મને મારા જોડે કોલેજમાં ભણતી યુવતી ખુબજ ગમે છે.,તો હું એને લગ્ન માટે કેમનો મનાવું ??

GUJARAT

પ્રશ્ન : મારાં લગ્નને 6 મહિના થયાં છે. મારી પત્ની આકર્ષક અને સરળ સ્વભાવની છે. મારા પરિવારમાં તે સારી રીતે સેટ પણ થઇ ગઈ છે. મારી સમસ્યા એ છે કે અમારાં લગ્નને 6 મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં અમે જાતીય જીવન નથી માણી શક્યા. મારી પત્નીને જાતીય જીવન માણવામાં બિલકુલ રસ નથી અને એ મને હંમેશાં ટાળતી રહે છે. શું તે મને પસંદ નહીં કરતી હોય? હું બહુ કન્ફ્યુઝ છું. મારી આ સમસ્યાનો ઉકેલ શું છે? એક યુવક (વાપી)

ઉત્તર : એક જમાનો હતો જ્યારે લગ્ન પછી પણ છોકરા-છોકરીઓ એકબીજાને સ્પર્શ કરતા ડરતાં હતાં. લગ્નના શરૂઆતના દિવસોમાં જાતીય સંબંધ દરમિયાન એક ગભરાટ કે ધ્રુજારી રહેતી હતી. હવે એવો જમાનો નથી પણ આમ છતાં તમારી પત્ની જાતીય સંબંધ બાંધવામાં રસ ન દર્શાવતી હોય તો એની પાછળ કોઇ ચોક્કસ કારણ હશે. હકીકતમાં લગ્ન પછીના શરૂઆતના મહિનાઓમાં જાતીય સંબંધ બાંધ‌વાની દૃષ્ટિએ કપલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ હોય છે. શરૂઆતમાં એક એક્સાઈટમેન્ટ હોય છે જે ધીમે ધીમે ઓછું થતું જાય છે.

જોકે લગ્નના છ મહિના તો દંપતી માટે ગોલ્ડન સમય ગણાય છે જો આ દિવસોમાં જ પત્ની તમારાથી દૂર રહેતી હોય તો એની પાછળ ચોક્કસ કારણ હોઇ શકે છે. સૌથી પહેલાં તો તમારી પત્ની સાથે સારી રીતે વાત કરીને એના દિલની વાત સમજવાનો પ્રયાસ કરો. તમારી પત્નીના વલણ પાછળ કોઈ માનસિક કે શારીરિક કારણ હોઇ શકે છે. કપલ વચ્ચે કમ્યુનિકેશન ન હોય, ડિપ્રેશન હોય, બાળપણમાં જાતીય સતામણી થઈ હોય અને એક પક્ષથી આકર્ષણ જ ન હોય તો લગ્નજીવનમાં આ સમસ્યા ઊભી થાય છે. આ બાબતે સ્પષ્ટ વાતચીત કરીને વચ્ચેનો રસ્તો કાઢો. એક વાત સમજી લો કે જાતીય જીવન એ લગ્નજીવનનું એન્જિન સમાન છે જેની હંમેશાં તમારે કાળજી કરવી પડશે.

પ્રશ્ન : મારી કોલેજમાં એક યુવતી અભ્યાસ કરે છે જે મને ખૂબ પસંદ છે. એ મારી જ જ્ઞાતિની હોવાથી જો હું એનાં વિશે મારા પરિવારમાં વાત કરીશ તો મારાં માતા-પિતા ના નહીં કહે, પરંતુ એ યુવતી લગ્ન કરવા માટે રાજી થશે કે નહીં તે કેવી રીતે જાણવું? એક યુવક, ભાવનગર

ઉત્તર : તમને જે યુવતી પસંદ છે તે તમારી જ જ્ઞાતિની છે અને તમારાં માતા-પિતા અંગે તમને વિશ્વાસ છે, તો પછી આટલો વિચાર કરવાની જરૂર જ નથી. તમારાં માતા-પિતાને એ યુવતીનાં માતા-પિતા પાસે જઇને વાત કરવાનું જણાવો. જ્ઞાતિ એક જ છે, તમે બંને એક જ કોલેજમાં અભ્યાસ કરો છો, સ્વાભાવિક છે તમે એકબીજાથી પરિચિત હો ત્યારે કોઇ મોટા કારણ વગર યુવતી રાજી ન થાય એનો પ્રશ્ન જ ઊભો નથી થતો.

તમે ઇચ્છો તો એ યુવતીને આ મામલે સીધો સવાલ કરી શકો છો અથવા તો એની લાગણી જાણવા માટે તેની કોઇ બહેનપણીની મદદ પણ લઇ શકો છો. જોકે તમે અને યુવતી બંને હજી કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હો તો લગ્ન કરવા માટે થોડો સમય રાહ જોઇ લેવાની જરૂર છે. હાલમાં તમે અભ્યાસમાં ધ્યાન પરોવીને કરિયર બનાવવા તરફ ધ્યાન આપો એ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.