મને મારા જ સગામાં એક યુવાન ગમે છે અને અમે સમાગમ પણ માણી ચુક્યા છે અને હવે એ લગ્ન કરવાની ના પાડે છે..

GUJARAT

પ્રશ્ન : હું ત્રીસ વર્ષની મહિલા છું. હું હાલમાં જ પ્રેગનન્ટ થઈ છું. મારા ગુડ ન્યૂઝ સાંભળીને મારા સાસુએ મને તરત માથું ધોવાની મનાઈ ફરમાવી દીધી છું. હવે મને સાત મહિના પછી જ માથું ધોવાની પરવાનગી મળશે. આ વાત જાણીને હું અડધી ડિપ્રેસ થઈ ગઈ છું. મને તો અઠવાડિયામાં બે વાર માથું ધોવાની આદત છે તો આ હાલમાં હું પાંચ મહિના સુધી કઈ રીતે માથું ધોયા વગર રહી શકીશ. મારે મારા ઘરનો આ રિવાજ બદલી નાખવો છે પણ હું તેમની લાગણીને દુભવવા પણ નથી માગતી. મારે કેવું વલણ અપનાવવું જોઈએ? એક યુવતી (વેરાવળ)

ઉત્તર : ગર્ભાવસ્થામાં માથું ન ધોવાય એ બહુ જૂની પરંપરા છે અને ઘણાં પરિવારોમાં આ પરંપરાને માતાજીના આશિષ સાથે જોડી દેવામાં આવી હોવાના કારણે આધુનિક પુત્રવધુઓ પણ કચવાટ વગર પાલન કરતી હોય છે. જોકે આ નિર્ણય વ્યક્તિગત અને પર્સનલ હાઇજિન સાથે જોડાયેલો હોવાના કારણે અનેક સગર્ભાઓ કચવાટ સાથે પણ નિયમ નિભાવતી હોય છે અથવા તો પરિવારથી ચુપચાપ પોતાનું ધાર્યું કરી લેતી હોય છે.

હકીકતમાં ગર્ભાવસ્થા કોઈ રોગ નથી જેમાં જાત-જાતની પરેજી પાળવી પડે. જે સ્ત્રી ગર્ભાવસ્થામાં હોય તેણે પહેલાં તે જે રીતે એક નોર્મલ લાઇફ જીવતી હતી એ જ રીતે જીવવી જોઈએ. જેમ કે રોજબરોજનું કામ કરવું. તેમ જ તે માથું પણ ધોઈ શકે છે. માથું ન ધોવા પાછળ કોઈ સાયન્ટિફિક કારણ નથી. વિજ્ઞાન અને શ્રદ્ધા બે સાવ જુદા વિષય છે.

બન્નેનું અનુસરણ કરવાવાળો વર્ગ પણ અલગ જ છે. શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. જો શ્રદ્ધા હોય તો મુશ્કેલીવાળું કામ આરામથી થઈ જાય અને જો ન હોય તો શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ફેરવાતાં વાર નથી લાગતી. તમારે તમારા ઘરના વડીલો સાથે બેસીને આ વાતની ચર્ચા કરવી જોઈએ અને વાતચીત અને તાલમેલ દ્વારા એકબીજાની લાગણી દુભાય નહીં એવો ઉકેલ લાવવો જોઈએ બાકી પેઢીઓથી આવતી પરંપરા માત્ર વિરોધ કરીને બદલવાનું શક્ય નથી.

સવાલ: મને એક મારા જ સગાસબંધીમાં એક યુવક ગમે છે, અમે છેલ્લા 3 વર્ષથી એકબીજાને સારી રીતે ઓળખીયે છે અને છેલ્લા 6 મહિનાથી એકબીજા જોડ રિલેશનમાં છે, અમે કેટલીય વાર મળ્યા અને મર્યાદા ઓળગી નાખી પણ એ મારા જોડ લગ્ન કરવાની ના પાડેં છે, એ આમ જોવા જઇયે તો મારા દૂરના મામાનો છોકરો થાય છે, અને અમારામાં મામા ફોઈના છોકરાઓમાં લગ્ન નથી થતા, હું શું કરું હવે…
એક યુવતી

જવાબ: જો એ તમારો ભાઈ જ કહેવાય અને તમે કહ્યું કે અમારામાં મામા ફોઈના છોકરાંઓમાં લગ્ન નથી થતા તો પછી આ વાતને જે થયું તે ભૂલીને અહીં જ પતાવવવામાં ભલાઈ છે કેમ કે લાબું તમે ખેંચશો તો પણ લગ્ન થવાના છે નહિ

Leave a Reply

Your email address will not be published.