મને એક યુવાન ગમેં છે પણ મારી લાગણીઓને વ્યક્ત કરી શક્તિ નથી હું શું કરું

GUJARAT social

પ્રશ્ન : મારી ગર્લફ્રેન્ડ બહુ મૂડી છે અને તેનો મૂડ વારંવાર ચેન્જ થતો રહે છે. તેના આ સ્વભાવને કારણે મને તેની સાથે વાત કરતા પણ ડર લાગે છે કારણ કે તેને સાવ નાની વાતમાં પણ ખોટું લાગી જાય છે. હું ખરેખર તેને બહુ પસંદ કરું છું અને તેની સાથેનો સંબંધ ટકી રહે એમ ઇચ્છું છું. મારે આવી ગર્લફ્રેન્ડને કઇ રીતે ટેકલ કરવી? એક યુવક (અમદાવાદ)

ઉત્તર : ગર્લફ્રેન્ડ કે પછી બોયફ્રેન્ડના મૂડને પારખવો એ સમય માગી લેતું કામ છે. જો તમે આ કળામાં પારંગત હોવ તો પછી સંબંધો ટકી રહે છે. જો ખરેખર તેમને ખબર ન હોય કે મૂડી ગર્લફ્રેન્ડને કેવી રીતે સમજાવવી તો પછી રિલેશનશિપમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. આ જ બાબત પુરુષોને અનુલક્ષીને કહેવામાં આવે તો પણ એટલી જ મહત્ત્વની છે કે પુરુષોના પણ મૂડ ક્યારેક ક્યારેક એવા હોય છે.

જેને સંભાળવા મુશ્કેલ પડે છે. જોકે, વિશેષ એક પ્રેયસી કે ગર્લફ્રેન્ડ સાથે કામ પાર પાડવું હોય તો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલાંં તો સ્વીકારી લો કે તમારી ગર્લફ્રેન્ડના મૂડ પર તમારુ કોઈ જ નિયંત્રણ નથી અને માટે હંમેશાં સમજદારીથી કામ લો. ક્યારેક ગર્લફ્રેન્ડ એવા મૂડમાં પણ હોઇ શકે છે. જે તમારા પર નકારાત્મક અસર પહોંચાડી શકે છે.

જ્યારે પણ આવું થાય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર પડતી હોય છે. ખાસ કરીને જ્યારે ગર્લફ્રેન્ડ મજાકમાં પણ કટાક્ષ કરે છે અથવા તો કોઈ ઘટના માટે તમારા પર દોષારોપણ કરે તો તમારે વ્યથિત થવાની બિલકુલ પણ જરૂર નથી. તમારે એવી કોશિશ કરવી જોઈએ કે કોઈપણ બાબતને વ્યક્તિગત રીતે ન લો. યાદ રાખો કે તેના મૂડને સરખો રાખવો એ હંમેશાંં તમારું જ કામ નથી.

તેની લાગણીઓની કદર કરો અને તેને થોડો સમય આપો પણ આ વાતનો એનો અહેસાસ પણ કરાવો. જો તમારી ગર્લફ્રેન્ડ કોઈ વાતને લઈને અપસેટ હોય તો તેનો મતલબ એ નથી કે, તમારે પણ તેના આવા જ મૂડને લઈને અપસેટ થવું જોઈએ. જો તે કોઈ બાબતથી નારાજ છે તો એક હદ સુધી તેને સમજાવો પછી તેને તેના જ મૂડ પર છોડી દો. ધીરે ધીરે બધું જ વ્યવસ્થિત થઈ જશે.

હું એક 17 વર્ષની યુવતી છું અને મને મારા નજીકમાં રહેતો એક યુવાન ખુબ ગમે છે. મને ભરોસો છે કે તે મને પણ લવ કરે છે. હું તેની સાથે પ્રેમ રાખવા માંગું છું પરંતુ મારી લાગણીઓને વ્યક્ત કરી શક્તિ નથી, જેથી તમેં મને યોગ્ય ઉત્તર આપવા વિનંતી..
એક યુવતી { ભરૂચ }

જવાબ – તમે હજી ખૂબ જ નાના છો તેથી અલબત્ત તમને ભરોસો છે કે તમે તમારા લવર સાથે લવ જાળવી શકશો, પરંતુ તમારો લવ કેટલો મજબૂત રહેશે અને તે કેટલું આગળ વધશે તે નક્કી નથી. હજુ પણ ખરેખર તમારે એક વર્ષ રાહ જોવાની જરૂર છે માટે આ વિષે હાલ કંઈપણ ના વિચારો અને હાલ ભણવામાં જ ધ્યાન આપો આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *