મને બ્રેસ્ટમાં અચાનક ખુબજ દુખાવો થાય છે તો શું આ કોઈ મોટી બીમારી મને થઇ હશે ??? જણાવો

GUJARAT

પ્રશ્ન : મારો દીકરો તરુણાવસ્થામાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લાં થોડાક સમયથી તેનો છાતીનો ભાગ જાણે ઉપસી રહ્યો હોય એમ લાગે છે. શું તેને કોઇ જાતીય સમસ્યા હશે? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : તરુણાવસ્થામાં છોકરા અથવા તો છોકરીનાં શરીરમાં અનેક પરિવર્તન આવે છે. આ સમયગાળા દરમિયાન ઘણા છોકરાઓ આવી સ્થિતિમાંથી પસાર થાય છે. છોકરાઓમાં છાતીનો ઉભાર વધી જવાની સ્થિતિને અંગ્રેજીમાં ગાયનેકોમેસ્ટિયા કહેવામાં આવે છે. 17થી 18 વર્ષની વય સુધી રાહ જુઓ. છાતીનો ભાગ વધુ મોટો ન લાગે એ માટે ખાસ ટાઇટ ગંજી આવે છે એ પહેરાવાનું રાખો.

17-18 વર્ષની વય પછી હોર્મોન્સમાં સંતુલન આવે છે. જો પછી પણ પરિસ્થિતિમાં બદલાવ ન આવે તો હોર્મોન સ્પેશ્યાલિસ્ટને બતાવી ઓપરેશનથી આ તકલીફનું નિરાકરણ થઇ શકે છે. આ તકલીફ નોર્મલ રીતે પણ થઇ શકે અને અમુકવાર અમુક બીમારીઓનો કારણે અથવા અમુક મેડિકલ કન્ડશિન માટે વપરાતી દવાઓના લીધે પણ થઇ શકે. સામાન્ય રીતે જન્મ વખતે પુખ્તત્વના વિકાસ વખતે અને મોટી ઉંમરમાં આ તકલીફ થવાની સંભાવનાઓ હોય છે. ઘણીવાર આ તકલીફ દવાઓથી મટી શકે તો અમુકવાર ઓપરેશન કરીને તેને દૂર કરવામાં આવતી હોય છે

પ્રશ્ન : હું 24 વર્ષની યુવતી છું. હું આમ તો સ્વસ્થ છું પણ મને ક્યારેય બ્રેસ્ટમાં અસહ્ય પીડા થાય છે. શું મને કોઇ મોટી બીમારી હશે? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : બ્રેસ્ટ પેઈન માટેનું કારણ જીવનના અનેક તબક્કે અલગ અલગ હોઇ શકે છે. કોઈ પણ સ્ત્રી પ્રથમ વખત ટીનએજના દિવસોમાં સ્તનની પીડા અનુભવે છે કારણ કે તે સમયે શરીરમાં હોર્મોનલ પરિવર્તન ખૂબ જ ઝડપથી થઈ રહ્યું હોય છે. આ સિવાય પીરિયડ્સ શરૂ થયા પછી દર મહિને શરીરમાં થતા હોર્મોનલ પરિવર્તનને કારણે પણ સ્તનમાં દુખાવો થઈ શકે છે. જે યુવતીઓના પીરિયડ્સમાં કોઇ સમસ્યા હોય તેમને આ તકલીફ વધારે થાય છે. આ વિશે તમારે ગાયનેકોલોજિસ્ટ સાથે ચર્ચા કરવી જોઇએ અને દવા લેવી જોઇએ.

જો સ્તનમાં બહુ પીડા થતી હોય તો સરસવનાં તેલમાં લસણની 3 કળી, બે ચપટી અજમો અને થોડા મેથી દાણા નાંખીને ગરમ કરો. જ્યારે તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી તેને ઠંડું થવા દો અને પછી હળવા હાથે બ્રેસ્ટ ઉપર માલિશ કરો. આનાથી ફાયદો થઇ શકે છે. સ્તનમાં પીડા થવાનાં બીજાં કેટલાંક કારણો હોઇ શકે છે. યોગ્ય સાઈઝની બ્રા ન પહેરવાથી પણ બ્રેસ્ટ પેઈન થઇ શકે છે કારણ કે ચુસ્ત બ્રા પહેરવાથી ત્વચા અને સ્નાયુઓ સતત દબાણમાં રહે છે. ઓવર-સાઇઝની બ્રા પહેરવાથી માંસપેશીઓને જરૂરી સપોર્ટ નથી મળતો જેના કારણે પીડા વધી શકે છે.

તેથી બ્રા પસંદ કરતી વખતે હંમેશાંં તમારા સાચા કદને ધ્યાનમાં રાખો. મેનોપોઝ સમયે પણ સ્ત્રીઓને બ્રેસ્ટ પેઈન પણ થઈ શકે છે કારણ કે આ સમય દરમિયાન ફરી એક વાર મહિલાઓનાં શરીરમાં ઘણાં અંતરસ્ત્રાવીય બદલાવ થઈ રહ્યા છે. આ કારણે સ્તનો ખૂબ સંવેદનશીલ બને છે. જે મહિલાઓ ચા, કોફી, સોડા અને આલ્કોહોલનું સેવન વધારે પ્રમાણમાં કરે છે તેમને ઘણી વાર સ્તનનો દુખાવો, ભારેપણું, વધારે સંવેદનશીલતાની સમસ્યા થઈ શકે છે. જે મહિલાઓ લાંબા સમયથી એન્ટિડિપ્રેસન્ટ દવાઓ લેતી હોય છે તેમને પણ ઘણી વાર આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે પણ આનું પ્રમાણ બહુ ઓછું હોય છે.

Leave a Reply

Your email address will not be published.