પ્રશ્ન : હું કોલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છે. હું દેખાવમાં બહુ સુંદર છું અને મારું ફ્રેન્ડ સર્કલ પણ બહુ વિશાળ છે. હું છેલ્લાં બે વર્ષથી મારા બોયફ્રેન્ડ સાથે સ્ટેડી છું અને તેની સાથે બહુ ખુશ છું. હું તેની સાથે જ લગ્ન કરવા ઇચ્છું છું.
મારા ફ્રેન્ડ્સને આ રિલેશનશીપ વિશે ખબર છે અને તેમને મારી આ ચોઇસ ખાસ ગમતી નથી. મારી બહેનપણીઓને મારો બોયફ્રેન્ડ બબૂચક લાગે છે પણ મને તો તે લાઇવ અને હેન્ડસમ લાગે છે. મારી બહેનપણીઓનું કહેવું છે કે હું પ્રેમમાં છું એટલે મને તેની નબળાઈ નથી દેખાતી. સમજાતું નથી કે મારી ચોઇસ ખોટી છે કે ફ્રેન્ડ્સનો અભિપ્રાય? એક યુવતી (વડોદરા)
ઉત્તર : એ વાત સાચી છે કે પ્રેમમાં પડેલી વ્યક્તિને પોતાનું પ્રેમપાત્ર હંમેશાં સર્વગુણસંપન્ન લાગતું હોય છે. કોઈ એની ઊણપ બતાવે તો પણ એને જોવાની તૈયારી ન હોય. જોકે દરેક ઘટનાને એક જ રીતે ન જોવી જોઈએ. કોઈ તમારા બોયફ્રેન્ડ માટે કંઈક કહે અને તમારો એમાંથી આત્મવિશ્વાસ હલવા લાગે એ કેવું?
આજની જનરેશન પોતાના કરતાં પોતાના ફ્રેન્ડસર્કલના ઓપિનિયનને વધુ મહત્ત્વ આપતી થઈ ગઈ છે અને એટલે જ પોતાની સ્વતંત્ર બુદ્ધિશક્તિથી સાચું શું અને ખોટું શું એ નક્કી નથી કરી શકતી. તમારી વય મુજબ તમને તમારા અંદરના અવાજને બદલે ફ્રેન્ડ્સની કમેન્ટ્સ વધુ મહત્ત્વની તો નથી લાગતીને? હું જરાય નથી કહેતી કે તમારાં ફ્રેન્ડ્સ ખોટું જ કહેતા હશે.
બીજી તરફ તમારી ચોઇસ પણ ખોટી છે એવું પણ ન ધારી શકાય. તમે જો પ્રેમની પટ્ટી બદલીને જોવાની તૈયારી દાખવી શકતા હો તો એક લિટમસ ટેસ્ટ જાતે જ કરવો જોઈએ. હજી તમે ભણી રહ્યા છો ત્યારે તમારે આ સંબંધને આગળ વધારવાની ઉતાવળમાં પડવું ન જોઈએ. લોકો કે ફ્રેન્ડ્સ શું માને છે એના કરતાં તમારી પોતાની સ્વતંત્ર વિવેકબુદ્ધિ શું કહે છે એ સમજવા માટે જાતને સમય આપવો જોઈએ.
સવાલ: હું 22 વર્ષની યુવતી છું અને એક સારા ઘરની છું પણ હમણાંથી મને એક યુવક ગમવા લાગ્યો છે, મને એ યુવક જોડે રેહવું ખુબજ ગમે છે પણ એ સિગરેટ અને દારૂ પીવે છે મેં કહ્યું તો પણ છોડવા તૈય્યાર નથી.હું શું કરું
એક યુવતી
જવાબ: જી તમે એને હવે ભાવ ના આપશો, કેમ કે એ અત્યારે જ તમારી વાત નથી માનતો તો પછી શું માનસે ??