મને એક સાઈડ બ્રેસ્ટમાં વધારે દુખાવો થાય છે, તો શું આ કોઈ વધારે પ્રોબ્લેમ છે

GUJARAT

પ્રશ્ન : હું અને મારો સહકાર્યકર એકબીજાને પ્રેમ કરીએ છીએ. મારો સહકાર્યકર ડિવોર્સી છે. અમે આમ તો એકબીજા સાથે ખુશ છીએ પણ ઘણીવાર અજાણતા હું એવું કંઇક કરી નાખું છું કે તે બહુ જ અપસેટ થઇ જાય છે. અમારા સંબંધને ટકાવી રાખવા માટે શું ધ્યાન રાખવું જોઇએ? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમે જ્યારે કોઇ એવા પુરુષ સાથે પ્રેમસંબંધમાં હો જેના છૂટાછેડા થઈ ગયા છે ત્યારે મામલો વધારે સંવેદનશીલ બની જાય છે. આ પુરુષ સાથે ટકી રહેવા માટે ધીરજની જરૂર હોય છે કારણ કે તે પહેલાથી જ કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલો હોય છે.

તે પુરુષ માનસિકરીતે થોડો કંટાળી ગયો હોય છે. જો તમને તે પુરુષના નિષ્ફળ સંબંધ વિશેની જાણકારી હોય તો તેને આ છૂટાછેડા વિશે વધુ સવાલો પૂછવા જોઈએ નહીં.

કારણકે જૂની વાતો યાદ કરીને તે પણ કદાચ વધારે દુ:ખી થઈ શકે છે. આ સિવાય પુરુષની પૂર્વ પત્ની સાથે પોતાની સરખામણી કરવી જોઈએ નહીં. કારણકે આ પ્રકારની સરખામણી કરીને તમને કોઈ ફાયદો થશે નહીં. જે પુરુષના છૂટાછેડા થઈ ગયા છે તેની સાથે ડેટ કરતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેના પૂર્વ પત્ની સાથેના સંબંધો સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયા છે કે નહીં.

તમે આ રિલેશનશિપને આગળ વધારતા પહેલા થોડો સમય લઈ શકો છો. તમે તેની સાથે વાતચીત કરીને એવું જાણવાના પ્રયાસ કરો કે તમારી સાથે તે કેવા પ્રકારના ભવિષ્યની આશા રાખે છે. શું તે તમારી સાથે લગ્ન કરવા માગે છે?

આ રિલેશનશિપને લઈને તે કેટલો ગંભીર છે તે જાણવું પણ જરૂરી છે. જો તમે છૂટાછેડા લીધેલા પુરુષને ડેટ કરી રહ્યા છો ત્યારે મિત્રો અને પરિવારનાં સભ્યોની નારાજગી સહન કરવા માટે માનસિકરૂપે તૈયાર રહો કારણ કે તેઓ ખુશ નહીં થાય એ સ્વાભાવિક છે. આખરે તમારું દિલ જે કહે છે તેવું તમારે કરવું જોઈએ.

પ્રશ્ન : હું 24 વર્ષની યુવતી છું. હું આમ તો સ્વસ્થ છું પણ મને ક્યારેય બ્રેસ્ટમાં અસહ્ય પીડા થાય છે. શું મને કોઇ મોટી બીમારી હશે? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : બ્રેસ્ટ પેઈન માટેનું કારણ જીવનના અનેક તબક્કે અલગ અલગ હોઇ શકે છે. કોઈ પણ સ્ત્રી પ્રથમ વખત ટીનએજના દિવસોમાં સ્તનની પીડા અનુભવે છે કારણ કે તે સમયે શરીરમાં હોર્મોનલ પરિવર્તન ખૂબ જ ઝડપથી થઈ રહ્યું હોય છે. આ સિવાય પીરિયડ્સ શરૂ થયા પછી દર મહિને શરીરમાં થતા હોર્મોનલ પરિવર્તનને કારણે પણ સ્તનમાં દુખાવો થઈ શકે છે. જે યુવતીઓના પીરિયડ્સમાં કોઇ સમસ્યા હોય તેમને આ તકલીફ વધારે થાય છે. આ વિશે તમારે ગાયનેકોલોજિસ્ટ સાથે ચર્ચા કરવી જોઇએ અને દવા લેવી જોઇએ.

જો સ્તનમાં બહુ પીડા થતી હોય તો સરસવનાં તેલમાં લસણની 3 કળી, બે ચપટી અજમો અને થોડા મેથી દાણા નાંખીને ગરમ કરો. જ્યારે તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી તેને ઠંડું થવા દો અને પછી હળવા હાથે બ્રેસ્ટ ઉપર માલિશ કરો. આનાથી ફાયદો થઇ શકે છે. સ્તનમાં પીડા થવાનાં બીજાં કેટલાંક કારણો હોઇ શકે છે. યોગ્ય સાઈઝની બ્રા ન પહેરવાથી પણ બ્રેસ્ટ પેઈન થઇ શકે છે કારણ કે ચુસ્ત બ્રા પહેરવાથી ત્વચા અને સ્નાયુઓ સતત દબાણમાં રહે છે.

ઓવર-સાઇઝની બ્રા પહેરવાથી માંસપેશીઓને જરૂરી સપોર્ટ નથી મળતો જેના કારણે પીડા વધી શકે છે. તેથી બ્રા પસંદ કરતી વખતે હંમેશાંં તમારા સાચા કદને ધ્યાનમાં રાખો. મેનોપોઝ સમયે પણ સ્ત્રીઓને બ્રેસ્ટ પેઈન પણ થઈ શકે છે કારણ કે આ સમય દરમિયાન ફરી એક વાર મહિલાઓનાં શરીરમાં ઘણાં અંતરસ્ત્રાવીય બદલાવ થઈ રહ્યા છે.

આ કારણે સ્તનો ખૂબ સંવેદનશીલ બને છે. જે મહિલાઓ ચા, કોફી, સોડા અને આલ્કોહોલનું સેવન વધારે પ્રમાણમાં કરે છે તેમને ઘણી વાર સ્તનનો દુખાવો, ભારેપણું, વધારે સંવેદનશીલતાની સમસ્યા થઈ શકે છે. જે મહિલાઓ લાંબા સમયથી એન્ટિડિપ્રેસન્ટ દવાઓ લેતી હોય છે તેમને પણ ઘણી વાર આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે પણ આનું પ્રમાણ બહુ ઓછું હોય છે.

Leave a Reply

Your email address will not be published.