મને હસ્તમૈથુનની આદત થઇ ગઈ છે,અને હું એનાથી છુટકારો મેળવવા માંગુ છું

GUJARAT social

પ્રશ્ન : હું 19 વર્ષનો યુવાન છું અને કોલેજના ફર્સ્ટ યરમાં ભણું છું. મારી પાડોશમાં રહેતી છોકરી મને બહુ ગમે છે. તેની વય મારા જેટલી જ છે અને બાળપણથી અમે એક જ સ્કૂલમાં સાથે ભણ્યાં છીએ.

એકાદ મહિના પહેલાં એકાંતમાં અમે કિસ કરી હતી પણ એ પછી એ વિશે અમારા વચ્ચે કોઇ વાતચીત પણ નથી થઇ. હવે મને નથી ખબર પડતી કે હું શું કરું? તે મારા વિશે શું માનતી હશે? મારે આ સંબંધમાં આગળ વધવું જોઇએ કે નહીં? એક યુવક (રાજકોટ)

ઉત્તર : આ ઉંમરે વિજાતીય આકર્ષણ થાય એમાં કંઇ ખોટું નથી. સૌથી પહેલાં તો તમારી લાગણીને સારી રીતે સમજી લો. તમારી જે લાગણી હોય એ છોકરીને સ્પષ્ટ રીતે જણાવી દો. તમે તમારી મિત્રને કહો કે તમારા વચ્ચે જે કંઇ પણ થયું એના વિશે તમારે વાત કરવી છે.

જો તેના મનમાં પણ તમારા માટે લાગણી હશે તો કોઇ સમસ્યા જ નથી પણ જો બંને એકબીજા માટે અલગ અલગ લાગણી ધરાવતા હો તો એ વિશે સ્પષ્ટતા થઇ જવી જરૂરી છે. ક્યારેક આવી માનસિક જટિલતાને કારણે સારી મિત્રતા પણ તૂટી જતી હોય છે. એક વાતનું ધ્યાન રાખો કે આ વાતચીત સામસામે બેસીને કરો, મેસેજ પર નહીં.

પ્રશ્ન : નમસ્તે સર, હું ૨૧ વર્ષનો યુવક છું, મારા લગ્ન થયા નથી, મને છેલ્લા કેટલાય સમયથી માસ્ટરબેશન કરવાની આદત પડી ગઇ છે, જે આદતથી હું છુટકારો મેળવવા ઇચ્છું છું. તો પ્લીઝ કોઇ હેલ્પ કરો કે હું આ આદતથી છુટકારો કેવી રીતે મેળવું ?

જવાબ : અનેક વખત કહેવાઈ ગયું છે, છતાં તમારા સવાલના જવાબ સ્વરૂપે ફરી કહીએ તો માસ્ટરબેશન કરવું તેમાં કંઇ ખોટું નથી અને તેનાથી કોઇ નુકસાન પણ થતું નથી, પરંતુ જો તમને લાગતું હોય કે માસ્ટરબેશનની તમને આદત એટલે કે ટેવ પડી છે, તો તે માનસિકતા પર આધાર રાખે છે. જેનું મનોબળ મજબૂત હોય એ દરેક શોખ પોતાની મરજી પ્રમાણે એની ઈચ્છા થાય ત્યારે જ કરે છે.

આદતના ગુલામ થતા નથી. તમારો મનો નિગ્રહ કેટલો છે ? મનથી નક્કી કરો કે તમારે કોઈ કામ કરવું છે કે પછી નથી કરવું! જોકે અમારી સલાહ છે કે એવો પ્રયાસ કરવાની તમારે કશી જ જરૂર નથી. કુંવારા હો ત્યાં સુધી માસ્ટરબેશન કરવાથી મન ઉપરથી સેકસના વિચારોનું દબાણ ઓછું થાય છે. તેથી અન્ય કામ વધારે નિરાંતથી વધારે સારી રીતે કરી શકાય છે. અહીં પણ શરત એટલી કે તમે તેને ખોટું કામ ન ગણતા હોવ તો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *