતી લીધા છે. ઇલિયાનાએ તેનો એક ફોટો શેર કરીને લખ્યું, બૉડી સ્લિમ અને ટોન બનાવી દે તેવી એપ ઘણી સરળતાથી મળી જાય છે.

મને ખૂબ ગર્વ થાય છે કે મેં આવી બધી એપ વાપરવાને બદલે ડિલીટ કરી દીધી. આ હું છું. મને મારી બૉડીનો દરેક પાર્ટ, દરેક કર્વ અને દરેક ઇંચ ગમે છે. વર્ષ 2017માં 21મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ મેન્ટ હેલ્થમાં એક્ટ્રેસ સ્વીકાર્યું હતું.

હું બોડી શેમિંગ ડિસઓર્ડર સામે લડી રહી છું. આને લીધે મને આત્મહત્યાના વિચારો પણ આવે છે. ઓક્ટોબર 2020માં ઇલિયાનાએ નો ફિલ્ટર સાથે એક ફોટો શેર કરીને પોઝિટિવ નોટ શેર કરી હતી તેણે લખ્યું હતું, મને હંમેશાં એક વાતની ચિંતા હોય છે કે હું કેવી દેખાવું છું. મને ચિંતા થતી કે મારી હાઇટ નથી, હું સ્માર્ટ નથી, હું પરફેક્ટ નથી.

Leave a Reply

Your email address will not be published.