મને હસ્તમૈથુનની આદત છે. શું આના કારણે મારું લગ્નજીવન મુસીબતમાં મુકાઈ શકે છે?

GUJARAT

પ્રશ્ન : નહાતી વખતે ઘણીવાર કાનમાં પાણી જતું રહે છે જેના કારણે પછી દુખાવો થાય છે. શું કાનમાં ગયેલું પાણી એને બહુ નુકસાન પહોંચાડે છે? એક યુવતી (વડોદરા)

ઉત્તર : કાન આપણા શરીરની પાંચ અગત્યની ઇન્દ્રિયમાંથી એક હોવાને કારણે સાંભળવા માટે કાન જરૂરી છે. કાનમાં પાણી જવાની બાબત ગંભીર નથી, પરંતુ એને વ્યવસ્થિત રીતે સાફ ન કરાય તો એ ગંભીર રૂપ લઈ શકે છે. મોટા ભાગે કાનમાં પાણી જાય ત્યારે આપણને ખબર જ પડી જતી હોય છે. કાનમાં પાણી જાય તો ઓછું સંભળાય તેમજ હળવો દુખાવો થઈ શકે.

આ સિવાય સમસ્યા વકરી જાય તો કાનમાંથી ઘણીવાર પસ પણ નીકળે છે. જો તમને ચક્કર આવે અને સ્થિર ઊભા ન રહી શકાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મોટા ભાગે કાનમાં પાણી જવાને કારણે દેખાતાં લક્ષણો ઘરગથ્થુ ઇલાજ કરીને જ દૂર થઈ જાય છે પણ જો એવું ન થાય તો ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ, કારણ કે જો કાનમાં પાણી રહી જાય તો કાનમાં ફંગસ ઇન્ફેક્શન પણ થઈ શકે છે.

કાનમાંથી પાણી આવે તો એક દિવસથી વધારે આવે તો એની અવગણના ન કરો. જુઓ કે એ પતલું છે કે સ્ટિકી છે, એમાંથી વાસ આવે છે. જો એમ હોય તો તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લો. કાનમાં તમને મનફાવે એવા ઈયર ડ્રોપ્સ કે ગરમાગરમ તેલ વગેરે ક્યારેય ન નાખો. આ પ્રકારના પદાર્થથી તમારા કાનના પડદામાં હોલ પણ થઈ શકે છે. આમ, કાનની કાળજી રાખવી બહુ જરૂરી છે.

પ્રશ્ન : મને હસ્તમૈથુનની આદત છે. શું આના કારણે મારું લગ્નજીવન મુસીબતમાં મુકાઈ શકે છે? એક યુવક (રાજકોટ)

ઉત્તર : હસ્તમૈથુન એક સામાન્ય આદત છે. જે લગભગ દરેક પુરુષનાં જીવનમાં જોવા મળે છે. હસ્તમૈથુનથી કોઇ જ ચિંતા કરવા જેવી નથી. ભવિષ્યમાં લગ્નજીવનમાં આના લીધે કોઇ જ તકલીફ પડશે નહી. કદાચ તમને થશે કે તમે દરરોજ હસ્તમૈથુન કરો છો તે વધારે પડતું કહેવાય અને તેના લીધે તકલીફ ભવિષ્યમાં થઇ શકે છે, પણ એવું નથી.

વધારે પડતું હસ્તમૈથુન જેવી કોઇ જ વસ્તુ નથી. કોઇ વ્યક્તિ દિવસમાં દરરોજ ચાર કલાક બોલે છે અને બીજી વ્યક્તિ દરરોજ દિવસમાં માત્ર ત્રીસ મિનિટ બોલે છે. તો શું પાંચ વર્ષ પછી ચાર કલાક બોલનાર વ્યક્તિની જીભ નબળી થઈ જાય છે? જેમ વધારે બોલવાથી જીભમાં નબળાઈ આવતી નથી તે જ રીતે દરરોજ હસ્તમૈથુન કે સેક્સ કરવાથી કોઇ જ નબળાઈ આવતી નથી.

પુરુષ અને સ્ત્રી પોતાની સેક્સની ઇચ્છાને પુરી કરવા માટે હસ્તમૈથુન કરતા હોય છે, તેનાથી કંઈ અંધાપો કે અન્ય પ્રકારની શારીરિક ખામી નથી આવતી. હસ્તમૈથુનથી શરીરના કોઈ અંગને નુકસાન નથી પહોંચતું. આમ છતાં હસ્તમૈથુન કોઈ સમસ્યા લાગતી હોય અથવા તેનાથી કોઈ આડ અસર થતી હોવાની શંકા હોય તો સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *