પ્રશ્ન : મારી મોટી દીકરી એક યુવાનને પ્રેમ કરે છે, પણ એ યુવાનનાં માતા-પિતા એને મારી દીકરી સાથે લગ્ન કરવાની ના કહે છે. જોકે એ યુવાન કહે છે કે એ મારી દીકરી સાથે જ લગ્ન કરશે, પણ મને ચિંતા થાય છે કે અત્યારથી જ જો એ યુવાનનાં માતા-પિતા મારી દીકરીને સ્વીકારવા તૈયાર નથી. તો લગ્ન પછી તેઓ એને કેવી રીતે સ્વીકારશે? એક મહિલા (રાજકોટ)
ઉત્તર : તમારી દીકરી જે યુવાનને પ્રેમ કરે છે તેનાં માતા-પિતા તમારી દીકરી સાથે લગ્ન કરાવવાની કેમ ના કહે છે તે વિશે તમે કે એ યુવાને જાણવાની કોશિશ કરવી જોઇએ. જો કોઇ સામાજિક કે પારિવારિક કારણ હોય અને તે દૂર થઇ શકે તેમ હોય તો તમારી રીતે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો.
જોકે તમારી દીકરીનો પ્રેમી તમારી દીકરી સાથે લગ્ન કરવા માટે મક્કમ હોય તો પછી એની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે માતા-પિતા ભલે અત્યારે પોતાના દીકરાની પસંદગીનો વિરોધ કરે કે લગ્ન પછી નારાજ રહે, તો પણ આ નારાજગી લાંબા સમય સુધી રહેતી નથી.
તેઓ તમારી દીકરીને સ્વીકારી લેશે. આ પ્રકારના સંબંધોમાં તમારી દીકરીના પ્રેમીનું વલણ બહુ મહત્ત્વનું છે. જો તે મક્કમ હોય તો કોઇ સમસ્યાનું કારણ નથી પણ જો તેનું વલણ લગ્ન પછી બદલાઇ જશે અને ત્યારે દીકરીનાં સાસરિયાં તેને નહીં સ્વીકારે તો કપરી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.
જો આવું થશે તો? આ સ્થિતિનો આગોતરો વિચાર કરીને દીકરીને પરિસ્થિતિ સમજાવી એનો સામનો કરવા માટે સજ્જ કરો. શક્ય હોય તો દીકરીને આર્થિક રીતે પગભર બનાવો જેથી કપરી પરિસ્થિતિમાં તેણે નાણાકીય રીતે કોઇ પર આધાર ન રાખવો પડે. જો યુવકનાં માતા-પિતાનું વલણ બહુ કડક હોય તો થોડો સમય રાહ જોવાનો વિકલ્પ પણ અજમાવી જુઓ.
સવાલ; મારા કોલેજમાં ભણતો એક છોકરો મને ગમે છે પણ તેનો ધર્મ બીજો છે તો શું હું તેના જોડ પ્રેમ સબન્ડ રાખી શકું ???
એક યુવતી ( વડોદરા)
જવાબ- તમે કોલેજમાં છો તો હવે થોડા વર્ષો બાદ તમારા લગ્ન પણ થશે, તો આ લગ્ન તમારા માતાપિતાની મરજી થી થશે કે તમારા એકલાની મરજીથી ?
શુ તમારા માતા પિતા બીજા ધર્મના છોકરા જોડ તમારું લગ્ન કરાવશે ? આ વાત સમજીને ચાલો તો સારું,પ્રેમ થાય તો બની શકે તો લગ્ન પણ કરવા જોઈએ પણ લગ્ન પોતાના માતાપિતાની મરજીથી કરવા જોઈએ એ વાત વિચારી ને તમે આ નિર્ણયને લઈ શકો છો